
લોકસભા ચૂંટણીના પરિણામમાં એનડીએને ફરી બહુમતી મળી. PM મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. ઓડિશામાં પહેલીવાર ભાજપના CM બનશે. ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર પ્રચંડ પ્રહાર માટે PM મોદી કટીબદ્ધ છે. તેમણે કહ્યુ, આ વિકસિત ભારતના પ્રણની જીત છે, દેશ હવે મોટા નિર્ણય લેશે. યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 36 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભાજપનો 25 સીટ પર કબજો, પણ તમામ સીટો જીતવાનું સપનું રોળાયું. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બાજી મારી છે.
ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 742 કિમી 557/8-9 પર આરસીસી બૉક્સ લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
1. 7 અને 8 જૂન 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.
2. 6 અને 7 જૂન 2024 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
સુમુલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભેંસના દૂધમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા જે વધારે 850 રૂપિયા કરવામાં આવ્યા છે. ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના આ નિર્ણયને પગલે, સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને ફાયદો થશે.
અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગી છે. ખ્વાજા ચોકડી નજીક આવેલ કલર બનાવતી સ્ટાર્ક કલર કંપનીમાં આગ લાગી છે. આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતી. 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટીસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. જાણો હાઈકોર્ટમાં સરકારે કરેલ સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ.
રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો SITના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યુ. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી. 3 વર્ષથી ગેમઝોન ચાલતુ હોવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ઉલ્લેખ છે.
સુરત: કામ માટે બોલાવી યુવકને મારી પૈસા પડાવી લેવાના કેસમાં લૂંટ કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી. જાહેરાતમાં નંબર જોઈ કામકાજ માટે લોકોને બોલાવતા. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા છે. એક આરોપી ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલો છે. એક આરોપી જામીન પર બહાર હોવા છતા કારસ્તાન આચર્યુ. બનેની પૂછપરછ માં અન્ય ખુલાસા થાય તેવી શકયતા છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 5 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદર નગર હવેલી, દાહોદમાં વરસાદ પડી શકે છે. 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદ પડશે. 8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંનદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડશે. 9 જૂન 11 જૂન સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ અસર જોવા ન મળી, સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારો ભાજપ સાથે રહ્યા. રાજકોટ,અમરેલી અને પોરબંદરમાં ભાજપને મોટી જીત મળી. જામનગર અને જુનાગઢમાં ભાજપને જીત મળી.સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીના નામે લોકોએ ભાજપને મત આપ્યા.
સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ અસર જોવા ન મળી. સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારો ભાજપ સાથે રહ્યા. રાજકોટ,અમરેલી અને પોરબંદરમાં ભાજપને મોટી જીત મળી છે. જામનગર અને જુનાગઢમાં ભાજપને જીત મળી છે. સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીના નામે લોકોએ ભાજપને મત આપ્યા.
કચ્છ: બિનવારસી હાલતમાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. ATSએ SOG અને પોલીસની મદદથી કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. તપાસ ટીમે ડ્રોન દ્વારા વિસ્તારમાં સર્ચ કર્યું. અગાઉ 2023માં આજ વિસ્તારમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.
મોરબી: બાપા સીતારામ ચોકમાં વોકળામાં ડમ્પર ઘુસી ગયું. બે મોપેડ ચાલક યુવતિઓ પર કપચી ભરેલુ ડમ્પર પડ્યુ હતુ. જો કે મોપેડ ચાલક બે યુવતિઓનો આબાદ બચાવ થયો છે. વોકળા પરથી પસાર થતા અચાનક ડમ્પર અંદર ધસી ગયો હતો.
સુરત: અસલીના નામે નકલીનો ખેલ યથાવત્ છે. નકલી ઇનો, હેર રીમુવલ ક્રીમ વીટ અને અગરબત્તીનો જથ્થો પકડાયો છે. નવી પારડી અને ઘલુડીથી નકલી સામાન પકડાયો છે. પોલીસે રૂ.10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 લોકોને પકડ્યા છે. નવી પારડી ગામની ઇન્ડસ્ટ્રીઝમાં નકલી પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. ઘલુડી ગામે બોક્સ પેક કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.
સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યો છે. વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાંટા પડ્યા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી છાંટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
બનાસકાંઠામાં બેફામ કારચાલકે બે બાળકનો ભોગ લીધો છે. પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં બાળકો રમતા હતા. કારચાલ બાળકોને અડફેટે લેતા બેના મોત થયા છે અને એક કિશોરી ઘાયલ થઇ છે. એક બાળકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. ઘાયલ કિશોરીને પાલનપુર સારવાર અર્થે ખસેડાઇ છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 17 પશુઓને કતલખાને લઇ જતા બે આરોપી ઝડપાયા છે. શહેરના કાસમપુરા નાકા પાસેથી આઇસરમાં ભરીને લઇ જતા ઝડપાયા છે. વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી. રૂ. 85 હજારના 17 પશુઓ અને આઇસર સહિત કુલ 8.20 લાખનો મુદામાલ કબ્જે કરાયો. પોલીસે સરફરાજ ખાન અને સાહિલ વોરા સામે ગુનો નોંધ્યો. પોલીસે પશુઓને વીરપુર પાંજરાપોળ મોકલી આપ્યા.
NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એનડીએને 292 બેઠકો મળી છે જ્યારે ભારતને 234 બેઠકો મળી છે.
નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદ થયો છે. ગણદેવી બીલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. ગ
જામનગરનાં લોકસભા પરિણામો બાદ ભાજપનાં વિજયી ઉમેદવાર પૂનમ માડમ દ્વારકા પહોંચ્યા હતા. તેમણે દ્વારકા જગત મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તરત જ તે જગત મંદિરે પહોંચ્યા હતા અને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ સાથે ધૂન કરી હતી.
Published On - 7:22 am, Wed, 5 June 24