27 મેના મહત્વના સમાચાર : રાજકોટના TRP અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં કહેતા લાઇસન્સ આપ્યું હોવાનું PIનું રટણ

|

May 27, 2024 | 11:56 PM

આજે 27 મે 2024ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

27 મેના મહત્વના સમાચાર : રાજકોટના TRP અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં કહેતા લાઇસન્સ આપ્યું હોવાનું PIનું રટણ

Follow us on

રાજકોટ TRP ગેમઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી સામે આવ્યા છે. વેલ્ડિંગના તણખા ઝરતાં  આગ લાગી હોવાનું સામે આવ્યુ. બુઝાવવાના પ્રયાસ નિષ્ફળ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ. રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માગ્યો છે.  તો અગ્નિકાંડમાં અંગે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. TRP ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC ન લીધી હોવાનો ખુલાસો થયો છે. તો બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 May 2024 11:24 PM (IST)

    રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ, વધુ એક આરોપી પોલીસના હાથે લાગ્યો

    • રાજકોટના TRP અગ્નિકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
    • રાજકોટ અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કરની અટકાયત
    • LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો
    • આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે

  • 27 May 2024 07:58 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડ : ડાંઈગ ડિકરેશનમાં મહિલાએ કહ્યું- જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં દાઝી જનાર મહિલાએ, ડાંઈગ ડિકરેશનમાં કહ્યું હતું કે, જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. તેવુ આરોપીઓના રિમાન્ડ માટેની રજૂઆત કરતા સરકારી વકિલ તુષાર ગોકાણીએ કોર્ટમાં જણાવ્યું હતું.

    તુષાર ગોકાણીએ આરોપીઓના રિમાન્ડ માંગતા કહ્યું કે, આ અગ્નિકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ટીએરપી ગેમ ઝોનમાં કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ જણાવતા નથી. તપાસમાં સહકાર આપી નથી રહ્યાં, તપાસ કરનાર અધિકારી પુછે ત્યારે કહે છે કે પુરાવાઓનો નાશ થયો છે. પોતાની મિલ્કત બચાવવા માટે દરવાજા બંધ કરીને જતા રહ્યાં હતા. તેમને ત્યા કેટલા કર્મચારી હતા તે જણાવતા નથી.

     


  • 27 May 2024 07:51 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડનો આરોપી યુવરાજસિંહ કોર્ટમાં રડી પડ્યો

    રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને, રિમાન્ડ અર્થે રાજકોટ કોર્ટમાં રજૂ કર્યાં હતા. અગ્નિકાંડનો આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટ રૂમમાં રિમાન્ડની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ રડી પડ્યો હતો. રાજકોટ કોર્ટના જજે, આરોપીને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “સમગ્ર બાર એસોસિયેશન તમારી વિરુદ્ધમાં છે”

     

     

  • 27 May 2024 07:49 PM (IST)

    તાજ હોટેલ અને એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા છે…મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો ફોન

    સોમવારે બપોરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, તાજ હોટેલ અને મુંબઈ એરપોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ ટીમે તાત્કાલિક હોટલ અને એરપોર્ટ પર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી.

  • 27 May 2024 06:09 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડના 7 હતભાગીના મૃતદેહ પરિવારજનોને સોંપાયા

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 28માંથી સાત મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોપી દેવાયા છે. આજે સવારે ચાર મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા. જ્યારે બપોરના સમયે અન્ય ત્રણ મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોપાયા હતા. સવારે ચાર મૃતદેહ જેમના પરિવારજનોને સોપાયા તે, સત્યપાલ સિંહ જાડેજા, સુનીલ સિદ્ધપૂરા, સ્મિત વાળા અને જીગ્નેશ કાળુ ભાઈ દરજી મૃતદેહ સોંપ્યા હતા. બપોરના ઓમદેવ સિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજ સિંહ જાડેજા અને આશા બેન કાથડ ના મૃતદેહ પરિવારજનો સોંપ્યા છે. ..

     

  • 27 May 2024 04:03 PM (IST)

    TRP ગેમ ઝોન માટે BU સહિત કોઈપણ મંજૂરી નહોતી

    રાજકોટ TRP ગેમ ઝોન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સંપૂર્ણપણે ગેરકાયદે ચાલતો હતો TRP ગેમ ઝોન. TRP ગેમ ઝોન માટે BU સહિત કોઈપણ મંજૂરી હતી નહીં. TRP ગેમ ઝોનનું તમામ બાંધકામ સંપૂર્ણ પણે હતું ગેરકાયદે. ગેરકાયદે બાંધકામમાં ધમધમતા ગેમ ઝોનને કારણે 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા.

  • 27 May 2024 03:30 PM (IST)

    લો બોલો, અમદાવાદમાં 34માંથી 6 ગેમ ઝોન પાસે નહોતુ ફાયર એનઓસી કે બીયુ પરમીશન, છતા ધમધમતુ હતુ

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગ બાદ, સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન સહિતના સ્થળોએ જરૂરી પરવાનગીની ચકાસણી કરવામાં આવી રહી છે. આવી તપાસમાં અમદાવાદમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં ચાલતા 34 ગેમ ઝોન પૈકી 6 ગેમ ઝોન પાસે બીયુ પરમીશન તો નહોતું  તો ફાયર વિભાગનું એનઓસી પણ નહોતું. ત્રણ ગેમઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન કે ફાયર એનઓસી જ નહોતુ.

    ગોતાના ફન ગ્રેટો પાસે BU પરવાનગી નથી. નિકોલના ફન કેમ્પસ ગેમઝોન પાસે ફાયર NOC નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે નથી BU પરવાનગી. ઘુમાના ફન ઝોન પાસે BU પરવાનગી કે ફાયર NOC જ નહીં. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ BU કે ફાયર NOC નહીં. ચાંદલોડિયા જોય એન્ડ જોય માં પણ ફાયર અને BU પરમીશન નથી.

     

  • 27 May 2024 03:25 PM (IST)

    વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે આવતા 3 યાત્રીઓના મોત

    વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર 3 યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત થયા છે. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મોત થયા હોવાનું સામે આવ્યું છે. રેલવે સ્ટેશને જ ત્રણ યાત્રીઓના મોત થતા, સમગ્ર રેલવે તંત્ર દોડતુ થયું છે.

  • 27 May 2024 02:59 PM (IST)

    ગીર સોમનાથ: વેરાવળમાં ફાયર સેફ્ટી ન હોવાથી બે સિનેમાઘર સીલ

    ગીર સોમનાથ: વેરાવળમાં ફાયર સેફ્ટી ન હોવાથી બે સિનેમાઘર સીલ કરવામાં આવ્યા છે. કલેક્ટરે સુરક્ષાના કારણોસર કાર્યવાહી કરી. ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમા સીલ કરવામાં આવ્યા. બંને સિનેમાં ઘરોમાં ફાયર સેફ્ટીનું પાલન ન થતું હોવાનુ સામે આવ્યું હતું.

  • 27 May 2024 02:58 PM (IST)

    ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લીધો

    ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, ‘અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા. હાઇકોર્ટે કહ્યું કે અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?

  • 27 May 2024 02:35 PM (IST)

    રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ મામલે નવો વિવાદ

    રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ મામલે નવો વિવાદ સામે આવ્યુ છે. ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેરનું નિવેદન સામે આવ્યુ છે. ગેમ ઝોન બન્યુ ત્યારથી ફાયર વિભાગને કોઈ અરજી મળી નથી. ગેમ ઝોને પરવાનગી માટે કોઈ અરજી કરી નથી. પોલીસે ફાયર વિભાગ પાસેથી માહિતી મેળવ્યા વગર નિવેદન આપ્યુ. પોલીસ વિભાગે ગેમ ઝોન પાસે ફાયર NOC હોવાનું નિવેદન આપ્યું હતુ.

  • 27 May 2024 02:33 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડ : પોલીસે ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા

    રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. આગ લાગી તે દિવસે રાતે જ  2021થી અત્યાર સુધીના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. માર્ગ મકાન વિભાગની કચેરી ખોલાવી દસ્તાવેજો કબજે કર્યા છે. દસ્તાવેજોમાં સહી કરનાર તમામ અધિકારીઓ સામે તપાસ થશે.

  • 27 May 2024 02:14 PM (IST)

    અમદાવાદ: સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ

    અમદાવાદ: સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ સામે આવ્યુ છે. 113 નવદંપતિ અને તેઓના પરિવારજનો સાથે છેતરપિડી થઇ છે. વસ્ત્રાલમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતુ. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ હેઠળ લગ્નનું આયોજન કરી કૂપન આપી 113 લોકો સાથે ઠગાઇ કરી યુવક ફરાર થઇ ગયો હતો. લગ્નની પૂર્વ અનેક પરિવારોએ ગરબા સહિત આયોજન પણ કર્યું હતું. સમૂહ લગ્નનના આયોજન કરનાર પ્રકાશ પરમારની પોલીસે  અટકાયત કરી છે.

  • 27 May 2024 02:11 PM (IST)

    આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે

    રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે  આગાહી કરી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. પવનની ગતિ 25 થી 30ની કિમીની રહેશે. દરિયા કાંઠા વિસ્તારોમાં બફારાનો અનુભવ થશે.

  • 27 May 2024 01:17 PM (IST)

    રાજકોટ : કોર્પોરેશને શહેરમાં 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા

    રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશને કાર્યવાહી કરી છે. કોર્પોરેશને શહેરમાં 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે. શહેરના તમામ ગેમિંગ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ગેમિંગ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપશે. ફાયર સેફ્ટી, સ્ટ્રક્ચરલ, ઇલેક્ટ્રિકલ તમામ તપાસ કરવામાં આવશે. તપાસમાં શહેરના તમામ ગેમિંગ ઝોન પાસેથી ફાયર NOC મળી. તાજેતરમાં શરૂ થયેલ એકાદ ગેમિંગ ઝોન પાસે ફાયર NOC ના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કમાટીબાગમાં સુરક્ષા કારણોસર ટ્રેન અને રાઈડ્સ કોર્પોરેશને બંધ કરાવી છે.

  • 27 May 2024 01:14 PM (IST)

    રાજકોટ: અગ્નિકાંડના મૃત્યુ પામેલા વધુ 5 લોકોની થઈ ઓળખ

    રાજકોટ: અગ્નિકાંડના મૃત્યુ પામેલા વધુ 5 લોકોની ઓળખ થઇ છે. વધુ પાંચ લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાશે. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે. DNA સેમ્પલ મેચ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 27 May 2024 12:30 PM (IST)

    રાજકોટ દુર્ઘટના પર શક્તિસિંહના ભાજપ પર પ્રહાર

    રાજકોટ દુર્ઘટના પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ- ભાજપના નેતાઓ ગેમ ઝોનની મુલાકાત લેતા હતા. ભાજપના નેતાઓની સાંઠ-ગાંઠથી ગેમ ઝોન ચાલતુ હોવાનો તેમણે આરોપ લગાવ્યો. ગેમ ઝોનના માલિકોને ભાજપ સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો. 5 લોકોને સસ્પેન્ડ કરવાના બદલે મોટા અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ તેવુ તેમણે જણાવ્યુ હતુ.

  • 27 May 2024 12:29 PM (IST)

    TRP ગેમ ઝોનના કાટમાળમાંથી મળ્યા માનવ અવશેષો

    રાજકોટ અગ્નિકાંડને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TRP ગેમ ઝોનના કાટમાળમાંથી માનવ અવશેષો મળ્યા છે. ઘટનાસ્થળ પરથી મોટા ભાગનો બળી ગયેલો કાટમાળ હટાવાયો છે. હાલ પોલીસની ટીમ માટીમાં બળી ગયેલા અવશેષો શોધી રહી છે.

  • 27 May 2024 12:21 PM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં ગેસ ગળતર

    બનાસકાંઠાના પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં ગેસ ગળતરની ઘટના બની છે. ચાર દિવસ બાદ વધુ 3 લોકોને ગેસ ગળતરની અસર થઈ છે. પાલિકાએ ભંગારના ગોડાઉનને દૂર કરવા આદેશ આપ્યા છે. 108 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી. 4 દિવસ બાદ પણ પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ નોંધી. પાલનપુર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

  • 27 May 2024 12:06 PM (IST)

    અમદાવાદના 3 ગેમીંગ ઝોન પાસે NOC ન હોવાથી મનપાએ સીલ કર્યા

    રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા એક્શનમાં છે. અમદાવાદ મનપાએ ગેમીંગ ઝોનની ચકાસણી પુર્ણ કરી છે. અમદાવાદમાં નાના-મોટા કુલ 34 ગેમીંગ ઝોન છે. 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમીંગ ઝોન છે. 34 પૈકી 31 ગેમીંગ ઝોન પાસે NOC ઉપલબ્ધ નથી. 3 ગેમીંગ ઝોન પાસે NOC ન હોવાથી મનપાએ સીલ કર્યા છે. ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં ગેમ ઝોન કરાયા સીલ. ગેમ ઝોન પાસે જરૂરી લાયસન્સ ના હોવાના કારણે સીલ કરાયા છે. જરૂરી દસ્તાવેજો મેળવ્યા બાદ આ ગેમઝોન શરૂ થઈ શકશે. ગોતાના ફન ગ્રીટો,નિકોલનું ફન કેમ્પ્સ,અને ચાંદલોડિયામાં જોય એન્ડ જોય ગેમઝોન સીલ.

  • 27 May 2024 11:12 AM (IST)

    રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ

    રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ નામના વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. TRP ગેમ ઝોનમાં ભાગીદાર છે રાહુલ રાઠોડ.

  • 27 May 2024 11:09 AM (IST)

    અમદાવાદ: NIAના દેશના અનેક શહેરોમાં રાષ્ટ્ર વ્યાપી દરોડા

    અમદાવાદ: NIAએ દેશના અનેક શહેરોમાં રાષ્ટ્ર વ્યાપી દરોડા પાડ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરોમાં NIAએ દરોડા પાડ્યા. વડોદરા શહેરમાં NIAની ટીમે દરોડા પાડ્યા. NIA ની જુદી જુદી ટીમોએ વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી છે.

  • 27 May 2024 10:29 AM (IST)

    અમદાવાદ: માધવપુરા વિસ્તારની ભારત નગર સોસાયટીમાં હત્યા રાજ્ય સરકારની ઝાટકણી કાઢી,

    અમદાવાદ: માધવપુરા વિસ્તારની ભારત નગર સોસાયટીમાં હત્યા થઇ છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી ખુલ્લેઆમ હત્યા કરી. ત્રણ શખ્સોએ વિનોદભાઈ નામના વ્યક્તિને છરીના ઘા ઝિંકી હત્યા કરતો વીડિયો વાયરલ થયો છે. જૂની અદાવતના કારણે શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. હુમલામાં વિનોદભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલે સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા છે.

  • 27 May 2024 10:28 AM (IST)

    પંચમહાલ: પાવાગઢ ખાતે રોપ વે સેવા કરાઈ બંધ

    પંચમહાલ: પાવાગઢ ખાતે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. પવન વધુ હોવાથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ વે બંધ થતા દર્શનાર્થીઓને હાલાકી થઇ રહી છે. રોપવે સેવા બંધ થતા દર્શનાર્થીઓને ચાલીને જવાનો  વારો આવ્યો છે. પેસેન્જર રોપ વેની સાથે ગુડ્સ રોપ વે પણ બંધ કરાયુ છે. પવન ધીમો થશે તો રોપ વે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે.

  • 27 May 2024 10:13 AM (IST)

    અમદાવાદ: રાજકોટ ગેમીંગ ઝોન આગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ સક્રિય

    અમદાવાદ: રાજકોટ ગેમીંગ ઝોન આગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ સક્રિય થયુ છે. ફાયર સેફ્ટીને લઈને DEOની ટીમ દરેક શાળાની મુલાકાત લેશે. ફાયર સેફ્ટીનાં ઉપકરણો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે. એન્ટ્રી, એકઝિટ, અને ફાયરનાં સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરાશે. શાળા શરૂ થાય તે પેહલા ફાયર સેફ્ટીનું સર્ટીફીકેટ લેવાનું રહેશે. શાળા શરૂ થાય ત્યારે મોક ડ્રીંલ કરવાના પણ નિર્દેશ છે.

  • 27 May 2024 10:07 AM (IST)

    રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના DNA થયા મેચ

    રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના DNA મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ જાડેજા ખરેડાના DNA મેચ થયા છે. પરિવારે  યુવકના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાના પુત્રના અવસાનથી પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

  • 27 May 2024 09:03 AM (IST)

    રાજકોટ અગ્નિકાંડમાં પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

    રાજકોટ અગ્નિકાંડમાં પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર , એન્જિનિયર , માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરાયા છે.

  • 27 May 2024 07:27 AM (IST)

    રાજકોટ:TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઇમ બ્રાંન્ચને સોંપાઈ

    રાજકોટ:TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઇમ બ્રાંન્ચને સોંપાઈ છે. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમની રચના કરાઈ છે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે. અન્ય અનુભવી પોલોસ અધિકારીઓ, PI અને PSIનો તપાસ ટીમમાં સમાવેશ કરાયો છે. ટીમે 2 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

  • 27 May 2024 07:25 AM (IST)

    વડોદરા: ભાયલીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક

    વડોદરા: ભાયલીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. લૂંટારૂં ગેંગે મોનાલિસા લેકવુડ સોસાયટીમાં તાળા તોડ્યા છે. એક સાથે 3 ઘરોના તાળા તોડીને ચોરી કરી છે. ગેંગે સિક્યુરિટી ગાર્ડ પર પણ પથ્થરમારો કર્યો હતો.

Published On - 7:23 am, Mon, 27 May 24