કોસ્મો ફિલ્મ ફેસ્ટીવલમાં છવાઈ ગુજરાતી ફિલ્મ, રિલીઝ થતા પહેલા જ ‘મને લઇ જા’ ને મળ્યા 6 એવોર્ડ

|

Dec 11, 2020 | 7:50 PM

ગુજરાતી ફિલ્મ ઉધોગની ગાડી ફરી પાટા પર ચઢવા લાગી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતી દર્શકોને એક બાદ એક સારી ફિલ્મો જોવા મળી રહી છે. જોકે હાલમાં કોરોના કાળને લઇને બોલીવુડની માફક ઢોલીવુડની ફીલ્મોને પણ અસર પહોંચી છે. જેને લઇને ગુજરાતી ફિલ્મો પણ હાલમાં રીલીઝ થઇ શકી નથી. આવી જ એક ગુજરાતી ફિલ્મ ‘મને લઇ […]

કોસ્મો ફિલ્મ ફેસ્ટીવલમાં છવાઈ ગુજરાતી ફિલ્મ, રિલીઝ થતા પહેલા જ મને લઇ જા ને મળ્યા 6 એવોર્ડ

Follow us on

ગુજરાતી ફિલ્મ ઉધોગની ગાડી ફરી પાટા પર ચઢવા લાગી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતી દર્શકોને એક બાદ એક સારી ફિલ્મો જોવા મળી રહી છે. જોકે હાલમાં કોરોના કાળને લઇને બોલીવુડની માફક ઢોલીવુડની ફીલ્મોને પણ અસર પહોંચી છે. જેને લઇને ગુજરાતી ફિલ્મો પણ હાલમાં રીલીઝ થઇ શકી નથી. આવી જ એક ગુજરાતી ફિલ્મ ‘મને લઇ જા’ પણ કોરોના ની શરુઆત પહેલા શુટીંગ થઇ ચુકી હતી અને પોસ્ટ ફીલ્મ કામ પણ પુરુ કરી દેવાયુ હતુ પરંતુ કોરોનાને લઇને રીલીઝ થંભી ગઇ હતી. જોકે હવે આ ફિલ્મ રીલીઝ થાય એ અગાઉ જ હવે તેને એવોર્ડ મળ્યા છે. કોસ્મો ફિલ્મ ફેસ્ટીવલ 2020 તરફ થી ફિલ્મને છ જેટલા એવોર્ડ માટે પસંદગી થઇ છે.
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘મને લઇ જા’ પસંદગી પામી છે, જ્યારે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ નિર્દેશક તરીકે ફીલ્મના ડિરેક્ટર નિરંજન શર્માની પસંદગી થઇ છે. આ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે સંજય પટેલ, ગુજરાતી અભિનેતા તરીકે ફીલ્મના હિરો પ્રાતિશ વોરા, પારીવારીક અને બાળ ફિલ્મ તરીકે અને ખાસ જ્યુરી તરીકે પણ ફીલ્મને એવોર્ડ મળ્યો છે. આમ ગુજરાતી ફિલ્મ તરીકે ‘મને લઇ જા’ ફિલ્મને કોસ્મો ફિલ્મ ફેસ્ટીવલ દ્રારા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા ફિલ્મ રીલીઝ થયા અગાઉ જ ફિલ્મની ટીમને માટે પ્રોત્સાહન મળ્યુ છે.
ફિલ્મના નિર્દેશક નિરંજન શર્મા એ વાત ચીત દરમ્યાન કહ્યુ હતુ કે, જેનુ શુટીંગ સ્થાનિક ઉત્તર ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર શહેરમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મને છ જેટલા એવોર્ડ કોસ્મો ફીલ્મ ફેસ્ટીવલ મળ્યા છે. ફિલ્મ એક અનાથ બાળકી ઉપર છે, જેને એક મહિલા દ્રારા દત્તક લેવામાં આવે છે. એક બાળકી આધારીત આ ફિલ્મને ખાસ પ્રકારે વર્ણવવામાં આવી છે અને જેને લઇને સામાજીક અને પારીવારીક રીતે સુંદર ફિલ્મ તરીકે ઉપસી આવશે. ફિલ્મ જોકે હજુ રીલીઝ થઇ નથી. અને કોરોના કાળની અસર ઓસરવાની સ્થિતી મુજબ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે.

આમ ફિલ્મ રીલીઝ થવાની પણ ફિલ્મની ટીમ દ્રારા રાહ જોવામાં આવી રહી છે, એ દરમ્યાન જ હવે ફિલ્મને એક સાથે છ જેટલા એવોર્ડ મળવાને લઇને હવે ફિલ્મની ટીમ ખુબ પ્રોત્સાહિત થઇ છે. ફિલ્મના ડિરેક્ટર નિરંજન શર્મા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના છે અને તેઓ સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મ નિર્દેશક તરીકે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેઓ પણ કોરોના કાળનો અસ્ત થવાની રાહ જોઇ રહ્યા છે. જેથી ‘મને લઇ જા’ ફિલ્મ થીયેયર થકી દર્શકો સુધી પહોંચી શકે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:34 pm, Tue, 1 December 20

Next Article