AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2026 | 11:03 AM
Share

રાજ્યમાં હજી એક દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવા ઉપરાંત પશ્ચિમ દિશામાં ટ્રફ પણ અસરકારક બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હજી એક દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવા ઉપરાંત પશ્ચિમ દિશામાં ટ્રફ પણ અસરકારક બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

8 મેથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલના વાતાવરણના કારણે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત અનુભવાઈ રહી છે, પરંતુ આ સ્થિતિ વધુ લાંબા સમય સુધી રહેશે નહીં. આવતીકાલથી ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા છે અને તાપમાન વધીને આશરે 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

અચાનક બદલાયેલા હવામાનના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ તાપમાનમાં ફરી વધારો થવાના અનુમાનને ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવાના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદીઓ ચેતી જજો! 10 દિવસ ‘પાણી કાપ, જાણો તમારા વિસ્તારમાં શું અસર થશે? બોરવેલના ભરોસે તંત્ર! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">