રાજ્યમાં ચાર વાગ્યા સુધી બે જિલ્લામાં અપાયુ વરસાદનું રેડ એલર્ટ, મહિસાગર અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી- Video

રાજ્યમાં ચાર વાગ્યા સુધી બે જિલ્લામાં અપાયુ વરસાદનું રેડ એલર્ટ, મહિસાગર અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી- Video

| Updated on: Aug 11, 2026 | 4:50 PM

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ફરી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા બે જિલ્લામાં આજે (11 ઓગસ્ટ) બપોરના 4 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. પંચમહાલ અને મહિસાગરમાં અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં થોડો વિરામ લીધા બાદ ફરી મેઘરાજા સક્રિય થયા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે આજે 11 ઓગસ્ટે બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમા મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને લોકોને કામ વગર બહાર ન જવા તાકીદ કરાઈ છે.

આ સાથે અમદાવાદ સહિત અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.

વાત કરીએ મહિસાગર જિલ્લાની તો સવારથી અહીં મેઘરાજાની પધરામણી થઈ છે અને કોતરોમાં પાણી વહેતા થતા કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી છે. લુણાવાડા તાલુકાના સુવા ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા છે. નાયક ફળિયાના 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી આ તરફ સુવા ગામના 4 થી 5 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે અને રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ માર્ગો પર પાણી ભરાયેલા છે.

રાજ્યમાં 48 કલાક બાદ મેઘરાજા બોલાવશે ધડબડાટી, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી- Video

Published on: Aug 11, 2026 03:01 PM
Follow Us
Loading...
Unable to load recommendations.