Gujarat Video: વડોદરામાં બાળકોના જીવને જોખમમાં મુકતો ચાલક, હુડ વગરની રીક્ષામાં કરાવી સવારી
Vadodara: વડોદરાનો આ વીડિયો છે. જેમાં શહેરના અકોટા દાંડીયા બજાર રોડ પર એક રીક્ષામાં બાળકોને જોખમી રીતે સવારી કરાવવામાં આવી રહી છે. રીક્ષા પર હુડ લગાડવામાં આવ્યો નથી. આમ છતા બાળકોને ખુલ્લી રીક્ષામાં બેસાડીને ચાલક તેને હંકારી રહ્યો છે.
જોખમી મુસાફરી કરાવતા કે જોખમી વાહન હંકારવાના ઘટનાઓ ઘટવાનુ નામ જ નથી લઈ રહી. જે રીતે અકસ્માતોનુ પ્રમાણ જોવામાં આવી રહ્યુ છે, પોલીસ દ્વારા અકસ્માત ઘટાડવા અનેક પ્રયાસો કરીને માર્ગો પર કડકાઈ હાથ ધરવામાં આવી રહી છે, એમ છતાં પણ જોખમી અને બેફકરાઈ ભર્યા વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને જોખમી સવારી રીક્ષા ચાલક કરાવી રહ્યો છે.
વડોદરાનો આ વીડિયો છે. જેમાં શહેરના અકોટા દાંડીયા બજાર રોડ પર એક રીક્ષામાં બાળકોને જોખમી રીતે સવારી કરાવવામાં આવી રહી છે. રીક્ષા પર હુડ લગાડવામાં આવ્યો નથી. આમ છતા બાળકોને ખુલ્લી રીક્ષામાં બેસાડીને ચાલક તેને હંકારી રહ્યો છે. કોઈએ આ વીડિયો શૂટ કરીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ રીક્ષા ચાલકની બેદરકારી સામે રોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ Breaking News: ખુરશીદ અહેમદ વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
