GUJARAT : સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ, આ વિસ્તારમાં પણ નોંધાયો સારો વરસાદ

|

Sep 27, 2021 | 5:03 PM

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. શહેરના ભરવાડી દરવાજા, પરકોટા, ગોલવાડી દરવાજા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

GUJARAT : સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ, આ વિસ્તારમાં પણ નોંધાયો સારો વરસાદ
GUJARAT: Universal rainfall in Surendranagar, Mehsana, Bhavnagar, good rainfall also recorded in this area

Follow us on

રાજયમાં હજુપણ અનેક વિસ્તારોમાં વરસાદી મહેર યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદી મહેર રહી છે. ભારે વરસાદથી મહેસાણામાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. મહેસાણા શહેરને જોડતા 2 નાળાં પાણીમાં ગરકાવ થયાં.ભમ્મરિયા નાળા નજીક એક કાર પણ પાણીમાં ફસાઈ હતી.અનેક વિસ્તારોમાં ગોઠણ સમાણાં પાણી ભરાયાં. નાળામાં પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા હતા.

મહેસાણાના ધરોઈ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક થઇ છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે. ધરોઈ ડેમની સપાટી 603.92 ફૂટે પહોંચી છે. ધરોઇ જળાશયનું ભયજનક લેવલ 622 ફૂટ છે. ધરોઈ ડેમ હજુ પણ 19 ફૂટથી વધારે ખાલી છે.

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. શહેરના ભરવાડી દરવાજા, પરકોટા, ગોલવાડી દરવાજા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સિવાય હાંસલપુર, સોકલી, ડુમાણા, ભોજવા, ધાકડી, જુનાપાઘર, નીલકી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકયો છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મહેમદાવાદ શહેર સહિત ખાત્રજ, જીભાઈપુરા, સણ સોલી, નેનપુર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ટીટોડા, સખપર, ઢાંકણીયા, રાતકડી, ધાંધલપુરમાં વરસાદ નોંધાયો છે. અહીં બે કલાક વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.સુરેન્દ્રનગરના પાટડી, દસાડા પંથકમાં મેઘમહેર રહી છે. સાથે જ વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મૂળીમાં વરસાદ નોંધાયો છે. આમ, સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગરના ચોટીલામાં ભારે વરસાદથી પીપળીયા ગામનો કોઝ-વે ધોવાઈ ગયો, પાણીના વહેણમાં ફસાયેલી કાર લોકોએ ટ્રેક્ટરથી બાંધીને બહાર કાઢવી પડી, કોઝ-વે ધોવાઈ જતા પીપળીયાથી કોઈ વાહન ગામની બહાર જઈ શકે તેવી સ્થિતિ ન હતી, ચોટીલાથી પીપળીયા જવાનો રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,

અમરેલીમાં રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાજુલાના મુખ્ય બજાર, ઘાસીવાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાવનગરના મહુવામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ધમાકેદાર વરસાદની એન્ટ્રીની સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડકા પણ સંભળાયા હતા. ગાજવીજ સાથે આવેલ વરસાદના પગલે જાહેર માર્ગમાં પાણી ભરાયાં હતા.

તો દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Next Article