Gujarat Top News : રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન, મચ્છરજન્ય રોગચાળો કે વિવિધ જિલ્લાના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

|

Aug 27, 2021 | 4:00 PM

રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત, રાજયના નવા મુખ્ય સચિવ પદે પંકજ કુમારની વરણી, શહેરમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો તમામ મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં.

Gujarat Top News : રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન, મચ્છરજન્ય રોગચાળો કે વિવિધ જિલ્લાના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન

રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે. રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

2.રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી, 31 ઓગસ્ટે સંભાળશે ચાર્જ

રાજયના નવા મુખ્ય સચિવ પદે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. પંકજ કુમાર 1986 બેચના IAS અધિકારી છે. હાલ તેઓ રાજ્ય સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gandhinagar : રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની વરણી, 31 ઓગસ્ટે સંભાળશે ચાર્જ

 

3.અમદાવાદ રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ

બીજી લહેરમાં ગુજરાત રાજયમાં કેસમાં ઘટાડો આવતા રાજ્ય સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા અને કેરળમાંથી ગુજરાતમાં મુસાફરો આવતા રાજ્ય સરકાર અને તંત્રની ચિંતા વધી છે. જેથી બહારના રાજ્યમાંથી આવતા તમામ લોકોનુ ફરજિયાત ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

આ સમાચાર વિગતવાર વાંચો:   Ahmedabad : કેરળમાં કેસ વધતા રેલવે સ્ટેશન પર અન્ય રાજયોના મુસાફરોનું ફરજીયાત ટેસ્ટિંગ શરૂ, તો વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ

 

4.અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં થયો વધારો

શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો, ઘરે-ઘરે માંદગીના ખાટલા

 

5.કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 157 પર પહોંચી છે. જોકે રિક્વરી રેટ 98.76 ટકા પર સ્થિર થયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : કોરોના મહામારીનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા નવા 16 કેસ, મૃત્યુઆંક શૂન્ય

 

6.વિદેશમાં હીરાની માગમાં થયો વધારો, હીરા પેઢીઓના ઉઠમણાં પર અંકુશ આવ્યો

કોરોનાકાળ બાદ હવે સુરતના હીરા ઉદ્યોગની ચમક વધી છે અને હીરા પેઢીઓના ઉઠમણા પર અંકુશ આવ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ આ દાવો કરતા જણાવ્યુ કે વર્ષ 20180-19ની સરખામણીએ છેલ્લા 2 વર્ષોમાં હીરાની પેઢીઓમાં ઉઠમણાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : વિદેશોમાં હીરાની માગમાં વધારો, હીરા પેઢીઓના ઉઠમણાં પર અંકુશ આવ્યો

 

7.અંજારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, પાક સુકાતા સરકાર પાસે રાહતની કરી માગ

ગુજરાત પર જળસંકટ તોળાઇ રહ્યુ છે. કચ્છના અંજાર વિસ્તારમાં પણ ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત થયા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતું, પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે રાહતની માગ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Kutch : અંજારમાં ખેડૂતો વરસાદ લંબાતા ચિંતિત, પિયત વિસ્તારમાં પણ પાક સુકાતા સરકાર પાસે રાહતની માંગ

 

8.વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયાના 266 કેસ નોંધાતા તંત્રની વધી ચિંતા

વડોદરામાં અમદાવાદ કરતા પણ વધુ રોગચાળો ફેલાયો છે. ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના 445 અને મેલેરિયાના 51 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો વધતા હાલ તંત્રની ચિંતા વધી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: vadodara : શહેરમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા

 

9.મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

સિરામિક ઉદ્યોગોનું કેન્દ્ર ગણાતા મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ જોવા મળ્યો છે. નેચરલ ગેસના ભાવમાં એકાએક 5 રૂપિયાનો વધારો ઝીંકાતા મોરબી સિરામિક એસોસિયેશને 200 જેટલા એકમોમાં એક મહિના માટે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Morbi : નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય

 

10.રાજકોટમાં RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમટેક્સનો સર્વે યથાવત

શહેરના જાણીતા RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમ ટેક્સનો સર્વે યથાવત છે. મોડીરાત સુધીમાં 45 સ્થળો પૈકી 50 ટકા સ્થળો પર તપાસ પૂર્ણ થશે. આ ઉપરાંત કરોડો રૂપિયાના બિનહિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે. સોના અને મિલકતોના વેલ્યુએશનની કામગીરી ઇન્કમ ટેક્સ વિભાગે શરૂ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમટેક્સનો સર્વે યથાવત

Next Article