1.CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી
રક્ષાબંધનની ઉજવણી માટે મુખ્યમંત્રી નિવાસ્થાને વિશેષ આયોજન કરાયું હતું. વિભાવરી દવે સહિતના મહિલા મંત્રીઓએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધીને આ પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી
2.રક્ષાબંધન નિમિત્તે સીએમ રૂપાણીને રાખડી બાંધતા ભાવુક થયા જશીબહેન
રક્ષાબંધનના પવિત્ર દિવસે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા આવેલા જશીબહેને ભાવુક થઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનાસભર નિર્ણયના ભારોભાર વખાણ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આટલી બારીકાઈથી નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખી આ મારા ભાઈ નિર્ણયો લઈ રહ્યા છે.
આ સમાચાર વિગતવાર વાંચો: રક્ષાબંધન નિમિત્તે સીએમ રૂપાણીને રાખડી બાંધતા ભાવુક થયા જશીબહેન, કહ્યું મારું બંધ પેન્શન મારા ભાઈએ ચાલુ કર્યું
3.સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ
સુરત શહેર અને જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાશી તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો,જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં અને સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.તો સુરત શહેરમાં પોણા ઇંચ અને ડેડિયાપાડામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે.
આ સમાચાર વિગતવાર વાંચો: SURAT સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
4.સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરોને ભેટ, 7માં પગારપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે
રાજ્યમાં સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો તથા GMERS મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પરાગપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે.
આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરોને ભેટ, 7માં પગારપંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે
5.અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સંખ્યાબંધ કેસની સામે સોલા સિવિલમાં માત્ર 2 કેસ બારી
સોલા સિવિલ હોસ્પીટલમાં મચ્છરજન્ય રોગોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં માત્ર સાત દિવસની અંદર ડેન્ગ્યુના 42 અને ચિકન ગુનીયાના 12 કેસ સામે આવ્યા છે. પરંતુ સોલા સિવિલમાં માત્ર 2 કેસ બારી હોવાથી લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ સમાચાર વિગતવાર વાંચો: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સંખ્યાબંધ કેસની સામે સોલા સિવિલમાં માત્ર 2 કેસ બારી
6.અમરેલી જિલ્લાના છ ડેમમાં પાણીની આવક વઘતા દરવાજા ખોલાયા
ગુજરાતમાં અમરેલી જિલ્લાના 6 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે 6 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ છ ડેમોમાં ઠેબી, ધાતરવડી 1-2, સૂરજવડી ડેમ તથા દેદુમલમાં પાણીની આવક વધી છે. જેમાં હાલ સપાટી જાળવવા ઠેબી ડેમમાંથી 2,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Amreli જિલ્લાના છ ડેમમાં પાણીની આવક વઘતા દરવાજા ખોલાયા
7.ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો, 5 શખ્સો સામે ગુનો દાખલ
ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં એક યુવક પર 5 યુવકોએ હુમલો કરતા ઘટના બની હતી. ઉશ્કેરાયેલો હુમલાખોર યુવકોને રોકવા જતા ડોક્ટર અને પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. હાલ,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર વિગતવાર વાંચો: Banaskantha: ધાનેરામાં મેડિકલ ઓફિસર અને પોલીસકર્મીઓ પર હુમલો, 5 શખ્સો સામે ગુનો નોંધાયો
8.જ્વેલરીમાં હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ, 10 હજાર જેટલા જવેલર્સ હડતાળ કરશે
જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સ ટોકન હડતાળ પર જશે. 23મીને સોમવારે અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ આ હડતાળમાં જોડાશે.
આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : જ્વેલરીમાં હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ, 10 હજાર જેટલા જવેલર્સ હડતાળ કરશે
9.શહેરમાં જાહેર માર્ગો પર ખાડા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ
ભાવનગરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સામાન્ય વરસાદમાં પણ રોડ પર ભારે ખાડા પડ્યા છે. જેને લઈ સ્થાનિકો અને વિપક્ષ મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ સમાચાર વિગતવાર વાંચો: BHAVNAGAR : શહેરમાં જાહેર માર્ગો પર ખાડા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ
10.સુરેન્દ્રનગરમાં પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લાખાવડ ગામે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ઝડપાયો છે. સાયલા તાલુકાના લાખાવડ ગામે પથ્થરની ખાણમાં ગેરકાયદે ધમધમતા બાયો ડીઝલના પંપ પર પોલીસે રેડ કરી હતી. પોલીસે ખાણ વિસ્તારમાં રેડ કરતા દસ હજાર લીટર બાયો ડીઝલ, ઇલેકટ્રીક મોટર, પંપ સહિત રૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમાચાર વિગતવાર વાંચો: SURENDRANAGAR : પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત
Published On - 6:55 pm, Sun, 22 August 21