Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, વરસાદ કે ગણેશ પર્વની ઉજવણીને લગતા મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં

|

Aug 25, 2021 | 4:29 PM

રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધ, ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, વરસાદ કે ગણેશ પર્વની ઉજવણીને લગતા મહત્વના સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર સામસામે, શિક્ષકોએ સર્વેક્ષણ રદ્દ કરવાની કરી માંગ

રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ સર્વેક્ષણના મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આ સર્વેક્ષણને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. જેને લઈને શિક્ષક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ સમાચાર વિગતવાર વાંચો : શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર સામસામે, શિક્ષકોએ સર્વેક્ષણ રદ્દ કરવાની માંગ કરી

 

2. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં છે”

શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધને લઈને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણી સ્પષ્ટતા કરી હતી. શિક્ષણપ્રધાને કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. વધુમાં કહ્યું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :  GANDHINAGAR : શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં છે

 

3. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોઈ શકે છે. કુલ 27.83 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષ 1,14,193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :  Gujarat : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ જાહેર

 

4. અમદાવાદમાં 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વની ઉજવણીને મંજૂરી, જો કે સાર્વજનિક પંડાલને લઈને અસમંજસ

ગણેશ પર્વને થોડા દિવસ બાકી રહ્યા છે. જે ગણેશ પર્વને લઈને દોઢ મહિના પહેલા બજારોમાં મૂર્તિ બનાવવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે આ વર્ષે કોરોનાને કારણે પર્વના એક મહિના પહેલા જ 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વ ઉજવવા સરકાર તરફથી છૂટછાટ અપાતા લોકોમાં ખુશી વ્યાપી છે પણ સાર્વજનિક પંડાલને લઈને પોલીસ દ્વારા મંજુરી નહીં અપાતા તેમજ સરકાર તરફથી કોઈ જાહેરનામું નહીં હોવાને લઈને પંડાલ કરતા લોકોમાં અસમંજસ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :  Ahmedabad : 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વની ઉજવણીને મંજૂરી, જોકે સાર્વજનિક પંડાલને લઈને અસમંજસ, માટીની મૂર્તિની ડિમાન્ડમાં વધારો

 

5. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :  Gujarat : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી, કયાં કેટલો વરસાદ પડયો ?

 

6. અભિનેતા મિલિંદ સોમનની મુંબઈથી કેવડિયા સુધીની 450 કિ.મી.ની દોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસના રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન થાય છે. જેનાથી પ્રેરિત થઈને બોલિવુડ અભિનેતા મિલિંદ સોમન એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઈથી 8 દિવસમાં 450 કિલોમીટર કાપીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ સમાચાર વિગતવાર વાંચો :   Narmada : અભિનેતા મિલિંદ સોમનની મુંબઇથી કેવડિયા સુધીની 450 કિ.મી.ની દોડ

 

7. વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

પ્રસિદ્ધ વીરપુર મંદિર જન્માષ્ટમીના તહેવાર પર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે મંદિર બંધ રહેશે. 2 સપ્ટેમ્બરથી ભક્તો રાબેતા મુજબ જલારામ બાપાના દર્શન કરી શકશે.

આ સમાચાર વિગતવાર વાંચો :Rajkot : વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

 

8. શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તો ઉમટયા

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારના સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તો ઉમટ્યા હતા. દેશભરમાંથી આવેલા ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો : Girsomnath : શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તો ઉમટયાં

 

9. રાજકોટમાં તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવ આસમાને, ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણા ભાવ

શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે તહેવારો ટાણે જ ખાદ્યતેલમાં બેથી ત્રણ ગણો ભાવ વધારો થતાં શહેરના મધ્યમવર્ગીય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે. શહેરમાં સિંગતેલ અને કપાસિયા તેલ સૌથી વધુ ખવાય છે, ત્યારે 15 કિલોના ભાવ જોઈએ તો સિંગતેલમાં એક વર્ષમાં રૂ.790 અને કપાસિયામાં રૂ.1100નો ભાવ વધારો થયો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :  RAJKOT : તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવ આસમાને, ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણા ભાવ

 

10. VNSGUના ખાસ પદવીદાન સમારોહમાં 4,622 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ., PHD અને ડિપ્લોમા અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે, તેવા વિદ્યાર્થીઓને આગામી ખાસ પદવીદાન સમારોહમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે 4,622 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :Surat : NSGUના ખાસ પદવીદાન સમારોહમાં 4622 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે

Published On - 5:43 pm, Mon, 23 August 21

Next Article