Gujarat Top News : રાજયના રાજકારણ, રથયાત્રા, વરસાદ સહિતના મહત્વના સમાચારો જાણો એક કિલકમાં

|

Jul 11, 2021 | 7:13 PM

રાજયના રાજકારણમાં શું થઇ હલચલ ? કોંગ્રેસ દ્વારા કયાં-કયાં થયા વિરોધ પ્રદર્શનો ? રાજયમાં કેટલા વિસ્તારોમાં વરસાદીમાહોલ છવાયો. આ તમામ સમાચારો જાણો.

Gujarat Top News : રાજયના રાજકારણ, રથયાત્રા, વરસાદ સહિતના મહત્વના સમાચારો જાણો એક કિલકમાં
Gujarat Top News

Follow us on

1.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં 215 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.જ્યાં બોપલ ખાતે 192.38 કરોડના ખર્ચે તૈયાર થયેલા 9 વિવિધ પ્રકલ્પોને લોકઉપયોગ માટે ખુલ્લા મુકાયા. તો પશ્ચિમ વોર્ડના નવા વાડજ ખાતે 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા મનપા સંચાલિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરનું અમિત શાહે લોકાર્પણ કર્યું. તો વેજલપુર ખાતે અમિત શાહે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું.

2.CM વિજય રૂપાણી સુરતના પાલ-ઉમરાને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યું. આ નિમિતે તેઓએ ખજોદમાં ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે પુલના નિર્માણથી સ્થાનિકોને ટ્રાફિકમાં સરળતા રહેશે.

3.યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વતન વિજાપુરના ખરોડની મુલાકાત લીધી હતી. અહીં, આનંદીબેન પટેલે રામજી મંદિર માટે 11 લાખનું દાન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

4.અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આજે જગન્નાથ મંદિર પરિસરમાં રથ પૂજન કરાયું. સાથે જ પ્રભુના સોનાવેશમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નોંધનીય છેકે આજે સાંજે CM સંધ્યા આરતીના દર્શન કરશે.

5.ભાવનગર શહેરમાં આવતીકાલે રાજ્ય સરકારની મંજૂરી મળતા રથયાત્રા શહેરના માર્ગો પર પસાર થવાની છે. ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા સમિતિ દ્વારા મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

6.જામનગરમાં સતત પાંચમાં દિવસે મોંઘવારી સામે કોંગ્રેસનું પ્રદર્શન યોજાયું હતું. અહીં, કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના બાટલા અને બાઈકની નનામી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરોની પોલીસ સાથે રકઝક થઇ હતી.

7.કચ્છના ભુજમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભુજ ખાતે કોંગ્રેસ દ્વારા બેનરો સાથે સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વિરોધ કરતા 20 કાર્યકરોની અટકાયત કરી હતી.

8.અમરેલીના દરિયાકાંઠા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજુલા અને જાફરાબાદના ગામડામાં વરસાદી ઝાપટા પડયા છે. તો ગીર સોમનાથમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. અહીં, તાલાલાના અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકા અને જેતપુર શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

9.વડોદરાના સુરસાગર તળાવમાં મોટી માછલીઓ મૃત હાલતમાં મળી હતી. થોડા દિવસ પહેલા અહીં કાચબા મૃત હાલતમાં મળ્યા હતા. આ બનાવને પગલે તળાવના પાણીની શુદ્ધતા સામે સવાલ ઉઠી રહ્યાં છે.

Published On - 6:26 pm, Sun, 11 July 21

Next Article