Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

|

Jul 04, 2021 | 3:10 PM

Gujarat Brief News : જાણો, કેન્દ્રીય પ્રધાને ક્યા વેક્સિન ઉત્યાદન સ્થળની લીધી મુલાકાત, ક્યા શહેરમાં કોરોના નિયમોને મુકાયા નેવા, ક્યા શહેરમાં વેક્સિન માટે ઉમટી ભીડ, ક્યા શહેરમાં અપાશે કચરો વિણનારને ઓળખકાર્ડ ,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો,ગુજરાતના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Follow us on

1.અમદાવાદમાં ભાજપની કારોબારી બેઠક યોજાઈ

અમદાવાદમાં ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રસીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શહેર પ્રમુખ અમિત શાહે કહ્યુ હતું કે, ત્રણ-ચાર દિવસમાં રસીકરણ માટે સંગઠનની રચના કરવામાં આવશે. ઉપરાંત, આ બેઠકમાં રસીકરણને લઇને લોકોને જાગૃત કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

2.રશિયન રસી સ્પુતનિક-Vનું ગુજરાતમાં આગમન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં પ્રથમ તબક્કામાં સુરત અને અમદાવાદની હોસ્પિટલને રસીના 1200 ડોઝ આપવામાં આવશે. જેમાંથી ગઇકાલે પ્રથમ દિવસમાં અમદાવાદના 155 અને સુરતમાં 70 લોકો એમ મળીને કુલ 225 લોકોએ સ્પુતનિક-V રસી લીધી હતી.

3.અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેક પાર્કની લીધી મુલાકાત

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમણે તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન અંગે માહિતી મેળવી હતી. નોંધનીય છેકે ઝાયડસ કંપની દ્વારા હાલ ઝાયકોવ-ડી રસી તૈયાર કરવામાં આવી રહી છે. જે મામલે જાણકારી મેળવવા કેન્દ્રીય પ્રધાન કંપનીની મુલાકાતે આવ્યા હતા.

4.સુરતમાં હવે કચરા વીણનારા લોકોને પણ અપાશે આઈકાર્ડ

સુરત શહેરમાં છૂટક કચરો વીણતાં અને મહાનગરપાલિકાની સૂકો તેમજ ભીના કચરાના સેગ્રીગેશન પર કામ કરતા રેક પિકર્સને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા આઈકાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5.અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓને રોકવા ઓથોરિટીએ એક્શન પ્લાન કર્યો તૈયાર

ગુજરાતમાં ચોમાસુ શરૂ થતાં જ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ વધી રહી છે. અનેક પ્રયત્ન કર્યા છતાં એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના અટકાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે, આવી બર્ડ હીટની ઘટનાઓ રોકવા અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

6.સાબરકાઠામાં ગાંઠીયોલના જવાનને “ગાર્ડ ઓફ ઓનર” સાથે અંતિમ વિદાય અપાઈ

સાબરકાંઠા જીલ્લાના ગાંઠીયોલ ગામના આર્મી જવાનનું નિધન ફરજ દરમ્યાન થયુ હતુ. આકસ્મિક કારણોસર જવાન જયદિપસિંહ જેતાવતનું નિધન થતા, તેમના પાર્થિવ દેહને વતન ગાંઠીયોલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

7.અમદાવાદમાં 144મી રથયાત્રાને લઇને તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતા રથયાત્રા રૂટ પર પેરામિલેટ્રી ફોર્સ, એસઆરપી અને સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું. ઉપરાંત રથયાત્રાને લઇને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

8.સુરતમાં પહેલીવાર લઘુમતી સમાજ માટે યોજાયો રસીકરણ કેમ્પ

સુરતમાં પહેલીવાર લઘુમતી સમાજ માટે રસીકરણ કેમ્પ યોજાવામાં આવ્યો હતો. મનપાના લીંબાયત ઝોન અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો.

9.અમદાવાદમાં રજાના દિવસે રસી કેન્દ્રો પર ઉમટ્યા લોકો

અમદાવાદમાં આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી, લોકો રસી મેળવવા માટે સવારથી જ રસી કેન્દ્રો ઉપર ઉમટી પડેલા જોવા મળ્યા હતા. શનિવારે એક જ દિવસમાં અમદાવાદમાં 40 હજારથી વધુ લોકોએ રસી લીધી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 2,43,3859 નાગરિકોએ પ્રથમ ડોઝ જ્યારે 58,0467 નાગરિકોએ બંને ડોઝ લીધા છે.

10.બનાસકાંઠાના ભરકાવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા

બનાસકાંઠાના ભરકાવાડા ગામે કોરોના ગાઈડલાઈનના ધજાગરા જોવા મળ્યા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભેગા થયેલા લોકો કોરોના નિયમોને નેવે મુકીને ભીડ કરતા જોવા મળ્યા. આ ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

Published On - 3:07 pm, Sun, 4 July 21

Next Article