Gujarat Top News : રાજ્યના વિવિધ શહેરોમાં નીકળેલી, ભગવાન જગન્નાથની રથયાત્રાના તમામ મહત્વના સમાચાર

|

Jul 12, 2021 | 2:44 PM

જાણો, રાજ્યમાં અમદાવાદ શહેરમાં કેવી રીતે નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, સુરતમાં શા માટે તુટી વર્ષો જુની પરંપરા, રાજકોટમાં કેવી રીતે નીકળી નાથની રથયાત્રા તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : રાજ્યના વિવિધ શહેરોમાં નીકળેલી, ભગવાન જગન્નાથની રથયાત્રાના તમામ મહત્વના સમાચાર
Gujarat Brief News

Follow us on

1.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથના રથની પહિંદ વિધિ કરી

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને 144ની ઐતિહાસિક રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે. ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.

2.ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં અમિત શાહે આપી હતી હાજરી

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાં હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી. સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી.

3.મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિમિતે મંદિરના મહંત દિલીપદાસજી પ્રસાદ તરીકે લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. લોકોમાં માસ્ક અંગે જાગુતિ લાવવા માટે ભગવાનનાં રથને પણ માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.

4. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા 4 કલાકમાં નગરચર્યા બાદ નિજ મંદિર પહોંચી હતી

આ વખતે જગતના નાથની રથયાત્રાની શરતી મંજુરી મળી હતી. પ્રજા અને પોલીસની સંયુક્ત સમજદારીને કારણે 3 કલાક 40 મિનિટમાં આ રથયાત્રાના પૂર્ણ થઈ હતી.અને ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા હતા.

5.અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા જગન્નાથ મંદિરના મહંતે માન્યો આભાર

અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. 3 કલાક 40 મિનિટમાં જ આ રથયાત્રા પૂર્ણ થઇ હતી. ત્યારે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે નાગરિકો, મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી, કમિશ્નર, પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો.

6.144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા, ગૃહ રાજ્યમંત્રીએ કર્ફ્યુ હટાવવાની કરી હતી જાહેરાત

પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં લીધે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન થઇ હતી. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરી હતી.

7.મુખ્યપ્રધાને કચ્છી નવા વર્ષની પાઠવી શુભકામના, કચ્છવાસીઓ માટે કરી ખાસ જાહેરાત

મુખ્યપ્રધાને કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારના પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને નર્મદાના આ જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

8. સુરતમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે

દર વર્ષે અષાઢી બીજના દિવસે સુરતમાં છ રથયાત્રાઓ અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જોકે કોરોના સમયમાં ગયા વર્ષે પણ આ રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ તંત્રની કડક ગાઇડ લાઇનને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પણ માત્ર મંદિરના પરિસરમાં જ તમામ રથ ફેરવવામાં આવશે.

9. દાહોદ જિલ્લામાં 44મી રથયાત્રા નીકળી, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું મામેરું કરાયું

દાહોદ જિલ્લામાં 44મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને ભક્તોને પોતાના ઘરે રહીને જ દર્શન કરવા અપીલ કરી હતી. ઉપરાંત, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથનું મામેરું પણ કરવામાં આવ્યું હતુ.

10. રાજકોટમાં કોરોનાની ગાઇડલાઇન વચ્ચે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 

રાજકોટમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભગવાન જગન્નાથની 14મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Rathyatra 2021 :144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા મંદિરના મહંતે માન્યો આભાર

.

આ પણ વાંચો : Bhavnagar : જય જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી

Next Article