‘વાયુ’ વાવાઝોડાએ વળાંક લોધો અને રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદની શરૂઆત

|

Jun 13, 2019 | 11:31 AM

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના 28 જિલ્લાના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 37 તાલુકામાં 12 મીલી મીટર એટલે કે અડધા ઇંચથી લઇ 45 મીલી મીટર વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું […]

વાયુ વાવાઝોડાએ વળાંક લોધો અને રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં વરસાદની શરૂઆત

Follow us on

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના 28 જિલ્લાના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 37 તાલુકામાં 12 મીલી મીટર એટલે કે અડધા ઇંચથી લઇ 45 મીલી મીટર વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45 મી.મી, સરસ્વતી તથા હારિજમાં 16 મી.મી, પાટણમાં 18 મી.મી, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33 મી.મી., પાલનપુરમાં 17 મી.મી., દિયોદરમાં 14 મી.મી., દાંતા અને ડિસામાં 12-12 મી.મી., સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43 મી.મી., હિંમતનગરમાં 34 મી.મી., ઇડરમાં 22 મી.મી., ખેડબ્રહ્મામાં 21 મી.મી., તલોદમાં 21 મી.મી., વડાલીમાં 18 મી.મી. અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38 મી.મી., વિસનગરમાં 36 મી.મી., વડનગરમાં 21 મી.મી., મહેસાણામાં 22 મી.મી. અને ઉંઝામાં 11 મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 મી.મી. અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article