GUJARAT : દેશમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તાજમહલ, SOU ખાતે પણ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

|

Mar 16, 2021 | 1:14 PM

GUJARAT : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે માત્ર અઢી વર્ષના સમયગાળામાં અત્યાર સુધી 50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આવ્યા છે.

GUJARAT : દેશમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તાજમહલ, SOU ખાતે પણ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

Follow us on

GUJARAT : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે માત્ર અઢી વર્ષના સમયગાળામાં અત્યાર સુધી 50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આવ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવકુમાર ગુપ્તાએ ટ્ટવીટ કરી આ માહિતી આપી હતી. કોરોનાકાળમાં બંધ રહ્યા બાદ ફરી સ્ટેચ્યૂ ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. તો સાબરમતી આશ્રમમાં વર્ષે સરેરાશ 7 લાખ મુલાકાતીઓ આવે છે. સોમનાથ મંદિરના દર્શન માટે અંદાજે દર મહિને 2થી 3 લાખ ભક્તો આવે છે.

પ્રવાસન વિભાગના 2020ના આંકડા મુજબ, ગુજરાતમાં 2019માં કુલ 5.88 કરોડ પ્રવાસીઓએ આવ્યા છે. જે દેશના કુલ પ્રવાસીઓના 2.5 ટકા છે. આ આંકડો 2017માં 4.83 કરોડ જ્યારે 2018માં 5.43 કરોડ હતો. વર્ષે સરેરાશ 5 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવે છે. દર વર્ષે ગુજરાતમાં આવતા પ્રવાસીઓમાં 8થી 10 ટકાનો ગ્રોથ રેટ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ 15-20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આગામી વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ 1 લાખ પ્રવાસીઓ મુલાકાતે લે તે દિવસો હવે દુર નથી.

તાજમહલ સૌથી આગળ
દેશમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોય એવા સ્થળોમાં આગ્રાનો તાજમહલ સૌથી ટોચ પર છે. 2018-19માં 56 લાખ પ્રવાસીઓ તાજમહલ આવ્યા હતા. 34 લાખ લોકોએ લાલ કિલ્લો, 26 લાખ લોકોએ કુતુબ મિનાર, 24 લાખ લોકોએ કોણાર્ક સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.

Published On - 12:56 pm, Tue, 16 March 21

Next Article