Gujarati NewsGujaratGujarat state upper caste reservation student facing problems anamat to mli gyi pern gujarat ma umedvaro sarkari office na dhakka khay chhe
અનામત તો મળી ગઈ પણ ગુજરાતમાં ઉમેદવારો સરકારી ઓફિસના ધક્કા ખાય છે, જાણો કેમ?
સરકાર દ્વારા 10 ટકા અનામત વર્ગની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ પોતાના સર્ટીફિકેટ માટે ધક્કા ખાય રહ્યાં છે અને અવ્યવસ્થાને લીધે તેમને તકલીફ થઈ રહી છે. સુરતમાં પણ આ સમસ્યા સર્જાઈ છે. બિન અનામત જાતિઓનો જે સમાવેશ કર્યો છે. તેના માટે પ્રમાણપત્ર લેવા માટે અવ્યવસ્થા સર્જાય છે. વિદ્યાર્થીઓને જાણે સરકારે ધક્કે ચડાવી […]
સરકાર દ્વારા 10 ટકા અનામત વર્ગની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ પોતાના સર્ટીફિકેટ માટે ધક્કા ખાય રહ્યાં છે અને અવ્યવસ્થાને લીધે તેમને તકલીફ થઈ રહી છે. સુરતમાં પણ આ સમસ્યા સર્જાઈ છે.
બિન અનામત જાતિઓનો જે સમાવેશ કર્યો છે. તેના માટે પ્રમાણપત્ર લેવા માટે અવ્યવસ્થા સર્જાય છે. વિદ્યાર્થીઓને જાણે સરકારે ધક્કે ચડાવી દીધા છે. સુરતમાં બહુમાળી ખાતે એક જ માત્ર કચેરી છે કે જ્યાં બિનઅનામત માટેનું સર્ટિફિકેટ આપવા આવે છે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ મંગળવારે જ ફોર્મ આપવામાં આવે છે. ક્યારેક 70 તો કયારેક 100 ફોર્મ આપવામાં આવે છે પછી વિદ્યાર્થીઓ ફોર્મ લેવા જાય તો ફોર્મ ન હોવાનું કહેવામાં આવે છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ફોર્મ લેવા માટે અને સર્ટિફિકેટ લેવા માટે ફરજીયાત વિધાર્થીઓએ જ આવવાનું એવો આગ્રહ રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ સુરતની બહાર અભ્યાસ કરતા હોય તેમને ફરજીયાત અભ્યાસ પડતો મૂકીને મોટો ખર્ચ કરીને આવવું પડે છે. તેમાં પણ વધુ લાઇન હોય તો ફોર્મ મળતા નથી. કચેરીની બહાર લાંબી કતાર લાગી હોય છે અને ફોર્મ મળતા નથી.ત્યારે વિધાર્થીઓની માગ છે કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જે-તે ઝોનમાં સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓની હાલાકી ઓછી થાય.