ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળની પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઇનથી કાયદાકીય જાગૃતિનો ભગીરથ પ્રયાસ

|

Oct 26, 2021 | 5:55 PM

આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આકાશવાણી, વિવિધ રેડીયો ચેનલ તથા દુરદર્શન પર આ કેમ્પેઈન દરમ્યાન વિવિધ તારીખોએ કાનૂની સેવા સત્તામંડળો દ્વારા આપવામાં આવતી મફ્ત

ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળની પાન ઈન્ડીયા અવેરનેસ  એન્ડ આઉટરીચ કેમ્પેઇનથી કાયદાકીય જાગૃતિનો ભગીરથ પ્રયાસ
Gujarat State Legal Services Authority conduct Pan India Awareness and Outreach Campaign for Legal Awareness

Follow us on

ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમુર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,(નાલસા) નવી દિલ્હીના એકઝીક્યુટીવ રોરમેન યુ.યુ, લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિ:શુલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે દિવસનું “પાન ઈન્ડિયા એવરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઇન” ૦૨/૧૦/૨૦૨૧ થી તા. ૧૪/૧૧/૨૦૨૧ દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે.

આ અંતર્ગત ગુજરાત રાજયમાં આવેલ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ તથા માનનીય મુખ્ય ન્યાયમુર્તિથી અરવિંદકુમાર તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ આર.એમ. છાયા સાહેબ તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના રોરમેન, ન્યાયમુર્તિ સોનીયાબેન ગોકાણીના સતત માર્ગદર્શન હેઠળ આ કેમ્પેન સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામોમાં જે તે જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકાની તાલુકા સેવા સમિતિઓ મારફતે હાથ ધરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલીન્ટીયર્સ, લો સ્ટુડન્સ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે આંગણવાડી બહેનો વગેરે મારફતે આ અંગે ગામે ગામ ડોર ટુ ડોર કેમ્પેઈન મોબાઈલ વાન મારફતે હાથ ધરવામાં આવી રહેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અને આ કેમ્પેઈન દ્વારા લોકોને મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે જાગૃત કરવામાં આવી રહેલ છે. તદ્ઉપરાંત સામાન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પત્નો અંગે કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કેમ્પેઈનમાં રાજયના તમામ જિલ્લાના જિલ્લા ન્યાયાધિશશ્રીઓ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનાઓ પણ સંનિષ્ઠ પ્રયાસો કરી રહેલ છે અને વધુમાં વધુ કાનૂની જાગૃતિ ફેલાય તે માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વૉલીટીયર્સની ટીમ તબકકાવાર ત્રણ વખત જઈ લોકોને તેઓના કાનૂની અધિકાસેથી જાગૃત કરે તેમ છે.

તા. ૦૨/૧૦/૨૦૨૧ થી તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં ગામે ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પેઈન કરી. આજ સુધી પ્રથમ તબકકામાં તમામ ૧૮૫૪૧ ગામડા તથા બીજા તબકકાનાં ૫૫૫ ગામડા ફરી કુલ ૨,૨૧,૪૫,૯૭૦ લાભાર્થીઓનો લોક સંપર્ક કરેલ છે અને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ આ સમય દરમ્યાન ૧૧૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો ૧૦૬૯૮ ગામડાઓમાં યોજી ૧૪,૪૫,૭૦૫ લાભાર્થીઓને કાનૂની પ્રશિક્ષણ પુરૂ પાડેલ છે. તેમજ ૩૪૭ મોબાઈલ વાનનો ઉપયોગ કરી સમગ્ર રાજયમાં ૭૪ ગામડા ફરી ૬૦,૮૨,૮૮૫ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ ૭૦૩ લીગલ એઈક કલીનીકમાં ૭૩૯ કાનૂની જાગૃતિ યોજ,૫૪,૫૩૦ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે.

વધુમાં સોશીયલ મીડીયા પ્લેટફોર્મ જેવા કે, ફેસબુક, યુ ટ્યુબ, ટી.વી. રેડીયોના માધ્યમથી ૬૬૦ જાગૃતિ કાર્યક્રમો યોજી ૩,૦૧,૧૪,૪૩૮ લાભાર્થીઓતો મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં વિવિધ તારીખોએ મેગા લીગલ સર્વીસીસ કેમ્પ, એકઝીબીશન, રેલી, સ્ટૉલ વિગેરેનું આયોજન કરી ૨૮૪ પોગ્રામ યોજી ૨૧૪૬૯૩૯ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાચતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. આમ કુલ ૩૭૩૭ વિવિધ કાર્યક્રમો યોજી રાજયના તમામ ગામડાઓમાં ફરી મહતમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે.

આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ધ્વારા આકાશવાણી, વિવિધ રેડીયો ચેનલ તથા દુરદર્શન પર આ કેમ્પેઈન દરમ્યાન વિવિધ તારીખોએ કાનૂની સેવા સત્તામંડળો દ્વારા આપવામાં આવતી મફ્ત અને અસરકારક કાનૂની સેવાઓ તથા સામાન્ય વ્યકિતને સ્પર્શે તેવા કાનૂની વિષયો ઉપર કાયદાના નિષ્ણાતો મારફતે ટોકશોનું (સવાલ-જવાબ)નું આયોજન કરેલ છે, જે અન્વયે પણ મહત્તમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને તેમના અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો એક સુંદર અભિગમ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરાંત અન્ય દૃશ્ય,શ્રાવ્ય માધ્યમો યકી પણ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ સોશિયલ મીડીયા એપ, રેડીયો ચેનલ, ડીઝીટલ મીડીયા વિગેરે થકી કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, ૧૯૮૭ હેઠળ કોને અને કેવી રીતે કાનૂની સહાય મળી શકે તેની જાણકારી આપવામાં આવે છે. સદર પ્રેસ નોટના માધ્યમથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ માાનનીય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર, ચીફ જસ્ટીશ ગુજરાત હાઇકોર્ટે તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ આર.એમ. છાયા સાહેબ તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમુર્તિ સોનીયાબેન ગોકાણી દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે.

Next Article