Gujarat Board 10th Result 2021 : ગુજરાતમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 17186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો, બોર્ડની વેબસાઈટ ઠપ્પ

|

Jun 30, 2021 | 12:22 PM

GSEB SSC Results 2021 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવેલા વિધાર્થીઓનું આજે રાત્રે 8 વાગે પરિણામ(Result) જાહેર કર્યું હતું.

Gujarat Board 10th Result 2021 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે(GSEB) ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવેલા વિધાર્થીઓનું આજે રાત્રે 8 વાગે પરિણામ (Result) જાહેર કર્યું હતું.

જેમાં બોર્ડની યાદીના જણાવ્યા અનુસાર ધોરણ 10નું પરિણામ ( Gujarat Board 10th Result 2021 ) માત્ર શાળા જોઇને તેને ડાઉનલોડ કરી શકશે. તેમજ વિધાર્થીઓને રિઝલ્ટ આપવાની જવાબદારી જે તે શાળાની રહેશે. જેમાં  ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં  પરિણામ  પરથી તૈયાર કરવામાં આવ્યું છે.  આ રિઝલ્ટ GSEB,ORG વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 10નુા જાહેર કરાયેલા પરિણામમાં  ( Gujarat Board 10th Result 2021 ) બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 17186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો  છે તો 173732 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપી પાસ કરાયા, 57362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો. જો કે બોર્ડની વેબસાઈટ જ ઠપ્પ થઈ જતા શાળાઓને પરિણામ જોવામાં મુશ્કેલી પડી રહી છે. સર્વર ડાઉન હોવાને કારણે વેબસાઈટ ખુલી ન રહી હોવાની સમસ્યા સામે આવી છે.

સંસ્કૃત વિષયમાં સૌથી વધુ 35036 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા છે તો  17186 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે બોર્ડમાં ટોપરમાં સ્થાન મેળવ્યું. બીજા ક્રમે સામાજિક વિજ્ઞાનમાં 27913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે. ગણિત વિષયમ 26809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે તો વિજ્ઞાન વિષયમાં 20865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે.  ગણિત, વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં સૌથી વધારે A1 ગ્રેડ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.

ધોરણ.10ના 8 લાખ 60 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જોકે વિદ્યાર્થીઓએ જે તે સ્કૂલમાંથી જ પોતાનુ પરિણામ મેળવવાનું રહેશે તો સ્કૂલોએ પણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને માર્કશીટ તૈયાર કરીને આપવાની રહેશે.

બોર્ડના પરિણામની વાત કરીએ તો ઇતિહાસમાં પ્રથમવાર 17 હજાર 186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે જ્યારે 57 હજાર 362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે તો 1 લાખ 973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે, જ્યારે 1 લાખ 50 હજાર 432 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે.

આ વર્ષે ધોરણ 10ના જાહેર થયેલા પરિણામ ( Gujarat Board 10th Result 2021 ) મુજબ, 1 લાખ 73 હજાર 732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક દ્વારા પાસ કરાયા છે. તો આ તરફ સૌથી વધુ સુરતમાં 2 હજાર 991 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે રાજકોટના 2 હજાર 56 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે જ્યારે અમદાવાદ ગ્રામ્યના 1,158 અને શહેરના 881 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે તો જૂનાગઢના 1,018, ભાવનગરના 1,116 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે.
જોકે ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય કોર્સમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ધોરણ 10 પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 લાખ 60 હજાર છે જ્યારે ધો.11 કે અન્ય કોર્સની માત્ર 7 લાખ બેઠકો જ હોવાથી પ્રવેશ સમસ્યા સર્જાઇ શકે છે.

ધોરણ 10 બાદ અન્ય કોર્સની બેઠકોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇ.ટી.આઇની આશરે 1.50 લાખ બેઠક છે

Published On - 8:21 pm, Tue, 29 June 21

Next Video