AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 29,822 મેગાવોટની ઐતિહાસિક વીજ માંગ સામે સરકાર સજ્જ, અવિરત પુરવઠા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

ગુજરાતમાં ઓલ-ટાઈમ હાઈ 29,822 MW વીજ માંગ નોંધાયા બાદ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સરકારે કોલસા પુરવઠો વધારવા, વધારાની વીજળીની ફાળવણી, બેટરી સ્ટોરેજ અને ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સહિતના તાત્કાલિક તથા ભવિષ્યના આયોજનની જાહેરાત કરી છે.

ગુજરાતમાં 29,822 મેગાવોટની ઐતિહાસિક વીજ માંગ સામે સરકાર સજ્જ, અવિરત પુરવઠા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2026 | 9:08 PM
Share

રાજ્યમાં વીજળીની અભૂતપૂર્વ પરિસ્થિતિ અને સતત વધી રહેલી વપરાશની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જાળવી રાખવા માટે તાત્કાલિક તેમજ લાંબા ગાળાના આયોજન સંબંધિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

રાજ્યમાં નોંધાઈ સર્વોચ્ચ વીજ માંગ

ગત 16 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી. ગત વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ વર્ષે વીજ માંગમાં 36.6% અને દૈનિક વીજ વપરાશમાં 27% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જે દૈનિક 574 મિલિયન યુનિટ પર પહોંચ્યો છે. વીજ વિતરણ કંપનીઓમાં સૌથી વધુ વપરાશ PGVCL (30%), DGVCL (22%), UGVCL (22%) અને MGVCL (10%) માં નોંધાયો હતો.

વીજ માંગમાં ઉછાળાના મુખ્ય કારણો:

  • વાતાવરણની અસર: ‘અલ નીનો’ની અસરના લીધે ચોમાસા પછી પણ તાપમાન સતત ઊંચું રહેતાં કૂલિંગ લોડમાં મોટો વધારો થયો છે.
  • કૃષિ ક્ષેત્રની જરૂરિયાત: ઊભા પાકને પિયત પૂરું પાડવા ખેડૂતોને વીજળી અપાતાં કૃષિ માંગ દૈનિક 12,000 મેગાવોટ સુધી પહોંચી છે.
  • તહેવારોની સિઝન: નવરાત્રી અને દિવાળીના કારણે ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ વપરાશમાં ઉછાળો આવ્યો છે.
  • પુનઃપ્રાપ્ય ઊર્જામાં ઘટાડો: ઓછા વરસાદ અને પવનની ધીમી ગતિને કારણે હાઇડ્રો તેમજ વિન્ડ પાવરના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

પુરવઠો જાળવી રાખવા સરકારના તાત્કાલિક પગલાં:

  • કોલસા પુરવઠાની ખાતરી: કેન્દ્ર સરકાર દ્વારા GSECLને નવેમ્બર સુધી દૈનિક 10 થી 11 રેલવે રેક અને નવેમ્બર બાદ 13 થી 14 રેક આપવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે.
  • વધારાની વીજળીની ફાળવણી: NTPC ફરક્કામાંથી 379 MW, આસામમાંથી 500 MW અને કેન્દ્રીય ફાળામાંથી વધુ 500 MW વીજળી રાજ્યને ફાળવાઈ છે.
  • ટૂંકા ગાળાના કરાર: ઓક્ટોબર માટે 2,990 MW, નવેમ્બર માટે 1,740 MW અને ડિસેમ્બર માટે 1,335 MWના પાવર ટાઈ-અપ સંપન્ન કરી લેવાયા છે.

પીક અવર્સ અને ભવિષ્યનું માસ્ટર પ્લાનિંગ:

સાંજે 5 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌર ઊર્જા ઉત્પાદન શૂન્ય થઈ જતું હોવાથી પુરવઠો સંપૂર્ણપણે કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સ પર નિર્ભર રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે નીચે મુજબના આયોજનો કર્યા છે:

  • બેટરી એનર્જી સ્ટોરેજ (BESS): દિવસની સોલાર ઊર્જા સંગ્રહવા માટે 2,742 MW ક્ષમતાના કરારો પૂર્ણ થયા છે, જે પૈકી 500 MW ક્ષમતા માર્ચ 2027 સુધીમાં કાર્યરત થઈ જશે.
  • ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ: રાજ્યમાં સ્વચ્છ ઊર્જા માટે NPCIL સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે મહત્વના MoU કરવામાં આવ્યા છે.
  • નવા થર્મલ પ્લાન્ટ્સ: ઉકાઈ ખાતે 800 MWનો નવો પ્લાન્ટ નિર્માણાધીન છે, જ્યારે સિનોર, વણાકબોરી અને ગાંધીનગરમાં નવા પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરાઈ છે.

નાગરિકોને સરકારની અપીલ

સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય પાસે પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. આ સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શક્ય હોય તેવા વીજળીના મોટા કામો દિવસ દરમિયાન પતાવવા અને સાંજે 5 થી 11 વાગ્યાના પીક અવર્સ દરમિયાન વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો.

With Input: kinjal mishra

Ahmedabad Breaking: દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે તંત્રની કડક ગાઇડલાઇન, ભેળસેળ કરી તો દુકાન સીલ થશે

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">