ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા, 560 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

|

Sep 28, 2020 | 12:54 PM

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ નોંધાતા કેસમાં કોઈ જ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 563 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 560 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસ સામેની […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા, 560 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ નોંધાતા કેસમાં કોઈ જ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 563 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 560 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 3,29,343 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નોંંધાયા કોરોના વાઈરસના કેસ? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 563 નવા કેસ નોંધાયા છે. આ કેસની વિગત જિલ્લા મુજબ જોવા જઈએ તો અમદાવાદમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. અમદાવાદમાં 314 નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાની વાત કરીએ તો સુરતમાં 132 કેસ, વડોદરામાં 44 કેસ, જામનગરમાં 10 કેસ, ગાંધીનગરમાં 07 કેસ, જુનાગઢમાં 07 કેસ, નર્મદામાં 07 કેસ, આણંદમાં 06 કેસ, ભરુચમાં 05 કેસ, મહેસાણામાં 04 કેસ, ભાવનગરમાં 03 કેસ, પાટણમાં 03 કેસ, ખેડામાં 03 કેસ નોંંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય જ્યાં કોરોના વાઈરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે એવા જિલ્લામાં મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, વલસાડ અને અમરેલીનો સમાવેશ થાય છે.  જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયો છે એવા જિલ્લામાં બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતમાં 6278 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે

રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,278 થઈ ગઈ છે.  આ કેસમાં 67 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 6211 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસની સામે જિંદગીનો જંગ જીત્યો હોય અને ઘરે પહોંચ્યા હોય એવા દર્દીની સંખ્યા 19,917 નોંધાઈ છે. જ્યારે કોરોના વાઈરસથી રાજ્યમાં કુલ 1,685 લોકોના જીવ ગયા છે.

 

Published On - 2:45 pm, Mon, 22 June 20

Next Article