ગુજરાત 12,150 મેગાવોટ ક્ષમતા સાથે સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સમા પ્રથમ નંબરે

ગુજરાત પછી, બીજા નંબરે રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં 10,726 મેગાવોટની ક્ષમતા સાથેના કુલ 11 વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાર્કનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં કુલ 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ થાય છે.

ગુજરાત 12,150 મેગાવોટ ક્ષમતા સાથે સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સમા પ્રથમ નંબરે
| Edited By: | Updated on: Mar 10, 2026 | 8:15 PM

કેન્દ્ર સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ કુલ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાત સ્થિત આવેલ છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આવે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે, રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા માહિતી આપી હતી.

ગુજરાત પછી, બીજા નંબરે રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં 10,726 મેગાવોટની ક્ષમતા સાથેના કુલ 11 વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાર્કનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં કુલ 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ થાય છે.

પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ બાબતનો ઉલ્લેખ કરતા નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન એક સમસ્યા છે. આ ઉપરાંત વીજ ઉત્પાદન થયા બાદ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો પણ એક અડચણ સમાન છે.

આ ઉપરાંત ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે અવારનવાર નિયમિત બેઠકો યોજવામાં આવે છે. આ ઉફરાંત વાતચીત દ્વારા આ સમસ્યા અને પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિકસાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં આ સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો અને આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા.

ગુજરાતમાં સોલાર પાર્ક:

ક્રમ પાર્કનું નામ મંજૂર ક્ષમતા (મેગાવોટ)
1 રાધાનેસડા (Radhnesada) સોલાર પાર્ક, બનાસકાંઠા જિલ્લો 700
2 ધોલેરા સોલાર પાર્ક, અમદાવાદ જિલ્લો 1000
3 NTPC RE પાર્ક, કચ્છ જિલ્લો 4,750
4 GSECL RE પાર્ક, કચ્છ જિલ્લો 3325
5 GIPCL RE પાર્ક ફેઝ-I, કચ્છ જિલ્લો 600
6 IPCL RE પાર્ક ફેઝ-II, કચ્છ જિલ્લો 1200
7 GIPCL RE પાર્ક ફેઝ-III, કચ્છ જિલ્લો 575
કુલ 12150

Breaking News : સમાન નાગરિક ધારો લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી