Monsoon: દક્ષિણ ગુજરાત સહીત આ વિસ્તારોમાં વરસી શકે છે ભારે મેઘ, જાણો હવામાન વિભાગની આગાહી

|

Sep 27, 2021 | 8:41 PM

Monsoon: શિયર ઝોનના કારણે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ શું કહ્યું હવામાન વિભાગે.

Monsoon 2021: ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત (Gujarat) પર જોવા મળી રહી છે. ગુલાબ વાવાઝોડાના કારણે ડિપ્રેશન વધ્યું છે. અને જેનાથી ગુજરાત પર શિયર ઝોન સર્જાયું છે. તમને જણાવી દઈએ કે આ કારણે હવામાન વિભાગે (MeT Department) આગામી 4 દિવસ નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે 28 તારીખે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આશા છે. તો 29 તારીખે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.અમદાવાદમાં આગામી 3 દિવસ દરમ્યાન સામાન્યથી ભારે વરસાદની આશા છે. તો રાજ્યમાં સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હાલ માત્ર 10 ટકા વરસાદની ઘટ છે. આ ઘટ આગામી સમયમાં પૂરી થવાની આશા છે.

તો તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા એક અઠવાડિયાથી મંડાણ કર્યુ છે. છેલ્લા બે દિવસથી તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. 65થી વધુ તાલુકામાં મેઘ મહેરથી ડેમો છલકાયા છે. નદીઓ ગાંડીતૂર બની છે. શહેર શહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અનરાધાર વરસાદથી મુસીબત અપાર આવી પડી છે. જો હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આવામાં ભારે વરસાદની આગાહી ચિંતામાં વધારો છે.

 

આ પણ વાંચો: Porbandar: પાકિસ્તાનની બદલો લેવાની શક્યતાને પગલે એલર્ટ, સુરક્ષા એજન્સીઓએ માછીમારોને આપી આ સલાહ

આ પણ વાંચો: Botad: ગેસના બાટલામાં આગ લાગ્યાના દ્રશ્યો આવ્યા સામે, મકાન માલિકની સૂઝબૂઝથી દુર્ઘટના ટળી

Published On - 8:40 pm, Mon, 27 September 21

Next Video