મહેસાણા : કડી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એક યુવક અને 3 પશુના મોત
રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો મહેસાણાના કડીના શિયાપુરમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા મોત નિપજ્યુ છે. તેની સાથે જ વાડામાં બાંધેલા 3 પશુઓ પર પણ વીજળી પડતા પશુઓના મોત થયું છે.

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મુકીને વરસ્યા છે. મહેસાણાના કડીના શિયાપુરમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા મોત નિપજ્યુ છે. તેની સાથે જ વાડામાં બાંધેલા 3 પશુઓ પર પણ વીજળી પડતા પશુઓના મોત થયું છે.
તો બીજી તરફ અરવલ્લીના મેઘરજના જીતપુર ખાખરીયા ગામે પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે. મેઘરજના જીતપુરના ખાખરીયા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેતરમાં પડેલો પાક તેમજ સૂકો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે.
મઢી ગામમાં વીજળી પડતા આઠ મહિલાઓ દાઝી
સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં વીજળી પડતા ખેતમજરો દાઝી જતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી . વીજળી પડતા આઠ જેટલી મહિલા દાઝી ગઈ હતી. આઠે મહિલા ઓને બારડોલી ની સરદાર હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 4 મહિલાઓ ને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી જયારે અન્ય ૪ હજુ સરવર હેઠળ છે. 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.
નડિયાદમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
તો વલસાડ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માવઠાથી વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આગાહી વચ્ચે વહેલી સવારથી વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 150થી વધુ તાલુકામાં કમોસમી વરસાદનો કેર વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસ્યો..