
રાજ્ય પોલીસ દળમાં મહત્વની બઢતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં વર્ગ-2ના 119 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI)ને વર્ગ-1ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ બઢતીને લઈને પોલીસ વિભાગ દ્વારા પસંદગી યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બઢતી પ્રક્રિયા પારદર્શક અને નિયમ અનુસાર થાય તે માટે વિભાગે જરૂરી વિગતો મંગાવી છે. આ અંતર્ગત, સંભવિત 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, કોર્ટ કેસોની સ્થિતિ, વિજિલન્સ તપાસ તેમજ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતો સંબંધિત વિભાગોને મોકલવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બઢતી માટે યોગ્યતા નક્કી કરતી વખતે સેવા નોંધ અને વર્તણૂકને ખાસ મહત્વ આપવામાં આવે છે. અધિકારીઓની શિસ્ત, કાર્યક્ષમતા અને વહીવટી કામગીરીના રેકોર્ડનું સુક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી માત્ર યોગ્ય અને પાત્ર અધિકારીઓને જ પ્રમોશન મળી શકે.
આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ ચાલુ કે પૂર્ણ થયેલી તપાસ અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જો કોઈ અધિકારી સામે શિસ્તભંગ, વિજિલન્સ તપાસ કે કોર્ટ કેસ ચાલતા હોય તો તે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
તમામ જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ 119 PIને DySP તરીકે બઢતી આપવાનો ઔપચારિક નિર્ણય લેવામાં આવશે. આ બઢતી પ્રક્રિયાને લઈને પોલીસ વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, જુઓ Photos