Gujarat : ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બાબતે આરોગ્ય વિભાગે આપ્યા રાહતના સમાચાર, બે દર્દીઓ થકી નથી ફેલાયું સંક્રમણ

|

Jun 28, 2021 | 2:47 PM

Gujarat : રાજય આરોગ્ય વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. બે ડેલ્ટા પ્લસના દર્દીઓ થકી કોઇને પણ ચેપ લાગ્યો ન હોવાનું સામે આવ્યું છે.

Gujarat : ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બાબતે આરોગ્ય વિભાગે આપ્યા રાહતના સમાચાર, બે દર્દીઓ થકી નથી ફેલાયું સંક્રમણ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Gujarat : તાજેતરમાં રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 2 કેસ મળવાની ઘટનામાં આરોગ્ય વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેલ્ટા પ્લસના આ બે દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોને ટ્રેસ કરાયા હતા. જેમાં 17 લોકોની તપાસ બાદ સામે આવ્યું છેકે આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વાયરસનો કોઇને ચેપ લાગ્યો નથી.

આ મામલે આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કેસ મામલે 9 લોકોનું ટ્રેસિંગ કર્યું હતું. જયારે સુરત ખાતેના કેસ મામલે 8 લોકોનું ટ્રેસિંગ કર્યું હતું. આ ટ્રેસિંગ કરાયેલા તમામ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ હતા. જેમાં આ તમામ 17 લોકોના રિપોર્ટ નોર્મલ છે. જે એક રાહતના સમાચાર છે.

અહીં નોંધનીય છેકે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ભયાનકતા વિશે સંશોધનકારો અને વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં છે. કારણ કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો વાયરસ હોવાનું વૈજ્ઞાનિકો અને સંશોધનકારો જણાવે છે. ત્યારે તાજેતરમાં દેશમાં કુલ 48 ડેલ્ટા પ્લસના કેસો હોવાનો કેન્દ્રીય આરોગ્ય વિભાગે રિપોર્ટ આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસના બે દર્દી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ, તે સમયે ગુજરાત આરોગ્ય વિભાગે આ બંને ડેલ્ટા પ્લસના દર્દીઓ રિકવર થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ, આ બંને દર્દીઓ થકી અન્ય લોકોને ચેપ લાગ્યો છેકે નહીં તે અંગે ચિંતાના વાદળો છવાયા હતા. પરંતુ, આજે આરોગ્ય વિભાગે રાજ્યમાં ડેલ્ટા પ્લસના બે દર્દીઓ થકી કોઇ સંક્રમણ ન થયું હોવાનું જણાવ્યું છે.

ડેલ્ટા પ્લસના બે દર્દીઓ થયા હતા રિકવર

ગુજરાતમાં ડેલ્ટા પ્લસનો પ્રથમ કેસ સુરતમાંથી મળ્યા હતો. જેમાં 27 વર્ષીય યુવકના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટના જીનોમ હોવાનું સામે આવ્યું હતું. બીજો કેસ વડોદરામાંથી સામે આવ્યો હતો. જ્યાં 38 વર્ષીય મહિલાના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના જીનોમ મળ્યા હતા. જોકે તે સમયે આરોગ્ય વિભાગે ડેલ્ટા પ્લસ વેરીયન્ટના આ બંને દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. અને, બંને દર્દીઓ રિકવર પણ થઇ ગયા હતા.

દેશમાં ડેલ્ટા પ્લસના કેસો નોંધાયા હતા

દેશના 8 રાજ્યોમાં કોરોના વાયરસ (Corona virus)નો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો છે. તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં 23 મેના રોજ એક મહિલાનું મોત નીપજ્યું છે.

 

Published On - 2:32 pm, Mon, 28 June 21

Next Article