વાહન ચાલકો ચેતી જજો! આજથી નવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો થશે તોતિંગ દંડ

|

Nov 01, 2019 | 3:06 AM

આજથી રાજ્યના તમામ વાહનચાલકોના મોઢે હશે, એક જ વાત કેટલાનો ફાટ્યો મેમો..? કેમ કે આજથી ટ્રાફિક કાયદાના નવા કડક કાયદાનો અમલવારી શરૂ થશે. ટ્રાફિકના કાયદાનું પાલન ન કર્યું તો તોતિંગ દંડ માટે તૈયાર રહેજો. સામાન્ય નાગરિકોથી લઈને વીઆઈપી સુધી સૌએ ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવું પડશે. જો હેલમેટ ન પહેર્યું કે સીટ બેલ્ટ ન બાંધ્યો […]

વાહન ચાલકો ચેતી જજો! આજથી નવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો થશે તોતિંગ દંડ

Follow us on

આજથી રાજ્યના તમામ વાહનચાલકોના મોઢે હશે, એક જ વાત કેટલાનો ફાટ્યો મેમો..? કેમ કે આજથી ટ્રાફિક કાયદાના નવા કડક કાયદાનો અમલવારી શરૂ થશે. ટ્રાફિકના કાયદાનું પાલન ન કર્યું તો તોતિંગ દંડ માટે તૈયાર રહેજો. સામાન્ય નાગરિકોથી લઈને વીઆઈપી સુધી સૌએ ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવું પડશે. જો હેલમેટ ન પહેર્યું કે સીટ બેલ્ટ ન બાંધ્યો તો મોટી રકમનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં સારો અને સફળ દિવસ છે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ ઉપરાંત લાયસન્સ, પીયુસી, વીમો સહિતના અન્ય દસ્તાવેજ પણ ફરજિયાત સાથે રાખવા જ પડશે. લાયસન્સ, વીમો અને PUC જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ. 500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ. 500 અને બીજીવાર રૂ.1000નો દંડ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો રૂ, 500નો દંડ અને હેલમેટ ન પહેરનારને રૂ. 500નો દંડ થશે. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ. 500 અને બીજીવાર રૂ. 1000નો દંડ ફટકારવામાં આવશે. અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે. એટલું જ નહીં જો તમે લાયસન્સ વિના વાહન ચલાવતા હશો તો ચાલક અને વાહનના માલિક બન્નેને રૂપિયા 3 હજાર સુધીનો દંડ ફટકારાવામાં આવશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article