ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં કુવામાંથી પાણી ભરવા ઉડનપરી સરીતા ગાયકવાડની દડમજલ

|

Jun 04, 2020 | 1:35 PM

જે જિલ્લામાં ચોમાસાની સિઝનમાં 100 ઈંચ કરતા વધારે વરસાદ પડી જતો હોય અને છતાં અમુક મહિનામાંજ પાણી માટે કિલોમીટર કાપવા પડે તો સ્વાભાવિક છે કે સવાલ તો ઉભા થાય જ. વાત છે ગુજરાતના ચેરાપુંજી ડાંગની કે જ્યાં ગુજરાતની ઉડનપરી સરીતા ગાયકવાડ હાલના સમયમાં ઘરમાં પાણી ભરવા માટે એક કિલોમીટર સુધી ચાલીને કુવામાં પાણી ભરવાની દડમજલ […]

ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં કુવામાંથી પાણી ભરવા ઉડનપરી સરીતા ગાયકવાડની દડમજલ
http://tv9gujarati.in/gujarat-na-chera…kavadni-dadmajal/

Follow us on

જે જિલ્લામાં ચોમાસાની સિઝનમાં 100 ઈંચ કરતા વધારે વરસાદ પડી જતો હોય અને છતાં અમુક મહિનામાંજ પાણી માટે કિલોમીટર કાપવા પડે તો સ્વાભાવિક છે કે સવાલ તો ઉભા થાય જ. વાત છે ગુજરાતના ચેરાપુંજી ડાંગની કે જ્યાં ગુજરાતની ઉડનપરી સરીતા ગાયકવાડ હાલના સમયમાં ઘરમાં પાણી ભરવા માટે એક કિલોમીટર સુધી ચાલીને કુવામાં પાણી ભરવાની દડમજલ કરે છે. માથા પર બેડું મુકીને સામાન્ય પણે પોતાની સખીઓ સાથે જતી હોય તેવો વિડિયો વાયરલ થયા બાદ સરીતા ગાયકવાડ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે તેના ગામમાં દશ વર્ષની સરખામણીમાં હવે સ્થિતિ બદલાઈ છે ગામમાં પાંચ થી છ કુવા અને પાણીની લાઈન પણ છે, જો કે સમય પ્રમાણે પાણી ન ભરવા જઈએ તો એક કિલોમીટર દુર સુધી જવું પડે છે. તો આ જ મુદ્દે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં લોકડાઉનની સ્થિતિ હોવાના કારણે પાણીની ટાંકીનું કામ અટકી ગયું હતું જે હવે જલ્દીથી પૂરૂ કરી નાખવામાં આવશે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Next Article