રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના તમામ પ્રધાનોની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરતમાં રાજ્યના સૌથી યુવાન મંત્રી એવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જન આશીર્વાદ યાત્રા અંતર્ગત સુરત પહોચ્યા છે. જેમાં કિલોમીટરો સુધી લાંબી જનમેદની જોવા મળી.
આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘આ શહેરે જ મને મોટો કર્યો છે. આ શહેરના આ રોડ રસ્તાઓ પર હું સ્કૂલ, ટ્યૂશન ગયો છું. આ જ વિસ્તારે મને ગુજરાતની વિધાનસભામાં સૌથી યુવાન ધારાસભ્ય તરીકે મને મોકલ્યો છે. જ્યારે મને ભારતીય જનતા પાર્ટીએ ગૃહમંત્રીની જવાબદારી આપી છે. ત્યારે આ જ વિસ્તારના લોકોએ કિલોમીટરો સુધી કલાકો લાઈનમાં રહીને મને આશીર્વાદ આપ્યા છે. આ આશીર્વાદનો હું ઋણી રહીશ.’ હર્ષ સંઘવીએ કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે આજે તમે મને કલાકો સુધી આશીર્વાદ આપ્યા છે. આવનારા દિવસોમાં હું ચોવીસ કલાક તમારી સેવામાં રહીશ.’
ગુજરાતની સૌથી મોટી જન આશીર્વાદ યાત્રા વિશે નિવેદન આપતા હર્ષ સંઘવીએ જવાવ્યું કે, ‘કોઈએ મને પૂછ્યું તમે રાજનીતિમાં શું પ્રાપ્ત કર્યું? તો હું કહું છું, જે આટલા લોકોએ મને આશીર્વાદ આપ્યા છે. એ જ મારું પ્રમાણપત્ર છે.’
ગાંધીનગરમાં માસૂમ શિવાંશ મળવાની ઘટના અને તેના પાછળ ઉકેલાયેલા હત્યાના ભેદ બાબતે મંત્રીએ કહ્યું કે, જે પ્રકારે આ ઘટના બની છે. ગુજરાતના દરેક લોકો ચોંકી ઉઠેલા. કે એક પિતા બાળકને કઈ રીતે આમ મૂકી શકે. આ ગુજરાતની મહાનતા તો જુઓ, કે આખું ગુજરાત એનું મા-બાપ બનવા તૈયાર છે. હજારો ફોન અમને આવી રહ્યા છે. અને આ બાળકનું ભવિષ્ય ઉજ્વળ રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ બાબતે કડકમાં કડક પગલા લેવાની છે. કોઈ પ્રકારની છટકબારી નહીં રહે’
આ પણ વાંચો: નિરાધાર શિવાંશને હવે કોને સોંપવામાં આવશે? જાણો શું કહ્યું ગુહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ
આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, “હર્ષ સંઘવી અમારા આઇકોનિક સ્ટાર છે”