હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

|

Jul 13, 2020 | 1:34 PM

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ એટલે કે લો-પ્રેશરની પટ્ટીના કારણે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. જેને પગલે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારે […]

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

Follow us on

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ એટલે કે લો-પ્રેશરની પટ્ટીના કારણે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. જેને પગલે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે છૂટાછવાયા વરસાદની ઝાપટાં પડ્યાં હતાં. રવિવારે રાત્રિથી લઇને બુધવાર સુધી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ લીધો મોટો નિર્ણય, જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ થશે રૂ.500 નો દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article