દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI219માં સર્જાયેલ ટેકનિકલ ખામીને કારણે રાજધાની દિલ્હીમાં પાછી ફરી હતી. 19 સપ્ટેમ્બરે રવાના થયેલી આ ફ્લાઈટને ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ’ (SOPs) મુજબ સાવચેતીના પગલાં રૂપે પાછી બોલાવી લેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજથી અંબાજી ખાતે શરૂ થશે ભાદરવી મહાકુંભ. ભાદરવી મહાકુંભને મુકાશે ખુલ્લો. જિલ્લા કલેકટર સિંહ દ્વારથી મંદિરના રથને પ્રયાણ કરાવી ભાદરવી મહાકુંભને મુકશે ખુલ્લો. 6 દિવસીય મહાકુંભમાં લાખોની સંખ્યામાં ઉમટશે પદયાત્રી. લાખો પદયાત્રીઓને ધ્યાનમાં લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ. મહામેળાની સુરક્ષા અર્થે 2 sp, 25 DySP સહીત PI, PSI તેમજ 6000 થી વધુ પોલીસ જવાનો રહેશે ખડેપગે.
આણંદના શેખડી રોડ પર વીજળી પડતાં 3 મકાન ધરાશાયી થયા છે. રબારીયાપુરા-મોટી કેનાલ પાસે ભારે વરસાદ દરમિયાન બનાવ બન્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી છે. વહીવટી તંત્રની ટીમે સ્થળ પર પહોંચી નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના આગેવાન વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પાંચ વર્ષ પહેલા ભોગ બનનાર પરિણીતાએ પતિની બિમારી માટે આરોપીની પત્ની પાસેથી ઉછીના લીધેલ રૂપિયાની આડમાં ભાજપ આગેવાન શૈલેષ માકાસણાએ બળાત્કાર ગુજાર્યો. વર્ષ 2020માં પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી કર્યો બળાત્કાર. આ દરમિયાન પરિણીતાને ગર્ભ રહી જતા આરોપી શૈલેષે પોતાનું પાપ છુપાવવા બાળકની જવાબદારી ઉઠાવવાનું બહાનું કર્યું. બાદમાં પોતાના ઓમ વિલા બંગલા ખાતે બોલાવી પણ બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી. આરોપી શૈલેષે પરિણીતા આ બાબતે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી. બનાવના પાંચ વર્ષ બાદ પરિણીતાના ઘરે બાળક બાબતે જાણ થતાં પરિવારજનોએ હિંમત આપી ફરિયાદ નોંધાવી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી શૈલેષને પકડવા શોધખોળ હાથ ધરી છે.આરોપી શૈલેષ માકાસણાના ઓમવીલા બંગલો ખાતેથી ગત જુલાઈ માસમાં પકડાયું હતું જુગારધામ. જોકે તે જુગારધામ ઉપરના દરોડા વખતે શૈલેષ ત્યાં હાજર ન હતો.
આજે 20 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
Published On - 7:25 am, Sun, 20 September 26