21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો

Gujarat Live Updates આજ 21 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો
| Edited By: | Updated on: Sep 21, 2026 | 8:47 AM

LIVE NEWS & UPDATES

  • 21 Sep 2026 08:47 AM (IST)

    જસદણના પંચમુખી હનુમાન મંદિરમાં ચોરીના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ

    રાજકોટના જસદણના ગંગાભુવન વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં ચોરીની ઘટના ઘટી છે. ગંગાભુવનના પંચમુખી હનુમાન મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. ચોરી કરતા તસ્કરોના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ચોરી કરતા અજાણ્યા તસ્કરો cctv કેદ થયા. 7 દિવસ પહેલા ચોરી ઘટના બની હતી. જસદણ પોલીસે દ્વાર તપાસ કરાઈ રહી છે.

  • 21 Sep 2026 08:38 AM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો

    નર્મદા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવક ઘટીને હવે માત્ર 9,643 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 137.86 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાંથી પાણી ની જાવક 9,130 ક્યુસેક છે. રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન કાર્યરત છે. નર્મદા ડેમ માં હાલ 5,497.60 લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.


  • 21 Sep 2026 08:02 AM (IST)

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે રહેશે. તેઓ 22 સપ્ટેમ્બરે કેવડિયાના એકતા નગર ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની અધ્યક્ષતા કરશે. 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

  • 21 Sep 2026 07:25 AM (IST)

    અંબાજી નજીક પાંસા પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત

    બનાસકાંઠાના અંબાજી નજીક કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાંસા પાસે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બંને વાહન સામસામે અથડાતાં સર્જાયો અકસ્માત થયો હતો.

     

  • 21 Sep 2026 07:24 AM (IST)

    અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચડ્ડી બનીયાન ગેંગનો આતંક

    ચડ્ડી બનીયાન ધારી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આતંક વકર્યો છે. બોપલ બાદ ચડ્ડી બનીયન ધારી ગેંગનો વધુ એક આતંક અન્ય વિસ્તારમાં પ્રસર્યો છે. હાથીજણ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ગેંગે ફેરો કર્યો. ચાર લોકોએ હાથીજણમાં ચોરીને અંજામ આપ્યો. બોપલમાં ચોરી બાદ પણ હજુ આ ગેંગ પોલીસ પકડથી બહાર. વધુ એક ચોરી થતા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી.

આજે 21 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:15 am, Mon, 21 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.