આજે 9 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ગાંધીનગરના સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી કાર મળવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કારના ચેસીસ નંબરના આધારે જીતેન્દ્ર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ લોકડાઉન પહેલા મધ્યપ્રદેશથી હથિયારો મંગાવ્યા હોવાનું ખૂલ્યું છે. આરોપી સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 મર્ડર સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. સરગાસણના સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પડેલી બિનવારસી કારમાંથી દેશી બનાવટના ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.
માર્ગ સલામતીને લઈ પોલીસ વિભાગ સતત ટ્રાઈફ નિયમોનું ફાલના કરવવા કામગીરી કરતી આવી છે. જેમાં રસ્તા પર બેફામ હેલ્મેટ કે ગાડીના કાગળો વગર વાહન હંકારનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મોબાઈલ પર વાત કરતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકો પર પોલીસના CCTV કેમેરા 24 ક્લાક નજર રાખી રહ્યા છે. તેમાં હવે રાજકોટમાં ઇ મેમો નહીં ભરનાર લોકોના વાહન ડિટેઇન કરાશે તેવું ટ્રાફિગ વિભાગ દ્વારા જણાવ્યુ છે. જે વાહનોના ચાર કે તેથી વધુ ઇ મેમો બાકી હશે તેવા વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ મિલિંદ પરાંડેએ TV9 સાથેની ખાસ વાતચીતમાં ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કર્ણાટકની તાજેતરની ચૂંટણીઓ દરમિયાન, પરાંડેએ કોંગ્રેસની બજરંગ દળ પરની તેમની ટિપ્પણીઓથી લઈને ધ કેરળ સ્ટોરી મૂવી સુધી મુક્તિ સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. વાતચીતમાં પરાંડેએ કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પરાંડેએ કહ્યું છે કે જે કોઈ હિંદુ હિતની વાત કરશે તે રાજ કરશે.
ગુજરાતમાં રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્ર દ્વારા વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ કેટલીક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ બેદરકારી દાખવતું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેને માટે બોટાદમાં DDO એક્શનમાં આવ્યા છે. બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOએ સરપ્રાઇઝ વિઝીટ કરી. DDO અક્ષય બુદાનિયાની સરપ્રાઇઝ વિઝીટમાં તબીબની ગેરહાજરી જોવા મળી હતી.
Islamabad High Court ruled that former Pakistan PM and PTI Chief Imran Khan’s arrest was ‘legal’#TV9News #Pakistan #ImranKhan #ImranKhanArrest pic.twitter.com/pWCNvzVVUP
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2023
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી હતી. બંનેની આ મુલાકાત ગૂગલ હેડક્વાર્ટરમાં થઈ હતી. આ દરમિયાન ગૂગલના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ઈન્ડિયા સ્ટેક અને મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રીએ પણ ટ્વિટર પર આની જાણકારી આપી છે. જણાવી દઈએ કે આ પહેલા ગૂગલના સીઈઓ ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકરને મળ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મંગળવારને રોજ ઈમરાન ખાનની ભષ્ટાચારના આરોપમાં પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાનની ‘અલકાદિર ટ્રસ્ટ કેસ’માં ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ નેતા ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકો નારાજ થઈ ગયા છે. પીટીઆઈએ ઈમરાનની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાએ ઈમરાનના સમર્થકો પર ગોળીબાર કર્યો છે. દરમિયાન બ્રિટને એડવાઈઝરી ચાલુ રાખી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા કહ્યું છે. સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ છતાં ઈમરાનના સમર્થકો બેકાબૂ બની ગયા છે.
ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકોએ આઈએસઆઈ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ક્વેટામાં સેનાના બે વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. મિયાંવાલી એરબેઝની બહાર આગ લાગી છે. એક વિમાન પણ બળી ગયું છે. પેશાવરમાં રેડિયો પાકિસ્તાનમાં આગ લાગી છે.
ગુજરાત સ્થાપનાના 63મા વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઈતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે.
ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ 27 દર્દીઓને નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા 27 અંગોમાં 16 કિડની, 9 લીવર, 1 હ્રદય, 1 આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે.
જેમાંથી 10 કિડની અને 6 લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ 10 અંગદાનમાંથી 9 અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હોવાનું ડૉ.મોદીએ ઉમેર્યુ હતુ
અરવલ્લી SOG ટીમ પર મેઘરજ તાલુકામાં હુમલાની ઘટના સામે આવી છે. અરવલ્લી પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હથિયાર પરવાનાની તપાસ કરવા માટે મેઘરજ તાલુકાના ભૂવાલ ગામે પહોંચી હતી. જ્યાં પરવાના ચેક કરવા પહોંચેલી ટીમ પર હુમલો કરવાવામાં આવ્યો હતો. 2 મહિલાઓ સહિત 4 જણાએ પાંચ જેટલા પોલીસ કર્મીઓની ટીમ પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ મેઘરજ પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને ખાતર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા સબસીડાઈઝ યુરિયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવા કૃત્યમાં સંડોવાયેલ ઉદ્યોગગૃહો, ખાતર વિક્રેતાઓ કે સામેલ અધિકારીઓ સામે પણ કડક હાથે કાર્યવાહી કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા ખેતીવાડી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તથા ખેડૂતોના ખાતરનું ઔદ્યોગિક વપરાશમાં થતાં ડાયવર્ઝન સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 09 મેના રોજ કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 500ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 368એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 07, વડોદરામાં 04, સુરતમાં 07, મહેસાણામાં 02, અમરેલીમાં 01, કચ્છમાં 01, કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.10 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 107 દર્દી સાજા થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મેના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે. વડાપ્રધાન રૂ. 5,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ ઉદયપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. પીએમ મોદી આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીઝના શાંતિવન કેમ્પસની મુલાકાત લેશે અને સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે.
PM Awas Yojana 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12 કલાકે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ 1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવવામાં આવશે.
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પરસ્પર લડાઈમાં ચિત્તા માર્યો ગયો હતો. દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા ત્રણ ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.
સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ગોપાલ ગૌડા નામનો વ્યક્તિ સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ પહેલા ગોપાલના લગ્ન આશાલતા સાથે થયા હતા. દરમિયાન છ મહિના પહેલા પાછળ અશાલતા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આશાલતા ગર્ભવતી હોવાથી ગોપાલ તેને 6 મહિના પહેલા સુરત લઈ આવ્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ
Former Pakistan PM & PTI chief #ImranKhan has been arrested from outside the Islamabad High Court (IHC) by Rangers, reports #Pakistan‘s Dawn News#TV9News pic.twitter.com/phdihqURoA
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2023
કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારી સરહદ સુરક્ષા નીતિ સ્પષ્ટ છે. અમે સરહદી વિસ્તારોમાં અમારું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈચ્છીએ છીએ. દેશના અન્ય ગામોની જેમ સરહદને અડીને આવેલા વિસ્તારોના ગામડાઓમાં પણ કલ્યાણકારી યોજનાની સુવિધાઓ પહોંચી છે. આ સાથે ગામડાઓની કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં NIA અને ATSનું જોઈન્ટ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજધાની ભોપાલના આઈશબાગ અને છિંદવાડામાંથી અડધો ડઝન શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભોપાલના બાગ ઉમરાવ દુલ્હા, જવાહર કોલોની અને બાગ ફરહત અફઝામાંથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. HUT (હિઝબુત તહરિર) સંગઠન સાથે જોડાયેલા તમામ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ જેએમબી, પીએફઆઈ, અલસુફાના શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે મને ઘણું કહેવામાં આવ્યું. મને દેશદ્રોહી અને નકામો કહેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાની સરકારના ધારાસભ્યોને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે એવા ધારાસભ્યો પર આરોપ લગાવ્યો કે જેમનો 50 વર્ષનો અનુભવ છે. હું મુખ્યમંત્રીના આરોપોને સંપૂર્ણપણે નકારું છું. હું 11મી મેથી અજમેરથી યાત્રા કાઢીશ.
કચ્છના (Kutch) જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને (Lawrence Bishnoi) જેલ હવાલે કરાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી સાથે બિશ્નોઇને સાબરમતી જેલમાં મોકલાશે. બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરતા જેલ જવાલે કરાયો હતો.
ગુજરાતમાં (Gujarat) ગરમીનો પારો વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે. 10 અને 11 મેના રોજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 10 અને 11 તારીખે 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની શક્યતા છે. જે આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ગરમી હશે. ત્યારે હવે વધતી ગરમી વચ્ચે હવામાનને લગતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જેવા શબ્દો વાંચવા કે સાંભળવા મળશે. આ વિવિધ કલરના કલર કોડ કે એલર્ટ શું સૂચવે છે તે જાણો છો?
વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં બે કાચા મકાનોની દીવાલ અને છત ધરાશાયી થતા એક પરિવારના ચાર લોકો સહીત 6 ને ઈજાઓ પહોંચી હતી જયારે મકાનના અન્ય હિસ્સામાં બેઠેલા 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ઇજા પામનાર 3 બાળકો સહીત 6 લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને ઈજાઓ વધુ જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન(Rajasthan)માં કોંગ્રેસની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરકલહ મંગળવારે સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના (અશોક ગેહલોત) નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.
રાજકોટ જિલ્લાના ખેડૂતો(Farmers) માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. ખેડૂતોને સિંચાઇના( Irrigation) પાણીની તકલીફ નહીં પડે.40થી વધુ ગામના ખેડૂતોને ભાદરમાંથી સિંચાઇનું પાણી આપવામાં આવશે.આગામી 18મી મેથી ભાદરમાંથી ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવામાં આવશે.કલેક્ટરે 100 MCFT પાણી છોડવા માટે મંજૂરી આપી દીધી છે..તંત્રના આ નિર્ણયથી 5 હજાર હેક્ટર જમીનને સિંચાઇનું પાણી મળી રહેશે.તો 40થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે.મહત્વનું છે કે ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી..જેને ધ્યાને રાખી કલેક્ટરે પાણી છોડવા મંજૂરી આપી છે. આ ઉપરાંત જે ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવવા માગતા હોય તેવા ખેડૂતો આવતીકાલ સુધી અરજી કરી શકશે.
મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. દાસંગામાં પુલ પરથી બસ નીચે પડી હતી. બસમાં લગભગ 70-80 મુસાફરો હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. તે જ સમયે, ખરગોનના ધારાસભ્ય રવિ જોશી માહિતી મળતા જ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
સુરત શહેરમાં કોલ ડ્રોપ અંગેની વ્યાકક ફરિયાદો ઉઠતા આ ઘટનાને લઈને મોબાઈલ કંપનીઓ પણ મૂંઝોલમાં મુકાયા હતી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી તેમજ ટેલિ કોમ્યુનિકેશન વિભાગને ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા અને 80 થી વધુ ગેરકાયદે મોબાઇલ સિગ્નલ બુસ્ટર્સ ઝડપી પાડ્યા હતા.
ગુજરાતના(Gujarat) પાટનગર ગાંધીનગરમાંથી(Gandhinagar) ગેરકાયદે હથિયારોનો(Weapon) જથ્થો ઝડપાયો છે. જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.જેમાં સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર જથ્થો ઝડપાયો છે. જેમાં બે રિવોલ્વર, બે દેશી કટતાં અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલી કારના નંબરની પોલીસ તપાસ શરૂ કરી છે. કારનો નંબર ડમી હોવાનું સામે આવ્યું છે.
Share Market Today : નબળાં વૈશ્વિક સંકેત છતાં આજે ભારતીય શેરબજાર તેજી સાથે આગળ વધી રહ્યું છે અને તેની મુવમેન્ટ મજબૂત છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ગઈકાલનો વધારો આજે પણ ચાલુ રહ્યો છે અને બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.બીએસઈનો સેન્સેક્સ આજે 115.43 પોઈન્ટ એટલે કે 0.19 ટકાના વધારા સાથે 61,879.68 પર ખુલ્યો છે. આ સિવાય એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 39.00 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના વધારા સાથે 18,303.40 ના સ્તર પર ખુલ્યો છે. સોમવારે સેન્સેક્સમાં 709 પોઈન્ટનો વધારો જોવા મળ્યો એટલે કે 1 ટકાના વધારા સાથે 61,764 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 183 પોઈન્ટના વધારા સાથે 18,252ના સ્તરે પહોંચી ગયો હતો.
આણંદ (Anand) ખાતે બનાવવામાં આવનાર અદ્યતન સિવિલ હોસ્પિટલનું(Civil Hospital) ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે. જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં જો વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે.
Gujarat Police: શું ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના વધી રહ્યા છે? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. જો કે હવે આ અંગે ગુજરાત પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, ગુમ થયેલી મોટાભાગની મહિલાઓ હવે ઘરે પરત ફરી છે અને તેમના પરિવાર સાથે રહી રહી છે.
પંજાબમાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કોંગ્રેસ નેતા ગુરસિમરન સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરસિમરન સિંહને Y+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
તમિલનાડુમાં પણ NIAના દરોડા જમ્મુ-કાશ્મીર ઉપરાંત તમિલનાડુમાં પણ NIA દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમિલનાડુમાં 10 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રતિબંધિત PFI અને તેના નેતાઓ સાથે સંકળાયેલા કેટલાક લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડો આ મામલે પહેલાથી જ નોંધાયેલી એફઆઈઆરની તપાસ દરમિયાન કરવામાં આવી રહ્યો છે.
કેરળ બોટ દુર્ઘટનાની દર્દનાક કહાની સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઘણા પરિવારો ઉજડી ગયા. કોઈનું બાળક તો કોઈનું આખું કુટુંબ નોંધારૂ થઈ ગયું. આ ઘટનામાં કુલ 22 લોકોના મોત થયા છે, જેમાં 13 બાળકો હતા જેમની ઉંમર 15 વર્ષથી ઓછી હતી. આમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ(Hindenburg)ના રિપોર્ટથી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)નું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય હચમચી ગયું હતું અને તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ હવે તેની અસર ખતમ થતી જોવા મળી રહી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક નહીં પરંતુ ત્રણ મોટી જાપાનીઝ બેંકોએ અદાણી ગ્રુપ પર વિશ્વાસ મુક્યો છે. એક અહેવાલ અનુસાર, આ ત્રણેય જાપાની બેંકોએ જૂથને નાણાકીય મદદની ખાતરી આપી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અદાણી માટે આ સંપૂર્ણપણે નવા દેવાદાર છે.
The Kerala Story ફિલ્મના ક્રૂ મેમ્બર્સને મળી ધમકી, મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જણાવવું રહ્યું કે આ ફિલ્મ રિલિઝ થયા બાદથી ઘણા વિવાદો ચાલી રહ્યા છે તે વચ્ચે હવે આ ધમકીના સમાચારને લઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.
ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ તલાટીની પરીક્ષા(Talati Exam) યોજાઈ હતી. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોચી શકે તે માટે સુરત(Surat) એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. દરમ્યાન ગતરોજ સુરત એસટી વિભાગે 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી હતી જેના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી. રાજ્યમાં વાર તહેવાર કે પછી સરકારી પરીક્ષા દરમ્યાન સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે. ત્યારે રાજ્યમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીના સાર્વભૌમત્વ પરના નિવેદન પર ચૂંટણી પંચે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ મોકલી છે. વાસ્તવમાં ભાજપે આયોગમાં ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્ણાટકની સાર્વભૌમત્વ પર નિવેદન આપ્યું છે. ભાજપે ચૂંટણી પંચ પાસે સોનિયા ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના જોરદાર પ્રચારનો સોમવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. કર્ણાટક ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ચૂંટણીના મેદાનમાં જોરદાર પરસેવો પાડ્યો. પાર્ટીએ તેના મોટા અને રાષ્ટ્રીય નેતાઓની લાંબી ફોજ ઉતારી. કર્ણાટક ચૂંટણીમાં ભાજપના કુલ 128 રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ પ્રચારમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય નેતાઓ માટે 3116 ચૂંટણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીએ કોઈપણ રીતે કોઈ કસર છોડી નથી. તેના નેતાઓએ કર્ણાટકના 311 મઠો અને મંદિરોની મુલાકાત લીધી હતી.
કર્ણાટકમાં પ્રચારનો સમયગાળો પૂરો થઈ ગયો છે. બે દિવસ પછી એટલે કે 10મી મેના રોજ મતદાન થવાનું છે. આ તમામ ચૂંટણી કાર્યક્રમોથી ભાજપને કેટલો ફાયદો થયો તેનું મૂલ્યાંકન 13મી મેના ચૂંટણી પરિણામોમાં જ જોવા મળશે.
દેશભરના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે એક મહિના પછી તેઓ ડાંગરની ખેતીની તૈયારી શરૂ કરશે. આવી સ્થિતિમાં સીમાંત અને નાના ખેડૂતોને ખાતર અને બિયારણ માટે પૈસાની જરૂર પડશે. જો સરકાર સમય પહેલા 14મો હપ્તો જાહેર કરે તો ખેડૂતોના ચહેરા ખુશીથી ખીલી ઉઠશે. પરંતુ હવે ખેડૂતોએ વધુ રાહ જોવી પડશે નહીં. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે.
આફ્રિકન દેશ કોંગોમાં પૂરનો કહેર યથાવત છે. પૂરના કારણે ઘણો વિનાશ થયો છે. કોંગોમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 600 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ કહે છે કે કોંગો તેની અત્યાર સુધીની સૌથી ભયંકર કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. હજુ પણ ત્યાં મૃતદેહો મળવાનું ચાલુ છે.
Published On - 6:44 am, Tue, 9 May 23