આજે 31 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ. ટૂંક જ સમયમાં જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ આ સાથે જ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Surat: ક્રાઇમ સિટી બનેલું સુરત શહેર જેમાં એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સુરત પોલીસે 2013માં બનેલી ઘટનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે છતીસગઢથી આરોપી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી જયકરણ યાદવને ઝડપી પાડ્યો છે.
પકડાયેલા આરોપી સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2013માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો. આરોપી 10 વર્ષ બાદ પકડાયો છે. વધુમાં આરોપી શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપી પૈકીનો એક હતો તેમજ તેને પકડવા પર સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
Gir somnath: બાબા બાગેશ્વર (Baba Bageshwar) જ્યારે હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અંબાજી બાદ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યું. બાબાએ પૂજા અર્ચના કરીને મહાદેવને પાઘ ચડાવી હતી. દાદાના દર્શન કર્યા બાદ બાબાએ કહ્યું, ગુજરાત ભક્તિની ભૂમી છે. આગામી સમયમાં કિર્તીદાન ગઢવીના સહયોગથી સોમનાથમાં શિવ કથાનું આયોજન કરવામાં આવશે. જે કેન્સર હોસ્પિટલના લાભાર્થે થશે. વધુમાં કહ્યું, ભગવાન રામની યાત્રા પર પથ્થર ફેંકવાના ત્યારે બંધ થશે જયારે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે.
સોમનાથ મંદિર ખાતે મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા બાબા બાગેશ્વરને મંદિરમાં આવકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતાં. પૂજારીઓ દ્વારા ચંદન તિલક કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં પૂજનનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. શાહબાઝ સરકાર પીટીઆઈના નેતાઓ અને સમર્થકો પર સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે પીટીઆઈના વધુ નવ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો સામે આર્મી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગેહલોત સરકારનો મોટો નિર્ણય, રાજસ્થાનમાં 100 યુનિટ સુધીની વીજળી ફ્રી
महंगाई राहत शिविरों के अवलोकन व जनता से बात करने पर फीडबैक आया कि बिजली बिलों में मिलने वाली स्लैबवार छूट में थोड़ा बदलाव किया जाए.
– मई महीने में बिजली बिलों में आए फ्यूल सरचार्ज को लेकर भी जनता से फीडबैक मिला जिसके आधार पर बड़ा फैसला किया है.
–
– 100 यूनिट प्रतिमाह तक बिजली…— Ashok Gehlot (@ashokgehlot51) May 31, 2023
જમ્મુ-કાશ્મીરના શોપિયાંના હીરપોરામાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Karnataka: કર્ણાટકમાં (Karnataka) તાજેતરની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે (Congress) શાનદાર જીત નોંધાવી છે. જો કે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને અનેક વચનો આપ્યા હતા, પરંતુ કોંગ્રેસની 5 ગેરંટી ચૂંટણી પરિણામોમાં મહત્વની કડી બનીને ઉભરી આવી હતી. ઘણા રાજકીય નિષ્ણાતો સહમત થયા હતા કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી બાંયધરીનો સીધો સંબંધ રાજ્યની જનતા સાથે છે અને તેના પરિણામે રાજ્યની જનતાએ કોંગ્રેસની જીતને સમર્થન આપ્યું છે.
કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રચાર દરમિયાન અને જીત બાદ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોને કેબિનેટની પહેલી જ બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. જો કે, વિપક્ષી પાર્ટીએ સતત આ મુદ્દા પર નિશાન સાધ્યું હતું કે કોંગ્રેસની ગેરંટી કર્ણાટકના બજેટના અડધાથી વધુ રકમની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ જનતા પાસેથી મત મેળવવા ખોટા વાયદાઓ કરી રહી છે.
Surat: એક બાદ એક વસ્તુઓના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ ખુલાસાઓ સામે આવ્યા છે. અગાઉ જે પ્રમાણે પીઝા, મરચાં હળદર તમામમાં ભેળશેળની ઘટના સામે આવી હતી. જે બાદ ફરી વાર સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે. અલગ-અલગ આઈસ્ક્રીમ પાર્લરથી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
કુલ લીધેલા નમૂનાઓમાંથી 8 નમૂના ફેલ થયા હોવાની માહિતી મળી હતી. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ-કોકોનું ઉત્પાદન કરતી સંસ્થાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પાંચ પાર્લરથી લેવામાં આવેલા કોકો પાવડરના નમૂના પણ બિનઆરોગ્યપ્રદ સાબિત થયા છે. અઠવાલાઇન્સમાં આવેલ ગોકુલમ, ભેસ્તાનમાં આવેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે તો આરોગ્ય વિભાગે 15 કીલો કોકો પાઉડર અને મિલ્ક પાવડરનો નાશ કર્યો છે. તંત્ર દ્વારા સંસ્થા અને જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરતની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નિહાળવા તેઓ સુરત આવશે. વડાપ્રધાન મોદી પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. PM મોદીની મુલાકાતને જોતા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બુલેટ ટ્રેનના સુરત સ્ટોપેજ માટે પલસાણા તાલુકાના અંત્રોલી ગામે સ્ટેશન બની રહ્યુ છે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં પૂર જોશમાં આ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પાંચ જુનના રોજ આવશે. મોદીની સુરક્ષાને લઈને પણ ખાસ તૈયાયારીઓ કરવામાં આવી રહી છે.
ઈમરાન ખાનની પાર્ટી સાથે જોડાયેલા નેતાઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વધુ નવ સભ્યોની ધરપકડ કરીને આજે પાકિસ્તાન સેનાને સોંપવામાં આવ્યા હતા. આ તમામ પર 9 મેના રોજ લશ્કરી મથક અને સરકારી ઈમારતો પર થયેલા હુમલામાં કથિત ભૂમિકા હોવાનો આરોપ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરી છે. સીએમ શિંદેએ અહેમદનગર જિલ્લાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. અહમદનગર જિલ્લાનું નવું નામ અહિલ્યા દેવી હોલકર હશે. શિંદેએ કહ્યું કે મને ગર્વ છે કે અમારા કાર્યકાળ દરમિયાન અહમદનગરનું નામ અહિલ્યાદેવી હોલકર રાખવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખી જણાવ્યું છે કે, મહિલા કુસ્તીબાજોની સમસ્યાઓ સાંભળો. દેશની દીકરીઓને ન્યાય આપો. એમએનએસના વડાએ પોતાના પત્રમાં પીએમ મોદીને અપીલ કરી છે કે, તેઓ દિલ્હીમાં આંદોલન કરી રહેલી મહિલા કુસ્તીબાજોના દર્દને સાંભળે અને આ મુદ્દાનો સન્માનજનક ઉકેલ શોધે. રાજ ઠાકરેએ લખ્યું છે કે તેમની સમસ્યાઓ વ્યક્ત કરતી વખતે, આ કુસ્તીબાજોને 28 મેના રોજ જે પ્રકારનો સામનો કરવો પડ્યો હતો તેવો સામનો હવે ના કરવો પડે તે માટે આ મુદ્દા પર આપ વ્યક્તિગત ધ્યાન આપો.
અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદમાં ચોમેર પાણી ભરાતા વિપક્ષે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે, અમદાવાદના મેયરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે, સામાન્ય વરસાદમાં AMCના પ્રિ મોન્સુનના દાવા પોકળ સાબિત થયા છે. વર્લ્ડ બેંકની 3 હજાર કરોડની લોન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. રોડ , ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટર લાઈનમાં ભારે ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યા છે.
રાજ્યમાં સતત ચોથા દિવસે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 4 વાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગાહી કરી છે કે આગામી 3 કલાકમાં તોફાની પવન સાથે વરસી શકે છે વરસાદ. 40 km ની ઝડપે પવન ફુંકાવા ઉપરાંત તોફાની પવન સાથે 3 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમા અમરેલી, રાજકોટ, જામનગર અને કચ્છમાં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.
અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષે અલાહાબાદ હાઈકોર્ટમાં જાળવણીને પડકારતી અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષ શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની વિરુદ્ધ હતો.
સમાજવાદી પાર્ટીના MLC સ્વામી પ્રસાદ મૌર્યને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી છે. સમાજવાદી પાર્ટીના એમએલસી સ્વામી પ્રસાદ મૌર્યને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેઓને એક મહિનામાં સમાધાન કરવાની ધમકી મળી છે.
હરિયાણાના સોનીપતમાં ખેડૂત સંગઠનોએ કુસ્તીબાજોના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 4 જૂને સોનીપતના મુંડલાણામાં મહાપંચાયત થશે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને જયંત ચૌધરી મહાપંચાયતમાં ભાગ લેશે. ખેડૂત નેતા વીરેન્દ્ર પહલે કહ્યું કે 4 જૂને યોજાનારી મહાપંચાયતમાં સરહદ પારથી લડવાનો નિર્ણય લેવામાં આવશે.
GSEB HSC 12th Results 2023 : ગુજરાતમાં આજે ધોરણ -12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સુરતમાં (Surat) અનેક વિદ્યાર્થીઓએ આ પરિણામમાં (12th Result) અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતમાં શાકભાજીના વેપાર કરતા વેપારીના પુત્રએ 94% સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પિતાનું નામ રોશન કર્યું છે. ત્યારે ગરીબ પરિસ્થિતિમાં ઉચ્ચ પરિણામ હાંસલ કરતા આ વિદ્યાર્થીનો તમામ ભણતરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી શાળાએ લીધી છે.
GSEB HSC Result 2023 Declared : ગુજરાત(Gujarat) બોર્ડના સામાન્ય પ્રવાહનું(GSEB 12th Result) આજે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આજે પરિણામ આવતા વિદ્યાર્થીઓ પણ આનંદમાં જોવા મળ્યા હતા. સુરત(Surat) શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ સૌથી ઊંચું પરિણામ મેળવ્યું અને શાકભાજી વિક્રેતાના દીકરાએ પણ ઝળહળતી સિદ્ધિ મેળવી છે.
Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાતમાં(Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહના(Std 12th Result) આજે જાહેર થયેલા પરિણામમાં પ્રવાહ વાર પરિણામ પર નજર કરીએ તો જણાશે કે સૌથી વધારે પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 78.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ સામાન્ય પ્રવાહનું 73. 22 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયિક પ્રવાહનું પરિણામ 73. 82 ટકા આવ્યું છે.
Gujarat Board 12th Result 2023 : આ પરીક્ષામાં4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરિક્ષામાં કુલ 56 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 22 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. આ કેદીઓએ જેલની અંદર પરીક્ષા આપી હતી.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની નાપાક યોજનાઓને મોટો આંચકો લાગ્યો છે. તે જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તરત જ સેટેલાઇટ હવામાં નાશ પામ્યો. ઉત્તર કોરિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે તેનો પહેલો લશ્કરી જાસૂસી ઉપગ્રહ પશ્ચિમ સમુદ્રમાં ક્રેશ થયો હતો. ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવા માટે 12 દિવસની વિન્ડોની યોજના હતી, પરંતુ બુધવારે જ પ્રથમ પ્રયાસમાં મિશન નિષ્ફળ ગયું.
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ફુલવારીશરીફ કેસમાં NIA કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડાની કામગીરી યથાવત છે
ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયુ છે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે હિન્દી વિષયનું પરિણામ સૌથી વધુ 94.91 ટકા આવ્યું છે જ્યારે ફિલોસોફી વિષયનું પરિણામ સૌથી ઓછું 76.69 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 91.99 ટકા , હિન્દી 94 .91 ટકા, અંગ્રેજી 94.38 ટકા,
ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ જાહેર થયું છે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે.
GSEB HSC Result 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ જાહેર થયું છે આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
Bharuch : ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. બે બાઈક ઉપર આવેલા 4 લૂંટારુઓએ ભરત પટેલ નામના આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી ચપ્પુની અણીએ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હોવાની ભરત પટેલે પોલીસને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મામલાની તપાસ દરમ્યાન ભરત પટેલની આંખમાં મરચું ગયું ન હોવા સાથે આખા રૂટના સીસીટીવીમાં વર્ણન અનુસારના લૂંટારુ નજરે ન પડતા શંકાની સોયા ફરિયાદી ઉપર વળી હતી જેની ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.
Gandhinagar: ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી બે વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે માટે વીજ લાઈનોનું માળખાકીય સુદૃઢીકરણ કરવામાં આવી રહ્યું છે. મહામારીમાં વૈશ્વિક સ્તરે કોલસા અને ગેસની અછત સર્જાઈ હતી, જેના કારણે પાવર પ્લાન્ટ્સની ઊત્પાદન ક્ષમતા ઓછી હતી. આવા કપરાં કાળમાં પણ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એકપણ દિવસના પાવર કટ વિના ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે.
Medical Colleges Lose Recognition: ભારત સરકારે દેશની 40 મેડિકલ કોલેજો પર મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજો ગુજરાત, આસામ, પુડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની છે. આ કોલેજોમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. આ પછી નેશનલ મેડિકલ કમિશને આ કોલેજોની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આગામી 2 જૂને બનાસ ડેરીના ( Banas Dairy) ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવામા આવશે. પ્રથમ ટર્મના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત 3 મેએ પૂર્ણ થઈ રહી છે. જેને પગલે આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવશે. પાલનપુર પ્રાંત અધિકારીની હાજરીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે. સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટની ફાળવણી કરાતી હોવાથી સહકારી આગેવાનોએ ભાજપનું મેન્ડેટ મેળવવા લો્બિંગ શરૂ કરવામાં આવ્યુ છે.
Best Bakery Case Judgement: 1 માર્ચ, 2002ના રોજ રાત્રે 8 વાગ્યે, ગુજરાતના વડોદરા શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા હતા. ત્યારે બેસ્ટ બેકરી કેસને લઈને આજે એટલે કે બુધવારે મુંબઈ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેત્તરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પુરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખી દીધો છે.
ગુજરાત કેડરના 1988 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી સ્વૈનને ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દર વર્ષે IAS, ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) માટે અધિકારીઓની પસંદગી કરવા માટે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.
Delhi: ભારત 4 જુલાઈએ SCO સમિટનું (SCO Summit) આયોજન કરશે. આ મીટિંગ વર્ચ્યુઅલી હશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે 22મી SCO સમિટ વર્ચ્યુઅલ રીતે 4 જુલાઈના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જો કે મંત્રાલયે આ પાછળના કારણો આપ્યા નથી. આ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી.
Manipur Violence: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સેનાના ટોચના અધિકારીઓને રાજ્યમાં શાંતિ ભંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા મણિપુરમાં શાંતિ સ્થાપવાની છે. ઇમ્ફાલમાં શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે મણિપુર પોલીસ, CAPF, આર્મીના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
Rules change from 1st June 2023 : આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી જૂન મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં આવતીકાલથી ઘણા મોટા ફેરફારો થવાના છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. મહિનાના પહેલા દિવસે તે મહિના માટે એલપીજી(LPG), સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. જે તમારા રસોડા અને ખિસ્સા બંને પર અસર કરે છે.તમને જણાવી દઈએ કે આવતીકાલથી આવનારા ફેરફારોમાં કિચન ગેસથી લઈને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે તો કેટલીક સસ્તી થવાની પણ શક્યતા છે. ચાલો જાણીએ કે આવતીકાલે શું પરિવર્તન થવાનું છે.
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast ) અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
GSEB HSC Result 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર થશે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
Published On - 6:33 am, Wed, 31 May 23