30 September Latest News: જાણો 30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર

Gujarat Live Updates : આજે 30 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 September Latest News: જાણો 30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર
Gujarat latest live news and samachar today 30th September
| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:56 PM

આજે 30 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Sep 2023 11:52 PM (IST)

    43 વર્ષીય રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ

    એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ટેનિસમાં ભારતના સૌથી અનુભવી ખેલાડી રોહન બોપન્નાએ તેના અનુભવ અને ટેલેન્ટનું જોરદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટેનિસમાં મિક્સ ડબલ્સમાં ભારતીય જોડીએ કમાલ પ્રદર્શન કરી ગોલ્ડ પર કબજો કર્યો હતો. રોહન બોપન્ના (Rohan Bopanna) અને રૂતુજા ભોસલેએ ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવી હતી.

  • 30 Sep 2023 10:57 PM (IST)

    તમિલનાડુના કુન્નૂરમાં મોટી દુર્ઘટના

    તમિલનાડુના કુન્નુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક પ્રવાસી બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • 30 Sep 2023 10:22 PM (IST)

    આણંદ ઉમરેઠમાં મામાએ કર્યું ભાણીનું અપહરણ

    આણંદમાં મામાએ ભાણીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની.  બે વર્ષની ભાણીનું મામાએ અપહરણ કર્યું. બે વર્ષની પરીસા કપડવંજ થી બે દિવસથી દાદાના ઘરે આવી હતી. મામા સાગર કાછિયા પરણીત હતો. જેનો છૂટાછેડાનો કેસ ચાલે છે. સવારે 10:00 વાગે ભાણીને દર્શન કરાવવાનું કહી અપહરણ કર્યું.

  • 30 Sep 2023 09:36 PM (IST)

    ફુડ એન્ડ ડ્રગ વિભાગના આણંદ અને પાટણમાં દરોડા

    • ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગના આણંદ અને પાટણમાં દરોડા પાડ્યા
    • ટીમે ભેળસાળુ વાળુ ઘી અને તેલ ઝડપ્યું
    • આણંદના ચિખોદરમાંથી 4.55 લાખનું 900 કિલો ભેળશેળ ઘી ઝડપ્યું
    • પાટણમાં 13હજારનું 150કિલો ભેળશેળ વાળુ તેલ ઝડપ્યું
    • બંને ભેળશેળ યુક્ત પદાર્થને રિપોર્ટમાટે મોકલાયા
  • 30 Sep 2023 08:35 PM (IST)

    અમદાવાદ શહેરમાં ચાલતી રીક્ષાઓ અને કેબ માટે લેવાયો નિર્ણય

    અમદાવાદમાં પેસેન્જર વાંચી શકે તે રીતે વાહન નંબર, માલિક નંબર, ડ્રાઇવર નંબર, ટ્રાફિક હેલ્પલાઇન, વુમન હેલ્પલાઇન અને પોલીસ હેલ્પલાઇન નંબર લખવા પડશે. અમદાવાદ પોલીસ કમિશનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તમામ રિક્ષા અને કેબમાં એક મહિનાની અંદર તમામ વિગતો લખેલું બોર્ડ ફરજિયાત મૂકવું પડશે. વિગતનાં બોર્ડ વગરની રિક્ષા અને કેબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ સોલા વિસ્તારમાં પેસેન્જરને લૂંટી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે ટકોર કરવામાં આવી હતી.

  • 30 Sep 2023 07:52 PM (IST)

    બે દિવસમાં 26 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી ઉપરકોટની મુલાકાત

    જૂનાગઢના ઉપરકોટમાં બે દિવસમાં 26 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. પ્રથમ દિવસે 7 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આજે બીજા દિવસે 18,700 પ્રવાસીઓએ ઉપરકોટનો કિલ્લો નિહાળ્યો હતો. આવતીકાલ રવિવાર હોવાથી બંને દિવસનથી વધુ પ્રવાસી આવે તેવી શક્યતા છે. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે તંત્ર એલર્ટ મોડ પર છે. જુદી જુદી ટીમો ઉપરકોટ કિલ્લામાં  તૈનાત રહેશે.

  • 30 Sep 2023 07:50 PM (IST)

    અમદાવાદ રિવરફ્રંટ માટે 1000 કરોડના કર્યા MOU

    મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-2 નાં સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચ ડેવલપમેન્‍ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે. શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્‍ટ તેમનાં દ્વારા કરાશે. આ MoU થવા અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તથા મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

  • 30 Sep 2023 07:35 PM (IST)

    કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસનો ચુકાદો

    અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસનો સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જુલાઈ 2023 માં આ ગુનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. નવ વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સજા અને 3 લાખ ભોગ બનનાર ને વળતર ચૂકવવા હુકમ કર્યો. કલમ 376,377 અને પોકસો હેઠળ આરોપી પર ગુનો નોંધવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસની ટ્રાયલ ચાર્જ ફ્રેમ થયા બાદ 25 દિવસમાં પૂર્ણ કરી.

  • 30 Sep 2023 07:34 PM (IST)

    કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાને પંજાબમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે

    પંજાબમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બે દિવસના રિમાન્ડ પૂરા થતાં શનિવારે તેને જલાલાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

  • 30 Sep 2023 07:23 PM (IST)

    ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, નડ્ડા અને પ્રહલાદ જોશી વચ્ચે ચાલુ બેઠક

    ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજસ્થાન ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક ચાલી રહી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

  • 30 Sep 2023 07:22 PM (IST)

    નેશનલ હાઇવે 48 પર કારમાં લાગી આગ

    વલસાડના વાઘલધરા નેશનલ હાઇવે 48 પર કારમાં આગ લાગી હોવાની ઘટના બની છે. વાપીથી સુરત તરફ જઇ રહેલ કારમાં આગ લાગી છે. ફાયરની ટિમે આગ પર કાબુ મેળવ્યો. મ્હાતવનું છે કે ઘટનામાં કોઇ જાનહાની નહીં.

  • 30 Sep 2023 06:42 PM (IST)

    રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક

    • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોને શ્વાને ભર્યા બચકાં
    • રખડતાં શ્વાનના કારણે 15 દિવસ પહેલા એક બાળકનું થયું હતું મોત
    • તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
    • આણંદપર ગામના રહેવાસી બાળકનું થયું હતું મોત
    • બાળકે ઇન્જેક્શન ન લેતા સ્થિતિ ગંભીર બની
    • તમામને એન્ટિ બાયોટીક દવાની સારવાર આપવામાં આવી
  • 30 Sep 2023 06:22 PM (IST)

    નવસારીની વાંસદામાં 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે 5 ઝડપાયા

    સુરત જિલ્લાના પાંચ ભેજાબાજ નવસારી જિલ્લામાં આવી પૈસા બનાવવા જતા નવસારીના વાસદા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. સુરત જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે કુલ પાંચ ભેજબાજ નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા વાંસદા પોલીસના હાથે ઝડપાઈ જતા બનાવટી નોટના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે.

  • 30 Sep 2023 05:57 PM (IST)

    જામનગરમાં ખાણીપીણી માંથી જીવાત મળવાના બે દિવસમાં બે કિસ્સાઓ સામે આવ્યા

    જામનગર શહેરમાં ખાણીપીણી માંથી જીવાત મળવાના બે દિવસમાં બે કિસ્સાઓ સામે આવ્યા. એક દિવસ આઈસ્ક્રીમમાંથી જીવાત નિકળી તો બીજા દિવસે પીઝામાં જીવાત જોવા મળી. બંન્ને કિસ્સામાં ફરીયાદ કરતા આરોગ્ય વિભાગ દ્રારા કાર્યવાહી કરવામાં આવી. જેમાં પાંચ દિવસ સુધી વેપાર બંધ કરીને સફાઈ અને દવાનો છટકાવ તેમજ વોટર રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી.

  • 30 Sep 2023 05:18 PM (IST)

    વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 12મી ઓક્ટોબરે જ્યારે ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબરે થશે

  • 30 Sep 2023 05:12 PM (IST)

    Asian Games: ટેનિસમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેની જોડીએ સુવર્ણ પદક જીત્યો

  • 30 Sep 2023 05:11 PM (IST)

    Asian Games: ભારતે સ્ક્વોશ મેન્સ ટીમ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ, પાકિસ્તાનને 2-1 થી આપી માત

  • 30 Sep 2023 05:09 PM (IST)

    2000 હજારની નોટ જમા અને એક્સચેન્જ કરવાની તારીખ લંબાવાઈ

    રૂપિયા 2000 હજારની બેંક નોટ જમા અને એક્સચેન્જ કરવાની તારીખ લંબાવાઈ, આ છે નવી તારીખ

  • 30 Sep 2023 04:42 PM (IST)

    મહેસાણામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ પર રેડનો વીડિયો વાયરલ

    • ગેરકાયદે ગેસ રિફિલિંગ પર રેડનો વીડિયો વાયરલ
    • બહુચરાજીમાં ઇન્ચાર્જ મામલતદારને જાણ કર્યા વગર ડ્રાઈવરે કરી રેડ
    • રેડ કરનાર ડ્રાઈવર અને 2 ATVT ઓપરેટરને કરાયા સસ્પેન્ડ
    • સસ્પેન્ડ કરાયેલ ડ્રાઈવર અને ATVT ઓપરેટરનો ઇન્ચાર્જ મામલતદાર પર આક્ષેપ
    • ઇન્ચાર્જ મામલતદારે તપાસ કરવા મૌખિક જણાવ્યું હોવાનો આક્ષેપ
    • ઇન્ચાર્જ મામલતદાર પ્રકાશગીરી બાવાનું સમગ્ર મામલે નિવેદન
    • પોતાને જાણ કર્યા વગર ડ્રાઈવર અને ATVT ઓપરેટરે કરી હતી રેડ
    • સમગ્ર મામલે ગેસ રીફિલિંગ કરનાર વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી
    • રેડ કરનાર ડ્રાઈવર અને 2 ATVT ઓપરેટરને પણ સસ્પેન્ડ કરી કરાઈ કાર્યવાહી
    • જરૂર પડે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે
  • 30 Sep 2023 04:32 PM (IST)

    વડોદરા જિલ્લા પંચાયતની જુદી જુદી 8 સમિતિઓની કરાઇ રચના

    વડોદરા જિલ્લા પંચાયતની 8 જુદી જુદી સમિતિઓની રચના કરાઇ છે. કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, સિંચાઈ સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, જાહેર આરોગ્ય સમિતિની રચના કરાઇ છે. આગામી 10 દિવસમાં જિલ્લા પંચાયતની વધુ એક બેઠક બોલાવી સમિતિના ચેરમેનની વરણી કરાશે.

  • 30 Sep 2023 04:20 PM (IST)

    એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ સ્ક્વોશ ટીમે ગોલ્ડ જીત્યો

    એશિયન ગેમ્સની મેન્સ ટીમ સ્ક્વોશ સ્પર્ધામાં શનિવારે ટોચના ક્રમાંકિત ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચેન્નાઈના અભય સિંહે અદ્ભુત સંયમ બતાવ્યો અને નિર્ણાયક મેચમાં ઉતાર-ચઢાવમાં નૂર ઝમાનને 3-2થી હરાવ્યો. આ મેચમાં 25 વર્ષીય ભારતીય ખેલાડીએ બે ગોલ્ડ મેડલ પોઈન્ટ બનાવ્યો અને વિજયી બન્યો. આ જીત બાદ તેણે પોતાનું રેકેટ હવામાં ફેંકી દીધું.

  • 30 Sep 2023 03:53 PM (IST)

    હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો

    હિંમતનગર શહેરમાં રહેતા કેવિન રાવલ નામના યુવકનુ હાર્ટએટેકને લઈ મોત નિપજ્યુ છે. યુવક કેવિન રાવલ શુક્રવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં જ બેઠો હતો. આ દરમિયાન તેને અસ્વસ્થતા જણાતા તે પોતાના રુમમાં ચાલ્યો ગયો હતો. કેવિન રાવલ પોતાના રુમમાં પહોંચતા જ તેની બેચેની વધતી લાગતા તેણે બે હાથ વડે માથુ પકડ્યુ હતુ અને બાદમાં તે ફર્શ પર જ ઢળી પડ્યો હતો. આ કેવિન રાવલ 21 વર્ષની ઉંમર ધરાવતો હતો.  તેણે હાલમાં જ રોબોટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તે આ દિશામાં જ પોતાનુ કરિયર આગળ વધારવા માંગતો હતો.

  • 30 Sep 2023 03:50 PM (IST)

    અતીક-અશરફ હત્યા કેસ: યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

    બાહુબલી નેતા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં યુપી સરકારે કહ્યું છે કે, તે અતીક અહેમદ હત્યા કેસમાં ન્યાયી સુનાવણી સુનિશ્ચિત કરશે.

  • 30 Sep 2023 03:05 PM (IST)

    પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુરમાં કરી રહ્યા છે રોડ શો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરમાં રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદી અહીં રેલી પણ કરશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સાથે આ વર્ષે છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે.

  • 30 Sep 2023 03:04 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકવાદીઓને માર્યા ગયા

    જમ્મુ-કાશ્મીરની કુપવાડા પોલીસે માહિતી આપી છે કે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધી ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

  • 30 Sep 2023 03:03 PM (IST)

    મુંબઈ 2 ઓક્ટોબરે માર્ચ કાઢશે ઈન્ડિયા ગઠબંધનના નેતા

    ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ 2 ઓક્ટોબરે ‘મેં ભી ગાંધી’ ના નારા સાથે મુંબઈમાં કૂચ કરશે. રેલીમાં ભાજપની નીતિઓ સામે પ્રહારો કરવામાં આવશે. આ રેલી CSMT પાસેના મેટ્રો સિનેમાથી મહાત્મા ગાંધી સ્મારક સુધી કાઢવામાં આવશે.

  • 30 Sep 2023 02:10 PM (IST)

    ધાંગરી આતંકી હુમલા કેસમાં પુંછમાં NIAના દરોડા

    રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રાજૌરીના ધાંગરી ગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસના સંદર્ભમાં પૂંચ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ ધાંગરી ગામમાં થયેલા હુમલામાં સાત નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો અને 8 ઘાયલ થયા હતા. NIAએ પહેલાથી જ પુંછ જિલ્લાના ગુરસાઈ ગામના બે લોકો સામે હુમલાખોરોને આશ્રય આપવા બદલ કેસ નોંધ્યો છે.

  • 30 Sep 2023 01:27 PM (IST)

    દિલ્હીમાં NIAની મોટી કાર્યવાહી, આતંકીઓની શોધખોળ હાથ ધરી

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ સમગ્ર શહેરમાં દરોડા પાડીને શોધખોડ શરુ કરી છે. NIAએ વોન્ટેડ આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે. આ મામલામાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી તેની સાથે ઉઝામા ઉર્ફે અબ્દુલ્લાહ,અને રિઝવાન અબ્દુલ હાજી અલી અને તેમની સાથે વધુ એક નામ અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. NIAની સાથે પુણે પોલીસ પણ આ દરોડામાં સામેલ છે.

  • 30 Sep 2023 01:08 PM (IST)

    ઓબીસી અનામતની માંગણી કરતું આંદોલન સમાપ્ત

    નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ઓબીસી આરક્ષણના રક્ષણની માંગ સાથે 20 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને મોકૂફ રાખ્યું હતું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે યોજાયેલી ઓબીસી પ્રતિનિધિઓની બેઠકમાં ઓબીસી સમુદાયને આપવામાં આવેલા આરક્ષણમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.

  • 30 Sep 2023 01:07 PM (IST)

    હરિયાણામાં પણ ખેડૂતોએ રેલવે ટ્રેક જામ કરી દીધો

    હરિયાણામાં ખેડૂત સંગઠનોએ પંજાબમાં ચાલી રહેલા ત્રણ દિવસીય રેલ રોકો આંદોલનમાં તેમના ખેડૂત સાથીદારોને સમર્થન આપવા માટે અંબાલા નજીક રેલવે ટ્રેકને પણ અવરોધિત કરી દીધો છે. અંબાલામાં રેલવે ટ્રેક બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બ્લોક રહેશે. ખેડૂતોનું કહેવું છે કે પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી વળતર આપવામાં આવ્યું નથી કે કોઈ ખાસ પૂર રાહત પેકેજ પણ આપવામાં આવ્યું નથી.

  • 30 Sep 2023 01:01 PM (IST)

    ડ્રગ્સ પેડલરોના કાળા કારોબારનો પર્દાફાશ ! ડ્ર્ગ્સ ઘુસાડવા માટે નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી

    Ahmedabad : ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. નશાના આ ઓનલાઈન રેકેટમાં નવી જ મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડથી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડતા હતા.

  • 30 Sep 2023 01:01 PM (IST)

    કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ, સભામાં કહ્યુ-લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા

    કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમિત શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ છે.આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે.

  • 30 Sep 2023 09:37 AM (IST)

    Breaking News : સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે ઊંઘની ગોળી ખાઈને કર્યા આપઘાતનો પ્રયાસ

    Surat : સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. નરેશ અગ્રવાલે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને આપઘાતનો પ્રયાસ કરતાં બનાવેલો વીડિયો અને ઓડિયો વાયરલ થયા છે.

    રાજેશ પોદાર, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટા, છગન મેવાડા અને ઓ. આર. ગાંધીને જવાબદાર ગણાવ્યા છે. જે અંગે સરોલી પોલીસે આ બાબતે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો નરેશ અગ્રવાલે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે રાજેશ પોદારે જમીનના દસ્તાવેજ કરી પૈસા આપ્યા ન હતા. જ્યારે તેમને વીડિયોમાં વધુ જણાવ્યુ કે છગન મેવાડા તેમની જમીન પડાવી લીધી છે.

  • 30 Sep 2023 08:49 AM (IST)

    અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દૂર્ઘટના, પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત

    અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના ઘટી છે. ઇમારતની કામગીરી દરમિયાન પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત થયા છે.ઝવેરી ગ્રીન્સ નામની કન્સટ્રકશન સાઈટમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. ઇમારતના 13માં માળેથી પટકાતા શ્રમિકના મોત થયા છે.

  • 30 Sep 2023 07:30 AM (IST)

    કરજણથી ડભોઇને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં, તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માગ

    Vadodara : રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાથી અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર થયા છે. તો વડોદરા શહેરમાં પણ વરસાદ બાદ રસ્તાઓની એવી સ્થિતિ થઇ છે કે વાહનચાલકો પસાર થતાં પણ ડરી રહ્યાં છે. વરસાદ બાદ કરજણથી ડભોઇને જોડતા મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે. કરજણથી કુબેર ભંડારી મંદિરે જવાનો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે.

  • 30 Sep 2023 07:30 AM (IST)

    નિજ્જર મર્ડર કેસ પર અમેરિકામાં એસ જયશંકરની સ્પષ્ટ વાત, કેનેડા પુરાવા રજુ કરે

    ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાસેથી પુરાવા માંગ્યા છે. પીએમ ટ્રુડોએ નિજ્જર હત્યામાં પુરાવા હોવાનો દાવો કર્યો હતો. જયશંકર અમેરિકામાં છે અને અહીં તેઓ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલિયનને મળ્યા હતા. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો કેનેડા પાસે કોઈ પુરાવા છે તો તે અમને બતાવે. અમે જોવા માટે તૈયાર છીએ.

  • 30 Sep 2023 07:07 AM (IST)

    અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા શૌર્ય જાગરણ યાત્રા, બજરંગ દળે કરી રવાના

    બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા 30 સપ્ટેમ્બરથી પૂર્વી ઉત્તર પ્રદેશ ક્ષેત્રના ચારેય પ્રાંતોમાં શરૂ થશે. વિશ્વ હિંદુ પરિષદના વિસ્તાર સંગઠન મંત્રી ગજેન્દ્ર સિંહે શુક્રવારે ઔપચારિક પૂજા બાદ સેક્ટર ડી અલીગંજથી શૌર્ય યાત્રા રથને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે તમામ રાજ્યના વડાઓ હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાય અયોધ્યાથી અવધ પ્રાંતની શૌર્ય જાગરણ યાત્રાનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ગોરક્ષ પ્રાંતની યાત્રા મખૌડા ધામથી શરૂ થશે.

  • 30 Sep 2023 06:36 AM (IST)

    ન્યૂયોર્કમાં વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ વણસી, શહેરમાં ઈમરજન્સી લાદવામાં આવી

    ન્યૂયોર્કમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. જેના કારણે અહીં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. પૂરના કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તા પર ગાડીઓ તરતી હોય છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગમે ત્યાં મુસાફરી કરવાની મનાઈ છે. મતલબ કે સ્થિતિ એકદમ ગંભીર છે.

  • 30 Sep 2023 06:36 AM (IST)

    કેનેડા વિવાદને શીખ સમુદાય સાથે જોડવો જોઈએ નહીં – જયશંકર

    વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં કહ્યું કે ભારતે કેનેડા વિવાદને શીખ સમુદાય સાથે જોડવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષોમાં શીખ સમુદાયના મુદ્દાઓ પર કેટલું ધ્યાન આપ્યું છે અને જે સૂચનો આપ્યા છે તેનાથી બધા વાકેફ છે. હું નથી માનતો કે અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે તે સમગ્ર સમુદાય (શીખો)ના મુદ્દાઓ છે. જે લોકો આતંકવાદ વિશે વાત કરે છે. જેઓ અલગતાવાદી છે, જેમની દલીલોમાં હિંસા સામેલ છે…તેઓ આને સમગ્ર સમુદાયનો મામલો માનતા નથી.

  • 30 Sep 2023 06:28 AM (IST)

    રશિયા સાથે ભારતના સંબંધો સ્થિર છે- એસ જયશંકર

    ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું કે રશિયા સાથે ભારતના સંબંધો ભલે સારા ન હોય પરંતુ બંને વચ્ચેના સંબંધો સ્થિર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રશિયા એશિયા પર વધુ ધ્યાન આપશે કારણ કે પશ્ચિમ સાથે તેના સંબંધો બગડ્યા છે.

Published On - 6:28 am, Sat, 30 September 23