Ahmedabad: SVPI ઍરપોર્ટને ઊર્જા કાર્યક્ષમતામાં ગોલ્ડ એવોર્ડ એનાયત, વીજ વપરાશમાં ઘટાડા માટે કરાયેલી પહેલ બદલ સન્માન

Ahmedabad: અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટે ઊર્જા કાર્યક્ષમતામાં ગોલ્ડ ઍવોર્ડ એનાયત થયો છે. SVPI ઍરપોર્ટને સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ઍવોર્ડ્સમાં ગોલ્ડ ઍવોર્ડથી બહુમાન કરાયુ છે. 21મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં SVPIAને ઍરપોર્ટ સેક્ટરમાં સુવિધા કેટેગરી હેઠળ આ ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.

Ahmedabad: SVPI ઍરપોર્ટને ઊર્જા કાર્યક્ષમતામાં ગોલ્ડ એવોર્ડ એનાયત, વીજ વપરાશમાં ઘટાડા માટે કરાયેલી પહેલ બદલ સન્માન
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2023 | 12:43 AM

Ahmedabad: અમદાવાદના SVPI ઍરપોર્ટને ઊર્જા કાર્યક્ષમતામાં વીજ વપરાશમાં ઘટાડા માટે કરાયેલી પહેલ બદલ ગોલ્ડ ઍવોર્ડ એનાયત થયો છે. SVPI એરપોર્ટેને તેની ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ પહેલ માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વીજળી અને પાણીનું સંરક્ષણ કરતા અદ્યતન કૂલિંગ ટાવર, ઊર્જા કાર્યક્ષમ ચિલર અને ઓછી ઊર્જા વપરાશ કરતી એર કન્ડિશનીંગ સિસ્ટમ, 5-સ્ટાર એર કન્ડિશનીંગ યુનિટની સ્થાપનાથી અંદાજે 15% વીજ વપરાશ ઘટાડવામાં મદદ મળી છે.

ઍરપોર્ટના ટર્મિનલ A/C ઇન્ડોર યુનિટ માં વેરિયેબલ સ્પીડ પંખા સ્થાપિત કર્યા છે. જેના દ્વારા એર કંડિશનરના પંખાની ઝડપ તાપમાન પ્રમાણે વધ-ઘટ છે. વળી ઓફિસ વિસ્તારોમાં પ્રકાશ નિયંત્રણ માટે ઓક્યુપન્સી સેન્સર, સ્ટ્રીટ લાઇટિંગ માટે ટાઈમર અને પાણીનો વપરાશ ઘટાડવા નળમાં એરેટર્સ મૂકવામાં આવ્યા છે. વીજ વપરાશ ઘટાડવા એર કન્ડીશનીંગમાં યુવી સિસ્ટમ મહત્વનો ફાળો આપે છે. SVPI ઍરપોર્ટ ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉપણું વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ એવોર્ડ ટકાઉ અને હરિયાળી એરપોર્ટ સુવિધા માટેના પ્રયાસોનું પ્રમાણપત્ર છે.

SVPI એરપોર્ટને બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ

આ ઍરપોર્ટને બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ પણ નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં આપવામાં આવ્યો. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સતત બીજા વર્ષે SVPIને 25 મિલિયન કેટેગરી હેઠળ ‘બેસ્ટ રીજીનલ ઍરપોર્ટ’નો એવોર્ડ એનાયત કરાયો છે. 18 જાન્યુઆરી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં SVPI ઍરપોર્ટને મુસાફરોને સારી સુવિધા આપવા બદલ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. જ્યાં SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલ અને એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા તમામ બાબતોને ધ્યાને રખાઈ હતી.

જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક

ISO પ્રમાણપત્ર પણ મળ્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ISO સર્ટિફિકેટ મળ્યું છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે ISO પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

ACI માં લેવલ -2નું પ્રતિષ્ઠિત એક્રેડિશન પણ પ્રાપ્ત થયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લાં પાંચ વર્ષમાં SVPI ઍરપોર્ટે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી અનેકવિધ ASQ એવોર્ડ હાંસલ કર્યા છે. તેમાં ઍરપોર્ટ ACIમાં લેવલ 2માં અપગ્રેડ થયું.

ઍરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવાના સતત પ્રયાસોના આધારે ACI ડાયરેક્ટર જનરલના રોલ ઓફ એક્સેલન્સમાં 2021માં સામેલ થવાની જાહેરાત કરી છે. એપ્રિલ મહિનામાં એરપોર્ટને લેવલ 1 થી લેવલ 2 પર અપગ્રેડ કરવામાં આવ્યુ હતું. ઍરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ ઍરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વિકસાવવામાં આવેલો મલ્ટિલેવલ એક્રેડિટેશન પ્રોગ્રામ છે. જે એરપોર્ટને ગ્રાહકોના અનુભવ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે માર્ગદર્શન આપે છે.

આ પણ વાંચો: Junagadh: હેરિટેજ સ્મારકોમાં 62 એકરમાં પથરાયેલ ઉપરકોટનું 74 કરોડના ખર્ચે રીસ્ટોરેશન કામ પૂર્ણ: જુઓ Photos

ઍરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહકો સંભાળવાની વ્યૂહરચના અને ગ્રાહકોની સમજ જેવા પરિમાણોના આધારે લેવલ 2 આપવામાં આવે છે. આ સિવાય SVPI ઍરપોર્ટના બે કેસ સ્ટડીઝ INSSAN દ્વારા આયોજિત 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટમાં પ્રથમ પુરસ્કાર વિજેતા પણ બન્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">