સુરત: દિવાળી જ સમયે બેલ્જિયમમાં હીરા પેઢીએ નાદારી નોંધાવી છે. 142 કરોડથી વધુ રુપિયાની નાદારી નોંધાવતા ચકચાર મચી છે. આ ગુજરાતના પાટીદાર વેપારીની હીરા પેઢી હતી. જે 30 વર્ષથી હીરાના ધંધામાં કાર્યરત હતા.
સુરત: પાંડેસરામાં દુકાનમાં આગ લાગી છે. પિયુસ પોઇન્ટ નજીક દુકાનમાં આગ લાગી છે. કોચિંગ ક્લાસમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગત મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રુમમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હતી, મેસેજ કરનારે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે મેસેજમાં મોકલનારએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.
અમદાવાદઃ GST કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ, સુરત, ભાવનગર સહિત 7 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. ED મહેશ લાંગાના બેનામી વ્યવહારોની પણ તપાસ કરશે. પ્રાથમિક તપાસમાં તમામ વ્યવહારો ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે. આર્થિક વ્યવહારો સંલગ્ન સ્થળોએ EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. અગાઉ EDએ 23 સ્થળોએદરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીઃ જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો થયો. સામા કાંઠે બોટ મુકવા બાબતે બબાલ થઈ હતી. કેટલાક સ્થાનિકો સાથે બબાલ થઈ હતી. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો થયો છે. હુમલામાં ચેતન શિયાળ સહિત અન્ય યુવાનને ઈજા પહોંચી છે.
નોઈડાના સેક્ટર 24માં બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ લાગી છે. બેન્ક્વેટ હોલમાં આગ લાગવાથી એકનું મોત થયુ છે,તો કેટલાક લોકો દાઝ્યા છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ ઓલવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.
ગાંધીનગર: મુખ્યપ્રધાનની 4 મનપા અને નગરપાલિકાએ દિવાળી ભેટ આપી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા મનપાને મોટી ભેટ મળી છે. મુખ્યપ્રધાને મનપા અને નગરપાલિકાના કામો માટે 1664 કરોડ ફાળવ્યા છે. વિકાસના વિવિધ 502 કામો માટે રૂપિયા 1664 કરોડની મંજૂરી મળી. ભચાઉ, ધાનેરા, ડાકોર, ખેડબ્રહ્મા નગરપાલિકાને પણ દિવાળી ભેટ મળી. નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે 67.70 કરોડ ફાળવ્યા.
દિવાળી સહિતના તહેવારોને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 30 ઓક્ટોબર એટલે કે આજના દિવસની ટ્રેનનું લિસ્ટ નીચે મુજબ છે.
Ensuring passenger convenience!
Please find below the list of festival special trains operational on 30th October 2024 for passenger convenience. pic.twitter.com/xGqNOTFRhR
— Ministry of Railways (@RailMinIndia) October 29, 2024
PMએ 12 હજાર 850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. દેશમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને 5 લાખની મફત સારવાર મળશે. હરિયાણાની ચૂંટણીમાં અનિયમિતતાનો કોંગ્રેસે લગાવેલો આરોપ કેન્દ્રીય ચૂંટણી પંચે ફગાવ્યો. 1600 પાનામાં ચૂંટણી પંચે કોંગ્રેસને જવાબ આપ્યો. દિવાળી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. પ્રાથમિક શાળામાં 13,800 વિદ્યા સહાયકની ભરતી કરાશે. પહેલી નવેમ્બરે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યનાં 4 મહાનગરો અને નગરપાલિકાઓને રાજ્યસરકારની ભેટ. મુખ્યપ્રધાને 502 જેટલા વિકાસના કામો માટે રૂપિયા 1664 કરોડની મંજૂરી આુપી. કરોડોના GST કૌભાંડ કેસમાં રાજ્યના 7 સ્થળોએ EDના દરોડા. ED લાંગાના બેનામી વ્યવહારોની તપાસ કરશે. તો લાંગ વિરૂદ્ધ રૂ.28 લાખની ઠગાઇમાં વધુ એક ગુનો દાખલ. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નડીયાદમાં નકલી શૈક્ષણિક સંઘનો આરોપ. પ્રાથમિક શિક્ષણ સમિતિનો સ્કૂલોના શિક્ષકો પર આક્ષેપ છે.