
જામનગર: કોર્પોરેટર પર હુમલા મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર અલ્તાફ અલી સહિત 6 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો. કોર્પોરેટર પર જીવલેણ હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો થયો હતો.
ઉત્તર રેલ્વે ક્ષેત્રમાં આવતી 115 ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર રેલ્વે તરફથી મળેલી માહિતી અનુસાર, આ ક્ષેત્રમાં 115 ટ્રેનો મોડી ચાલી રહી છે. આમાંથી કેટલીક ટ્રેનો ટ્રેક જાળવણીના કારણે મોડી પડી છે, જ્યારે મોટાભાગની ધુમ્મસના કારણે મોડી પડી છે.
દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 km દુર નોંધાયું. સવારે 9:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મોરબીમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ફોર્કલિફ્ટ (લોડર)ની અડફેટે એક શ્રમિક મહિલાનું મોત થયું છે. ફેક્ટરીમાં કામ કરતી વખતે અચાનક લોડર મહિલાને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ લોડર ચાલક સામે બેદરકારીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા: અંબાજી મંદિર પર ચઢાવાતી ધજાને લઇ મોટો નિર્ણય લેવાયો. મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા. ટેકનીકલ સર્વે બાદ શ્રદ્ધાળુઓની સલામતી માટે લેવાયો નિર્ણય. મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ નિર્ણય લેવાયો. લાંબી ધજાઓને કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઇ રહ્યુ છે.
વાવ થરાદ: કોલસો ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ લાગી છે. ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ઘટના બની છે. ટ્રેલરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ટ્રેલર કંડલાથી ઉતરપ્રદેશ જઈ રહ્યું હતું.
આગમાં ટ્રેલર બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ થયો છે.
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ ફરી એક વાર દેખાયો. નેત્રંગના મખ્યમાર્ગનું કામ અટકાવ્યું. પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી. હલકી કક્ષાના બ્લોક નખાતા હોવાની રજૂઆત થઈ હતી. રજૂઆત બાદ નિરિક્ષણ કરવા મનસુખ વસાવા પહોંચ્યા હતા. કામમાં ગોબાચારી દેખાતા કામગીરી બંધ કરાવી દીધી.
અમેરિકાઃ બરફનું તોફાન ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં અમેરિકાને બરફ બોમ્બ ધમરોળશે. વાવાઝોડાની અસરને પગલે બરફ અને કરાનો વરસાદ થયો. વિન્ટર સ્ટોર્મને પગલે અમેરિકાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. મોન્ટાનાથી લઇને મેઇને સુધી વાવાઝોડાની અસર થઇ શકે છે. ટેક્સાસથી માંડીને પેન્સિલવેનિયા સુધીના વિસ્તારો પ્રભાવિત થઇ શકે.
બનાસકાંઠા : પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીતના લોકોને અટકાવાયા. કાણોદર નજીક કલાકોથી આદિવાસી સમાજના લોકોએ ધામા નાખ્યા. મંજૂરી ન લીધી હોવાના નામે પોલીસે યાત્રા અટકાવી હોવાનો આક્ષેપ છે. આદિવાસી સમાજ ના સમર્થનમા ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને ઉતર્યા. યાત્રા ચાલુ રાખવા આદિવાસી સમાજના લોકો મક્કમ બન્યા.
આજે 30ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:32 am, Tue, 30 December 25