વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દશરથ બ્રિજ નીચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 46 વર્ષીય મહેશ ડાભી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, ચીન સહિત પાંચ દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદી શકે તેવી ચર્ચાએ વૈશ્વિક વેપાર જગતમાં ચિંતા વધારી છે. અમેરિકી સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદતું બિલ પસાર કર્યા બાદ રશિયા સાથે વેપાર સંબંધ ધરાવતા દેશો પર પણ તેની અસર થઈ શકે છે. ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન જેવા દેશોને આ નિર્ણયથી વેપાર અને નિકાસ ક્ષેત્રે ફટકો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા એક્સપ્રેસ રોડ પર ચાંદની હોટલ નજીક થયેલા અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર મહિલા અને બાળકનું દાઝી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને સમયસર બહાર કાઢી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સરકાર આજે લોકસભામાં પેપર લીક બિલ પર જવાબ આપશે. સરકાર વતી કોણ જવાબ આપશે તે હજુ સ્પષ્ટ નથી.
આજે 29 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:39 am, Wed, 29 July 26