આજે 27 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરાના કરજણમાં ‘ભાજપ નેતા’ ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર ગુંડાગીરી કરવાનો આરોપ લાગ્યો છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કલ્પેશ ડાંગરે સિક્યુરિટી જવાન પર ધારિયા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
આટલું જ નહીં, આરોપીએ રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી પોલીસની હાજરીમાં જ ધમાલ મચાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી જવાનને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ડીસામાં સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા એક મહિલાને ઈજા થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બેંકની બહાર રિક્ષામાં બેઠા હતી અને ગાર્ડ પોતાની બંદૂક ખભે ચઢાવવા જઈ રહ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવેલ છે. આ મામલે પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્યમાં કાન કાપી લૂંટ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ટોળકી ખાસ કરીને ખેતરમાં સૂતેલા વૃદ્ધોને નિશાન બનાવતી હતી. આ ટોળકી દિવસ દરમિયાન પશુ લે-વેચના બહાને ગામડાઓમાં રેકી કરતી અને ઘરના સભ્યોની માહિતી મેળવી રાત્રે લૂંટ કરવા આવતા હતા. આ ગેંગે છેલ્લા 6 મહિનામાં 6 જેટલી ગંભીર લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જો કે, અમદાવાદ ગ્રામ્ય LCBએ આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતના અમરોલીમાં નકલી ચીજવસ્તુઓ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી ગેરકાયદેસર પેટ્રોલ પંપ ઊભું કરી વેચાતું 800 લિટર નકલી ડીઝલ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે 22.70 લાખનો મુદ્દામાલ કબજે કરી નાખ્યો છે અને 2 ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ‘લવ જેહાદ’ જેવો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર શહેરમાં એક વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
અલ્તાફ નામના યુવકે પોતાનું નામ ‘સાહિલ દેસાઈ’ બતાવી છેલ્લા 6 મહિનાથી સગીરાનું શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સગીરાના પરિવારે કંટાળીને અંતે બજરંગ દળની મદદ માંગી હતી. સક્રિય થયેલા બજરંગ દળના કાર્યકરોએ વિધર્મી યુવકને ઝડપી પાડી સેક્ટર-21 પોલીસને સોંપ્યો છે. હાલ પોલીસે યુવકની અટકાયત કરી આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
અમદાવાદની જાણીતી સી.એન. વિદ્યાલયમાં પીટીસી (PTC) કરતી એક વિદ્યાર્થિનીની છેડતીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સેમેસ્ટર-1માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ અધ્યાપક રોહિત ઉપાધ્યાય પર છેડતીનો આક્ષેપ લગાવી લેખિત ફરિયાદ નોંધાવી છે.
ઘટના બન્યાના 4 દિવસ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા DEO એ શાળા સંચાલકો પાસે સમગ્ર ઘટનાનો ખુલાસો માંગ્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એલ.જે યુનિવર્સિટી પાસે એક કાળા રંગની કારમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાંથી મળેલ મૃતદેહ મામલે પોલીસે વધુ ખુલાસો કર્યો છે. મૃતદેહ ઓળખ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલા મૃત્યુ થયું હોવાની આશંકા પોલીસને છે. 40 થી 45 વર્ષનો શખ્સ હોય તેવી શક્યતા પણ વર્ણાવાઈ છે. મૃતદેહ મળેલ mercedes ગાડી ગેરેજ વાળાની હતી, જે ઘણા સમયથી બંધ હાલતમાં હતી. ગાડી બંધ હાલતમાં હોવાથી તેમાં બેસીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આઘેડની હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે. સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી.
CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં કર્યો ઐતિહાસિક નિર્ણય. વારસાઈ જમીન વ્યવહારમાં લાગશે માત્ર 300 રૂ. સ્ટેમ્પ ડ્યુટી. જંત્રી આધારિત મોટી સ્ટેમ્પ ડ્યુટીમાંથી જનતાને મળશે મુક્તિ. સીધી અને આડી લીટીના વારસદારોને આર્થિક રાહત મળશે. મિલકત વહેંચણી સરળ બનતા કોર્ટ કચેરીના વિવાદ હવે ઘટશે. હક પત્રક વધુ સ્પષ્ટ બનશે અને પારદર્શિતામાં વધારો થશે. સરળ પ્રક્રિયાથી રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ મળશે.
હત્યા કેસમાં 8 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના અલંગ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. વર્ષ 2018 માં નોંધાયેલા ગુનામાં હતો ફરાર. આરોપી સુનિલ વિષ્ણુપ્રસાદ પોલીસ પકડથી ફરાર હતો. મહારાષ્ટ્રથી સુરત PCB એ ઝડપી પાડ્યો.સાગરીતો સાથે મળી વિનોદ યાદવની હત્યા કરી હતી. આરોપીને પકડવાને લઇને 10000નું ઇનામ પણ જાહેર કરાયું હતું.
વિશ્વમાં CNGની તંગી વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ચોકાવનારું નિવેદન કર્યું છે. વિદેશથી મોંઘોદાટ ગેસ આયાત કરવાના બદલે, છાણમાંથી બાયોગેસ બનાવીને ભારત ગેસક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે તેમ તેમણે કહ્યું છે. બનાસ ડેરીના બાયો CNG પંપ, આત્મનિર્ભરતા માટે મહત્વના હોવાનું કહ્યું હતું. બનાસકાંઠામાં બનાસ ડેરીમાં કરોડોની માત્રામાં બાયોગેસ ઉત્પાદન શરૂ છે. હાલમાં અનેક વાહનો ડેરીના બાયો CNG ગેસથી ચાલી રહ્યાં છે.
વૈશ્વિક કટોકટીમાં પશુઓનું છાણ દેશ માટે સંકટ સમયની સાંકળ છે. ભવિષ્યમાં છાણમાંથી ગેસ બનશે તો ક્યારેય તંગી સર્જાશે નહીં તેમ પણ ચૌધરીએ કહ્યું હતું.
અમદાવાદ ગ્રામ્યમાં કાન કાપી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે. ખેતરમાં સૂતેલા વૃદ્ધોને ખાસ નિશાન બનાવતી હતીઆ ટોળકી. પશુ લે-વેચના બહાને ગામડામાં રેકી કરી લૂંટ ચલાવતા હતા. ઘરના સભ્યોની માહિતી મેળવી રાત્રે ત્રાટકતા હતા લૂંટારુઓ. 6 મહિનામાં 6 જેટલી ગંભીર લૂંટને આપ્યો હતો અજામ. અમદાવાદ ગ્રામ્ય LCBએ 2 આરોપીની કરી ધરપકડ.
અમદાવાદના શીલજ દિવ્યજ્યોત સ્કૂલ પાસે સર્જાઈ દુર્ઘટના. કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી નીચે યુવક દબાઈ ગયો હતો. રેતીની કામગીરી સમયે યુવક અચાનક નીચે ફસાયો. ફાયરની ટીમે યુવકનું સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ.
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ભોજન સહિતની મૂળભૂત સુવિધાઓ ન મળતા વિરોધ નોંધાવાયો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અને TV9ના અહેવાલ પછી છાત્રાલયનું તંત્ર તરત જ સક્રિય થયું છે અને જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ પૂર્વ મેયરે પણ છાત્રાલયની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. હાલ તંત્ર દ્વારા આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રામ નવમીના અવસરે, અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી, આશરે 5,00,000 ભક્તોએ રામ મંદિરમાં પ્રાર્થના કરી છે અને ભગવાન રામના દર્શન કર્યા છે. આ ભક્તોમાં યુવાનો સૌથી મોટો ભાગ છે.
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે, વૈશ્વિક ઇંધણની અછતને કારણે વ્યાપક અશાંતિ થઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સંદર્ભમાં, મોદી સરકાર દ્વારા ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય નાગરિકોને ખૂબ જ જરૂરી રાહત આપે છે. તેમણે નોંધ્યું હતું કે જ્યારે ઘણા દેશોએ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, ત્યારે મોદી સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું પગલું તેના લોકો-કેન્દ્રિત શાસન અને નિર્ણય લેવા પ્રત્યેના તેના સંવેદનશીલ અભિગમ પર ભાર મૂકે છે. આ નિર્ણય બદલ પીએમ મોદીને અભિનંદન.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે કોઈ લોકડાઉન નહીં થાય. મને આશ્ચર્ય થાય છે કે કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે લોકડાઉન લાદવામાં આવશે અને બળતણની અછત પણ રહેશે. આવા બધા દાવા પાયાવિહોણા છે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ તરફથી આવી ટિપ્પણીઓ ચિંતાજનક છે. COVID-19 રોગચાળા દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું હતું તેવું કોઈ લોકડાઉન નહીં હોય. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે COVID દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું હતું તેવું લોકડાઉન લાદવામાં આવશે નહીં.”
ભાજપ સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતામાં ટેલિકોમ્યુનિકેશન અને આઇટી પરની સ્થાયી સમિતિએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સમિતિ અનુસાર, ઘણા દેશોએ પહેલાથી જ આવા પ્રતિબંધો લાગુ કર્યા છે.
દેવભુમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પરથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સંકેત મળ્યા છે કે LPGથી ભરેલો “જગ વસંત “નામનો જહાજ વાડીનાર પહોચ્યું છે. જહાજ અંદાજે 16 હજાર મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યો છે. ઘરેલુ ગેસ સપ્લાય માટે આ જથ્થો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલ અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે, સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹3નો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલ પર₹10નો સીધો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.
વડોદરા નજીક રાણોલી GIDC વિસ્તારમાં પ્લોટ નંબર 219 માં અચાનક આગ લાગવાની ઘટના. અગમ્ય કારણોસર લાગેલી આગથી વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી છે.
અમદાવાદ: વિરમગામ શહેરમાં કલરની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોળપીઠા વિસ્તારમાં આગના બનાવથી અફરાતરી મચી ગઈ છે.
યુદ્ધના 28મા દિવસે ટ્રમ્પનો સૌથી મોટો નિર્ણય, આગામી 10 દિવસ ઇરાનના ઉર્જા ઠેકાણા પણ US નહીં કરે હુમલા તેમજ ટ્રમ્પ ઇરાનના ઉર્જા સંયત્રો પર હુમલા પર લગાવી રોક 6 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી હુમલા પર રોક લગાવી છે.
પીએમ મોદી આજે મધ્ય પૂર્વની પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
Published On - 7:59 am, Fri, 27 March 26