આજે રવિવારને 26મી જુલાઈના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના અમિરગઢમાં એક ઈંચથી વઘુ તો હડાદમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશીનામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડના નાનાપૌંઢામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતીઓને વરસાદમાંથી આંશિક રાહત મળી છે. 17 જિલ્લામાં આગામી 3 કલાક વરસાદનું કોઈ એલર્ટ નથી. જો કે, હવામાન વિભાગે સવારના 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગરમાં પણ યેલો એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.
ગીર સોમનાથના ફુલકા ગામે દીપડાને પાંજરે નહીં ઘરમાં પૂર્યો હતો. ઉનાના ફુલકા ગામે વાડી વિસ્તારમાં એક મકાન અંદર દીપડો ઘુસતા ખેડૂતે દીપડાને ઓરડામાં કેદ કર્યો હતો. જશાધાર વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. દરવાજામાં પાંજરુ મૂકી દીપડાને લીડ કરવામાં આવ્યું. દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ – 2 પર મહિલા આપઘાતનો કર્યો પ્રયાસ. મિત્રને મળવા આવેલ મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ. એરપોર્ટ ટર્મિનલ -2 પાસે મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાની આશંકા. એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 203 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં આશરે 6 ઈંચ જેટલો નોંધાયો છે. બનાસકાંઠાના ઓગડમાં પોણાચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે 26 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:11 am, Sun, 26 July 26