આજે 25 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
નવસારીના ગેટકી ગામના મહિલા સરપંચે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. સરપંચની આત્મહત્યાથી અનેક સવાલ ઉઠ્યા છે.
આવતીકાલે સવારે શિવરાજ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે 8.45 કલાકે રાજભવન ખાતે યોજાશે. આ વખતે શિવરાજ કેબિનેટમાં ત્રણ નવા ચહેરાઓને તક મળશે. વિંધ્યથી રાજેન્દ્ર શુક્લા, મહાકૌશલથી ગૌરીશંકર બિસેન અને બુંદેલખંડના રાહુલ લોધીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બેફામ કાર ચલાવતો શખ્સ ઝડપાયો છે. નબીરો લોકોનો જીવ જોખમમાં મુકાય તે રીતે કાર ચલાવતો હતો. એ ડિવીઝન પોલીસે વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની પકડમાં યુવાને લોકોને ટ્રાફિક નિયમો પાળવા અપીલ કરી છે.
જૂનાગઢમાં કોન્સ્ટેબલ આપઘાત કેસમાં ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા હાજર થયા છે. તપાસ અધિકારીએ ડીવાયએસપી ખુશ્બુ કાપડિયાની પૂછપરછ કરી. ડીવાયએસપી ફરિયાદ દાખલ થતા રજા પર ઉતરી ગયા હતા.
દિલ્હીના સાગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સર્વોદય વિદ્યાલયના બાળકોની તબિયત અચાનક બગડી. સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકોએ કંઈક પીધું હતું જેના કારણે બાળકોની તબિયત લથડી હતી. પાંચમાથી આઠમા ધોરણના બાળકોની તબિયત લથડી છે. બાળકોને DDU હોસ્પિટલ અને ડાબરીમાં બનેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પંચમહાલના પાવાગઢમાં મોટી દુર્ઘટના થતા ટળી છે. રોપ-વે નો કેબલ ટ્રેક પરથઈ ઉતરી ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, જેમા ઉડન ખટોલામાં બેસેલા સહુ લોકોના જીવ પડીકે બંધાયા હતા. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા છે.
વડાપ્રધાન મોદી ગ્રીનની મુલાકાતે પહોંચ્યા છે. ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિનાએ મોદીનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ કહ્યું,અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. કૃષિ ક્ષેત્રે સહકાર માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સુરતમાં ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેન્કનું ATM મશીન બે શખ્સોએ તોડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ATM મશીનના કેબિનમાં શટર બંધ કરી ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ધારદાર હથિયારો વડે ATM મશીન તોડ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ કશું હાથ નહીં લાગતા શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં બે ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને ATM તોડવાનો પ્રયાસ કરતા નજરે ચડ્યા છે. પલસાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી
અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે બ્રિજ બનાવવામાં આચરવામાં આવેલી ગેરરિતી મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરાઇ છે. ચાર્જશીટમાં 65 થી વધુ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ સામેલ છે. ચાર્જશીટમાં 12 થી વધુ ભાગેડુ આરોપી પણ દર્શાવાયા છે. હાટકેશ્વર બ્રિજ બન્યાના થોડા સમયમાં જ વાહનો આ બ્રિજ બંધ માટે કરાયો હતો.
દેવભૂમિ દ્વારકામાં અનિયમિત વીજપુરવઠાથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. કલ્યાણપુરના મેઘપર-ટીટોડી ગામના લોકોએ કર્યો વીજ અધિકારીઓને ઘેરાવો કર્યો છે. ગામમાં પૂરતો વીજપુરવઠો આપવાની ગ્રામ જ્નોએ માગ કરી છે. વીજ કંપનીએ આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો.
Chandrayaan-3 Update ઈસરોએ આજે ચંદ્રયાનન-3ને લઈને મોટુ અપડેટ જાહેર કર્યું છે. ચંદ્રયાન-3 રોવરે ચંદ્ર પર 8 મીટરનું અંતર કાપ્યું છે.
Chandrayaan-3 Mission:
All planned Rover movements have been verified. The Rover has successfully traversed a distance of about 8 meters.
Rover payloads LIBS and APXS are turned ON.
All payloads on the propulsion module, lander module, and rover are performing nominally.…
— ISRO (@isro) August 25, 2023
પાલનપુરમાં તકલાદી રોડ રસ્તા બનાવનાર પાંચ એજન્સીઓને આખરી નોટીસ ફટકારાઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ મોટાભાગે તૂટી ગયા છે, જેને લઇને તેમને આખરે નોટીસ અપાઇ છે. જોકે વિપક્ષે શાસક પક્ષ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આ એજન્સીઓમાં પાલિકાના પદાધિકારીઓની મિલીભગત હતી અને હવે એમની મુદ્દત પૂરી થવા આવી છે એટલે દોષનો ટોપલો એજન્સી ઉપર ઢોળી રહ્યા છે.
આતંકી સંગઠન અલ કાયદા સાથે નેટવર્ક ધરાવતા ભારતીય નાગરિકના જામીનની અરજી સ્પેશ્યલ NIA કોર્ટે ફગાવી છે. આરોપી ફરિદની જામીન અરજી કોર્ટે ફગાવી છે. સંખ્યાબંધ લોકોના માનસ પરિવર્તન કરી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ધકેલવાના પ્રયાસનો આરોપીઓ પર છે આરોપ. ચાર બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકની આ કેસમાં ધરપકડ થઈ છે. ભારતમાંથી મોટું ફંડ બાંગ્લાદેશ મોકલાવ્યું હોવાનો પણ આરોપીઓ ઉપર આરોપ છે. ફરીદે આતંકીઓ માટે ખોટી ઓળખ ઉભી કરવા ખોટા પુરાવાઓના આધારે બનાવટી ઓળખ ઉભી કરવામાં મદદગારી કરી હોવાનો આરોપ છે.
જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીને શુક્રવારે 10 વર્ષની વેલિડિટી સાથેનો નિયમિત પાસપોર્ટ મળ્યો છે. ઇલ્તિજાએ જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટમાં એક નવી અરજી દાખલ કરી હતી, જેમાં તેના પાસપોર્ટની માન્યતા વધારવા માટે હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશમાં મુસાફરી કરવા સામે કોઈ પ્રતિબંધ નથી. આથી પાસપોર્ટની મુદત વધારવી જોઈએ. આ અરજી દાખલ કર્યાના એક મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ તેમને નિયમિત પાસપોર્ટ આપવામાં આવ્યો છે.
ગર્ભપાતના કેસો અંગે સુપ્રીમકોર્ટના અવલોકન બાદ, ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટે 22 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ, ગુજરાત હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટમાં વિશેષ સુવિધાઓ સાથે ગર્ભપાતની મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાના મેડિકલ રિપોર્ટના આધારે સોલા સિવિલને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને 28 ઓગસ્ટ સુધીમાં ગર્ભપાત કરાવવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે.
BSE સેન્સેક્સ 365 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 19,300ની નીચે ગબડ્યો હતો. શુક્રવારે અસ્થિર વેપારમાં બજાર સતત બીજા દિવસે ઘટ્યું હતું. વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને દરમાં વધારાની આશંકા વચ્ચે ફાઇનાન્સિયલ, આઇટી અને ઓઇલ ક્ષેત્રના શેરોમાં વેચવાલીથી ઘટાડો થયો હતો.
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 365.83 પોઈન્ટ એટલે કે 0.56 ટકાના ઘટાડા સાથે 64,886.51 પોઈન્ટ પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે ઘટીને 519.77 પોઈન્ટ થઈ ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ 120.90 પોઈન્ટ અથવા 0.62 ટકાના ઘટાડા સાથે 19,265.80 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતે G20 સમિટની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે, પરંતુ આ દરમિયાન એવા અહેવાલ મળ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી નહીં આવે. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો G20 સમિટ માટે ભારત આવવાનો કોઈ પ્લાન નથી.
NIAએ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહની જમીન જપ્ત કરી લીધી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર NIAએ પંજાબના તરનતારનના કીડિયાન ગામમાં ખાલિસ્તાની લખબીર સિંહની 4 એકર જમીન જપ્ત કરી છે. લખબીર સિંહ મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આરપીજી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને અનેક કેસોમાં તેનું નામ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસના એથેન્સમાં અજાણ્યા સૈનિકની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જુઓ વીડિયો
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने ग्रीस के एथेंस में अज्ञात सैनिक के मकबरे पर श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/ryRNM17HDh
— ANI_HindiNews (@AHindinews) August 25, 2023
દાહોદના પીપલોદમાં પોલીસ મથકમાંથી દારૂ ચોરીના કેસમાં, ઝડપાયેલા 9 આરોપીઓને દેવગઢબારીઆ કોર્ટમા રજૂ કર્યા હતા. પોલીસે તમામે તમામ 9 આરોપીઓના રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
Jamnagar : એક તરફ સરકાર શિક્ષણ હેતુ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ બીજી તરફ શિક્ષણ વિભાગમાં પુરતો સ્ટાફના હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી નિયમિત થઈ શકતી નથી. જામનગર પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 13 કર્મચારી સામે માત્ર 4 કર્મચારી છે. જયારે 9 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે શિક્ષણને લગતી કામગીરી યોગ્ય સમયે થઈ શકતી નથી.
Vadodara : વિદેશ જવાની ઘેલછામાં અત્યારે અનેક ગુજરાતીઓએ કરોડા રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં વિદેશ જવા વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા છે. વડોદરાના ફતેહગંજ પોલીસે વિઝાના નામે 3.05 કરોડથી વધુની ઠગાઈ કરનારને ઝડપ્યા છે. બંન્ને આરોપીને રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાંથી ઝડપાયા છે. 19 જુલાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પિતા-પુત્ર ફરાર થયા હતા. વિઝા આપવાની નામ પર છેતરપિંડી કરનાર ઠગબાજ પિતા-પુત્રને વડોદરા લાવવામાં આવ્યા છે.
એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતમાં આવવાના છે. તેઓ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સલિની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત આવવાના છે. 27 ઓગસ્ટે રાત્રે 8:30 કલાકે અમદાવાદ પહોંચવાના છે.
અમરમણિ અને મધુમણી ત્રિપાઠીની મુક્તિ વિરુદ્ધ મધુમિતા શુક્લાની બહેન નિધિ શુક્લાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે યુપી સરકારને નોટિસ જાહેર કરીને આ મામલે જવાબ માંગ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે અમરમણિ ત્રિપાઠીની મુક્તિ પર કોઈ રોક લગાવી નથી.
… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં એનઆરઆઈ રસ્તાઓ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદી લોકોને પણ મળ્યા હતા.
40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ગ્રીસ પહોંચ્યા છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ગ્રીસની મુલાકાત લીધી હતી. PM મોદી દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. આ મુલાકાત ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર છે.
Rajkot : જો તમે દાબેલા ચણા (Chickpeas) ખાતા હોવ તો ચેતી જજો. આવું એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે રાજકોટમાં દાબેલા ચણાના ગોડાઉનમાંથી ખરાબ સ્થિતિમાં ચણા અને તેલનો જથ્થો મળી આવ્યો છે.ગોડાઉનમાં મુકેલા ચણાના દ્રશ્યો તમે જોશો તો તમે દાબેલા ચણા ખાતા પહેલા 100 વખત વિચારશો. રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં આવેલા RGS ગૃહ ઉદ્યોગમાં આ ચણા મળી આવ્યા છે.
અહીં આરોગ્ય વિભાગે દરોડા પાડતા ગોડાઉન ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યું હતુ. તો ચણા જમીન પર ખુલ્લી જગ્યામાં પડેલા જોવા મળ્યા. જેમાં જીવાત, ફૂગ, પથ્થર પણ જોવા મળ્યા. એટલું જ નહીં તૈયાર થયેલા દાબેલા ચણાનો જથ્થો પણ ખુલ્લામાં નીચે ધૂળ સાથે પડેલો હતો. તો દાબેલા ચણા બનાવવામાં ઉપયોગમાં લેવાતું તેલ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું. આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Chandrayaan 3: ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. 23 ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. પરંતુ, પીએમ મોદીએ ત્યાંથી લાઈવ જોડાઈને ભારતનું ચંદ્ર મિશન જોયું અને તેની સફળતા માટે ઈસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.
ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતરશે. અહીં ISROનું મુખ્યાલય છે. તેમના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે 26 ઓગસ્ટે સવારે લગભગ 7 વાગ્યે પીએમ સીધા જ ઈસરોના હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રયાન-3ની આખી ટીમને મળશે.
થોડીવારમાં PM મોદી પહોંચશે ગ્રીસ, ભારતીયોને સંબોધશે
ગ્રીસના એથેન્સમાં એનઆરઆઈઓએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી જી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગથી ગ્રીસ જવા રવાના થયા છે.
14મી બટાલિયન NDRFએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના શેહનુ ગૌની અને ઢોલનાલા ગામોમાં વાદળ ફાટવાના સ્થળોથી ફસાયેલા 51 લોકોને બચાવ્યા.
Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. તો કેટલાક ઠગબાજો પકડાઈ રહ્યાં છે. આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના પુણા વિસ્તારમાં ડેટા એન્ટ્રી ના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયુ છે. પુણા વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને ડેટા એન્ટ્રી ના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપ્યું છે.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને $200,000ના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તે આરોપ પર આત્મસમર્પણ કરી દીધું, જેમાં તેમને ગેરકાયદેસર રીતે જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીને પલટવા માટે યોજના બનાવી હતી.
Published On - 6:26 am, Fri, 25 August 23