26 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ થયા શાંત થઇ ગયા છે. આવતીકાલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન યોજાશે. મધ્યપ્રદેશના ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરશે, 400 બેઠકોના નિર્ધાર સાથે PM મોદીનો ઝંઝાવાતી રોડ શો કરવાના છે. તો કર્ણાટકમાં મુસ્લિમોના અનામત પર વિવાદ છેડાયો છે. મુસ્લિમોને OBCમાં સમાવાતા ભાજપનો આકરો વિરોધ છે. લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાના ગુજરાતમાં ધામા નાખશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખરગે સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ (કાશ્મીર ઝોન) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સોપોર જિલ્લા પોલીસ વિસ્તારમાં ચેક મોહલ્લા નોપોરા ખાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું.” પોલીસે જણાવ્યું કે હાલ ઓપરેશન ચાલુ છે.
BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ગુરુવારે રૂ. 404.18 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી શેરબજારોમાં સતત ઉછાળાને કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. 11.29 લાખ કરોડનો વધારો થયો છે.
બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ ગુરુવારે શરૂઆતના કારોબારમાં ઘટાડામાંથી પાછો ફર્યો હતો અને તેના પાછલા બંધ કરતાં 486.50 પોઈન્ટ વધીને 74,339.44 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 718.31 પોઈન્ટ વધીને 74,571.25 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ 1,850.45 પોઈન્ટ વધ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રોકાણકારોની મૂડી રૂ. 11,29,363.01 કરોડ વધીને રૂ. 4,04,18,411.32 કરોડ ($4.87 લાખ કરોડ)ની વિક્રમી ટોચે પહોંચી છે.
સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજની માંગ નહીં સ્વીકારાતા, ક્ષત્રિય સમાજે ધર્મરથનું આયોજન કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના 50 ગામમાં ફરીને સુરેન્દ્રનગરના શક્તિ માતાજીના મંદિરે ધર્મરથનુ આજે સમાપન થયું હતું.
આવતીકાલ શુક્રવારથી ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલ સુધી ભાજપના વિરોધમાં મતદાન કરવા અંગેનો પ્રચાર કરાશે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજના લોકોને પણ સમર્થન જાહેર કરતા સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં થયો વધારો થવા પામ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવામાં નેતાઓ રહ્યા છે નિષ્ફળ રહ્યાં હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલથી ગામે ગામ ભાજપ વિરોધી કાર્યક્રમોનું આયોજન કરાશે.
આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. મિતેષ પટેલે, ખભાત તાલુકાના વિવિધ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
ખંભાત તાલુકામાં પ્રચાર દરમિયાન મિતેષ પટેલે રાલજ, મેતપુર, શકકરપુર, જલુંધ, ઉંદેલ, રંગપુર અને કોડવા ગામના મંદિરમાં સભા યોજી હતી. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી બે દિવસમાં મિતેષ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી છે. જો 2 દિવસમાં મિતેષ પટેલ દ્વારા સંતોષકારક જરુરી ખુલાસો કરવામાં નહીં આવે તો ચૂંટણીના નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં 12 IPS અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશથી વિવિધ પદેથી હટાવાયેલ 12 IPS અધિકારીઓને નિમણૂક અપાઇ છે. લાંબા સમયથી ખાલી પડેલ મહત્વની જગ્યાઓ પર ઇલેક્શન કમિશનની મંજૂરી સાથે નિમણૂક અપાઇ છે. CBIમાંથી પરત ફરેલ 2 પોલીસ અધિકારીઓને નિમણૂક અપાઇ છે.
ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટ વિભાગના આઇજી તરીકે નિમણૂક કરાઈ છે તો, રાઘવેન્દ્ર વત્સની સુરત શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે નિમણૂક કરાઈ છે. શરદ સિંઘલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિરજ બડગુજરની ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પદેથી બદલીને, અમદાવાદ સેક્ટર 1 ના જેસીપી બનાવાયા છે. ચૈતન્ય માંડલીકની સીઆઇડી ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી છે. મનિષસિંગની ગાંધીનગર એમટી વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે.
અજીત રાજયન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી બનાવવામાં આવ્યા છે. ડો લલિના સિન્હાની સાઇબર ક્રાઇમના ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હિમાંશુ વર્મા અમદાવાદ ઝોન 1 ના નવા ડીસીપી બનાવાયા છે.
રૂપલ સોલંકીની ડીજીપી ઓફિસના સ્ટાફ તરીકે નિમણૂક કરાઈ છે. ભારતી પંડ્યાની ટેક્નિકલ સર્વિસ વિભાગના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉષા રાડાની એસઆસપીએફ 6 ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર તાજેતરમાં થયેલા ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસે, આજે ગુરુવારે પંજાબમાં બે લોકોની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી. પોલીસ અધિકારીએ કહ્યું કે સુભાષ ચંદ્ર (37) અને અનુજ થાપન (32)એ 15 માર્ચે ગોળીબાર કરનારાઓને હથિયાર પૂરા પાડ્યા હતા. અધિકારીએ કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી છે અને તેમને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
ખેડા લોકસભા બેઠકના ઉમેદવારના દેવુસિંહ ચૌહાણના પ્રચાર કાર્યક્રમમાં પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનથી નારાજ થયેલા ક્ષત્રિયોએ ‘રૂપાલા હાય હાય’ ના નારા લગાવ્યા હતા. કપડવંજ વિધાનસભા બેઠકમાં આવતા, કઠલાલના કાકરખાડ ગામે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો જનસંપર્ક હતો. જેમાં આવેલા ક્ષત્રિયોએ એકઠા થઇને રૂપાલાની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.
હરિયાણાના સિરસામાં આજે સાંજે 6.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી છે.
ક્ષત્રિય સમાજમાં રોષ રૂપાલા સામે છે, ભાજપ કે મોદી સામે નહીં. એક તરફ રાજ્યમાં રૂપાલાનો ક્ષત્રિયો જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે, ભાજપ વિરોધી મતદાનનો મંચ તૈયાર થઇ ચૂક્યો છે, તેવા સમયે પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. સુરતમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી. મુલાકાત બાદ પાટીલે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે, પાટીલે પ્રથમવાર કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાય તે સ્વાભાવિક છે.
જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કલ્પના સોરેન ઝારખંડની ગાંડે વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCAના સેમિસ્ટર 4નુ પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો 6 દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.
રાજ્યમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યાં ભાવનગરમાં પણ પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ રોષ મળ્યો છે. ભાજપના વિરોધ સાથે સોનગઢ ગામ બંધ રાખવામાં આવ્યુ છે. સોનગઢ ગામ બંધમાં નાના મોટા વેપારીઓ સહિત સૌકોઇ જોડાયું છે. ક્ષત્રિય સમાજને પોતાનો મૂક ટેકો જાહેર કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રૂપાલાના વિવાદીત નિવેદન બાદ હવે ગામે ગામ ક્ષત્રિય સમાજે રૂપાલાને હરાવવા માટે આંદોલન તેજ કર્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે એન્જિનિયરિંગ પ્રવેશ માટેની JEE-Mains પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામમાં 56 ઉમેદવારોએ 100 ટકા ગુણ મેળવ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 100 ગુણ મેળવનારી ગુજરાતના બે વિદ્યાર્થીઓમાં મિત પારેખ અને હર્ષલ કાનાણીનો સમાવેશ થાય છે. રાજ્યમાં આ બન્ને વિદ્યાર્થી પ્રથમ નંબરે રહ્યા છે.
નિલેશ કુંભાણીના સાક્ષી સામે આવ્યા છે. તેમણે TV9 સાથે EXCLUSIVE વાત કરી છે. કુંભાણીના ફોર્મ ભરતી વખતે 10થી 12 લોકો હાજર હતા. ટેકેદારોએ સહી કરી ત્યારે સાક્ષીઓ હાજર હતા. દિનેશ વેકરિયા, વલ્લભ ગાજીપરા સહિતના લોકોએ ટીવીનાઈન સામે દાવો કર્યો છે. ટેકેદારોની સહી સાચી હોવાનો સાક્ષીઓએ દાવો કર્યો છે. સાક્ષીએ કહ્યુ કે ચારેય ટેકેદારની સહી સાચી જ છે. ટેકેદાર તરીકે કુંભાણીના સગા બનેવી, ભાણિયો અને ભાગીદાર હતા. અમારી સામે જ ટેકેદારોએ સહી કરી હતી.
અમે કલેક્ટરને એફિડેવિટ આપ્યું છે.
નવસારીમાં નવો બ્રિજ તો બન્યો પણ તંત્ર દ્વારા ખુલ્લો ન મુકાતા સ્થાનિકોએ બ્રિજને ખુલ્લો મુકી અવર-જવર શરૂ કરી દીધી. સ્ટેશન વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રીજ તૈયાર કરાયો હતો.બ્રિજ ખુલ્લો થતા 20,હજારથી વધુ લોકોને થશે ફાયદો અને ટ્રાફિક સમસ્યાથી મળશે છુટકારો.આ બ્રિજ અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.
#Navsari gets new overbridge; over 20,000 commuters to get benefit #Gujarat #TV9News pic.twitter.com/AmaKwZeT98
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સતાધીશો 6 દિવસ બાદ એક્શન મોડમાં છે. સમગ્ર મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીના રિપોર્ટ બાદ ફોજદારી કેસ કરવામાં આવશે. પેપર રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. પેપરલીક કરનાર સામે ઝડપથી કાર્યવાહી કરવા ABVPની માગ છે, યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર સામે સૂત્રોચ્ચાર કરી તેમણે વિરોધ નોંધાવ્યો છે.
વડાપ્રધાન મોદી 1 અને 2મેના રોજ પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે. બે દિવસમાં જ 6 ચૂંટણી સભાઓને સંબોધન કરશે. તેઓ 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને આવરી લેશે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની તમામ બેઠકો આવરી લેશે . ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાનની ઉત્તર ગુજરાતમાં સભા છે. 1લી મેના રોજ બે જંગી જાહેરસભા થકી પાંચ લોકસભા ક્ષેત્રને તેઓ આવરી લેશે.
સૌરાષ્ટ્રના મુસાફરોની માગને પગલે એસ.ટીની સેવા શરૂ કરવામાં આવી છે. એટલે સુરતથી સતાધાર કે પછી સતાધારથી સીધુ સરત પહોંચવામાં વધુ સરળતા રહેશે. ખાસ વાત એ છે કે આપાગીગા ધામના મહંત વિજય બાપુએ એસ.ટીના નવા રૂટના લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. એટલું જ નહીં બાપુએ ડ્રાઇવર સીટ પર બેસીને સ્ટેયરિંગ પર હાથ પણ અજમાવ્યો. બાપુને એસ.ટી બસ ચલાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં યુઝર્સની પસંદ બની રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેલંગણા રાજ્યના પ્રવાસે છે. તેઓ તેલંગાણામાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેલંગાણાની કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયકુમાર બંદીના ઉમેદવારી ફોર્મ ભરવામાં તેઓ હાજર રહેશે. બપોરે 2.45 કલાકે કુરનુલ લોકસભા મતક્ષેત્રના ભાજપ ઉમેદવાર ભરત પ્રસાદના સમર્થનમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધન કરશે.
#Gujarat CM Bhupendra Patel to visit Telangana to campaign for BJP candidates ahead of #LokSabhaElections2024#TV9News pic.twitter.com/h1PAtYwCv0
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2024
વડોદરામાં લાયસન્સ વગર મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાએ લાલ આંખ કરી છે. આ વેપારીઓ મંડપો ઉભા કરી મરી મસાલાનું વેચાણ કરતા હતા. કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટના નામે વેચાણ થતુ હતુ. પાલિકાના ફુડ વિભાગે વેચાણ બંધ કરાવ્યું છે. સંચાલકે ફૂડ સેફટી સર્ટીફીકેટ માટે કરેલી અરજી અગાઉ રદ કરાઇ હતી.
અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં 4 હત્યા થઇ છે. દાણીલીમડા, નવરંગપુરા, વસ્ત્રાપુરમાં હત્યા થઈ છે. કૃષ્ણનગર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઇ છે. મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની હત્યા થઇ છે. ઠક્કરનગરના કેવડાજીની ચાલીમા બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આજે માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સ 234.72 પોઈન્ટ અથવા 0.32 ટકાની નબળાઈ સાથે 73,618.22 ના સ્તર પર જોવામાં આવી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 77.80 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 22,324.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
JEE મેઈન્સનું પરિણામ જાહેર કરાયુ છે. દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. 100 ગુણ મેળવનાર ગુજરાતના બે વિદ્યાર્થી છે. મિત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ JEE એડવાન્સની પરીક્ષા આપશે. IIT સહિતની સંસ્થાનોમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવાય છે.
Results for #JEEMain announced by NTA; 56 students scores 100%, 2 from #Gujarat #TV9News pic.twitter.com/DIv7Wc6rHa
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2024
અમદાવાદના લો ગાર્ડનમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીત્ઝામાં ઈયળ દેખાતા દંડ કરાયો છે્. તેના સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને મોટી માહિતી સામે આવી છે. 2026માં બુલેટ ટ્રેનના પહેલા ફેઝનું ઉદઘાટન થઈ શકે છે. રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવે વીડિયો પોસ્ટ કરી આ માહિતી આપી છે.
The #BulletTrain project is advancing at a rapid pace! pic.twitter.com/9NyGdslFd0
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) April 24, 2024
ચૂંટણી પંચ નિલેશ કુંભાણી સામે કડક પગલા લઈ શકે છે. નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો રિપોર્ટ દિલ્લી ECI પહોંચ્યો છે. ટેકેદારોની ખોટી સહી મુદ્દે સુરત કલેક્ટર અને નિરીક્ષકે રિપોર્ટ તૈયાર કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ આ રિપોર્ટ દિલ્લી મોકલ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આવા કેસમાં નવ ઉમેદવારો પર ત્રણ વર્ષનો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે.
વેકેશનમાં બાળકો કાંકરિયામાં બોટિંગ માણી શકશે નહીં. હરણી બોટકાંડને ત્રણ મહિના બાદ પણ નવા નિયમ ન બનતા કાંકરિયામાં બોટિંગ બંધ કરવામાં આવ્યુ છે. હાઈકોર્ટે આપેલા આદેશ અનુસાર ગૃહ વિભાગે અમદાવાદમાં ત્રણ સ્થળે નોટિસ અપાઈ હતી. રિવરફ્રન્ટ પર ક્રૂઝ, કાંકરિયા લેકફ્રન્ટને નોટિસ અપાઈ હતી. કાંકરિયામાં 32 જેટલી ગોકાર્ટ, ઝોવિંગ અને બોટને કિનારે લાંગરી દેવાઈ છેે. કાંકરિયામાં રોજના એક હજાર અને વેકેશનમાં બે હજાર લોકો બોટિંગ કરતા હોય છે, હવે બોટિંગના નવા નિયમો ચૂંટણી પછી જ બને તેવી શક્યતા છે.
હરણી બોટકાંડને ત્રણ મહિના બાદ પણ નવા નિયમ ન બનતા બાળકો કાંકરિયામાં બોટિંગ માણી શકશે નહીં#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/PT9m38LNDL
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2024
વડોદરામાં 2014માં ઠગાઈ કરનાર 10 વર્ષે ઝડપાયો છે. રિમોલ્ડ ટાયરના ધંધામાં રોકાણના નામે તેણે ઠગાઈ કરી હતી. 42.50 લાખની ઠગાઈ કરનાર ઠગ આખરે ઝડપાઈ ગયો છે. ઠગ મયુર શાહ વિરૂદ્ધ 2014માં કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા 10 વર્ષથી ફરાર ઠગ મયુર શાહને ક્રાઇમ બાન્ચે મોડાસાથી ઝડપી પાડ્યો છે. ઠગ મોડાસાના અંતરિયાળ વિસ્તારમા જનસેવા ઔષધ વન ફાર્મસી મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો.
આણંદમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે 2 શખ્સ ઝડપાયા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. સ્કુટર અટકાવીને શખ્સોની પોલીસે તપાસ કરી હતી. પાણીપુરીનો વ્યવસાય કરતા શખ્સ પાસેથી પિસ્તોલ લીધી હોવાની તેમણે કબુલાત કરી છે. પોલીસે પિસ્તોલ આપનાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટમાં પોલીસના મારથી વધુ એક યુવકનું મોત થયુ છે. રાજુ સોલંકી નામના યુવકનું મોત થયુ છે. અગાઉ અન્ય એક યુવક હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું પણ 14 એપ્રિલે મોત થયું હતુ. ASI અશ્વિન કાનગડે યુવકોને માર માર્યાનો આક્ષેપ છે. હાલ ASI અશ્વિન કાનગડ પોલીસ કસ્ટડીમાં છે.
One more youth dies in #Rajkot Police custody #Gujarat #TV9News pic.twitter.com/80vkCTbHnq
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2024
Published On - 7:16 am, Thu, 25 April 24