24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આગામી ચાર દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

|

Sep 24, 2024 | 7:49 AM

આજે 24 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આગામી ચાર દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

Follow us on

LIVE NEWS & UPDATES

  • 24 Sep 2024 09:39 AM (IST)

    આણંદ: બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

    આણંદ: બોરસદ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને  એક વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. બોરસદના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચૂકાદો આપ્યો છે. બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો હતો. શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

  • 24 Sep 2024 09:02 AM (IST)

    બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

    બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પાળીયાદ,બોડી,પીપરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. કપાસના પાકને મોટું નુકસાન થઈ શકે છે.


  • 24 Sep 2024 09:01 AM (IST)

    પંચમહાલ: ગોધરાના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો

    પંચમહાલ: ગોધરાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી  વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદને લીધે કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

  • 24 Sep 2024 07:54 AM (IST)

    લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ

    લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા ભરપૂર વરસ્યા છે. વીજળીની કડાકાભડાકા સાથે  વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થઈ ગઇ. દાહોદ, સિંગવડ નગર, લીમડી, મીરાખેડી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

  • 24 Sep 2024 07:51 AM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરો સાથે વાત કરવા માટે આજથી બે દિવસીય મહારાષ્ટ્રની મુલાકાતે છે. શાહ નાગપુર અને છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ)માં પાર્ટીના અધિકારીઓને મળશે, ત્યારબાદ 25 સપ્ટેમ્બરે નાસિક અને કોલ્હાપુરમાં વાતચીત કરશે.


  • 24 Sep 2024 07:49 AM (IST)

    PM મોદી ત્રણ દિવસની મુલાકાત બાદ અમેરિકાથી દિલ્હી જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય યુ.એસ.ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થયા હતા, તેમણે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વોડ લીડર્સ સમિટ અને સમિટ ફોર ધ ફ્યુચર (SOTF)માં હાજરી આપી હતી. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.

UNની મહાસભામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું, શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા થાય. આતંકવાદને ગંભીર ખતરો ગણાવ્યો. દાહોદનાં તોરણીમાં બાળકીની હત્યાનો આરોપી આચાર્યને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. વકીલોએ આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી.  દાહોદની ઘટના પર રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસે દીકરીઓની સુરક્ષા માટે સમિતી નીમવાની માગ કરી. તો પ્રફૂલ પાનસેરિયાએ ઝડપી ન્યાયની ખાતરી આપી.  સુરતમાં રેલવે લાઈનના પેડલોડ કાઢનારો રેલવેનો જ કર્મચારી નીકળ્યો. પ્રમોશન મેળવવા જાતે જ ઘટનાને ઉપજાવી કાઢી. રાજકોટમાં 756 પશુના મોત પર રાજનીતિ ગરમાઈ. માલધારી સમાજે કોર્પોરેશન સામે સવાલ ઊભા  કર્યા, તો સ્ટેન્ડિંગ કમિટીએ લૂલો બચાવ કર્યો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 138.02 મીટર થઇ. જળસ્તર સંપૂર્ણ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર દૂર છે.