-
24 Dec 2025 02:43 PM (IST)
સુરતઃ ઉધના મામલતદારની કચેરીમાં સર્કલ ઓફિસર લાંચ લેતા પકડાયા
સુરતઃ ઉધના મામલતદારની કચેરીમાં સર્કલ ઓફિસર લાંચ લેતા પકડાયા. 10 હજાર રૂપિયાની લાંચ લેતા કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ કરવામાં આવી છે. જમીન માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી હતી.
-
24 Dec 2025 02:37 PM (IST)
ગાંધીનગર: સેક્ટર 13માં ઢોર પકડનારી ટીમ પર હુમલાનો પ્રયાસ
ગાંધીનગરના સેક્ટર 13 વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલાનો પ્રયાસ થવાની ઘટના સામે આવી છે. મનપાની ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક માથાભારે યુવકે ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને હથિયાર બતાવી ધમકાવ્યા હતા. આરોપીએ મનપાની ટીમને દાતરડું બતાવી ઢોર છોડાવી દીધા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન કર્મચારીઓ સાથે ઝપાઝપી થતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ ગાંધીનગરમાં ઢોર પકડનાર ટીમ પર આવા હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈ મનપા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
-
24 Dec 2025 02:35 PM (IST)
જૂનાગઢઃ MLA સામે દારૂના ધંધાના આક્ષેપ કરનાર બુટલેગરનું મોત
જૂનાગઢઃ MLA સામે દારૂના ધંધાના આક્ષેપ કરનાર બુટલેગરનું મોત થયુ. બુટલેગર ઉકા ભગા જાદવનું જેલમાં મોત થતા ખળભળાટ મચ્યો છે. બુટલેગરને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયો હતો. હાર્ટ એટેકને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પી.એમ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બુટલેગરે જેલમાંથી પત્ર લખી MLA કે.સી.રાઠોડ સામે આરોપ લગાવ્યા હતા. કે.સી.રાઠોડ સામે દારૂના ધંધામાં ભાગીદારીનો આક્ષેપ કર્યો હતો.
-
24 Dec 2025 02:11 PM (IST)
અમદાવાદઃ ફ્લાવર-શોની ટિકિટના ભાવ વધ્યાં
અમદાવાદમાં યોજાનારા ફ્લાવર-શોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ફ્લાવર-શોની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં દર્શકો માટે ટિકિટનો ભાવ 80 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે શનિવાર અને રવિવાર જેવા રજાના દિવસોમાં ટિકિટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ટિકિટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફ્લાવર-શોના પ્રાઈમ સ્લોટ માટે વિશેષ ટિકિટ વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ટિકિટના ભાવ વધતા શોખીનો અને મુલાકાતીઓમાં ચર્ચા શરૂ થઈ છે.
-
24 Dec 2025 02:07 PM (IST)
રાજકોટઃ ગોંડલના રાજકારણને લઇને મોટા સમાચાર
રાજકોટઃ ગોંડલના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયુ. રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ વિવાદ સર્જાયો હતો. મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા. આજે ગોંડલમાં ધારાસભ્યના બંગલા પર સમાધાન થયું. દલિત સમાજના આગેવાનો પણ હાજર હતા.
-
-
24 Dec 2025 01:40 PM (IST)
મોરબીઃ શહેરમાં દબાણો સામે મનપાનો સપાટો
મોરબીઃ શહેરમાં દબાણો સામે મનપાએ સપાટો બોલાવ્યો. પંચાસર રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરાયા. ‘વન વિક વન રોડ’ ઝૂંબેશ અંતર્ગત મનપાએ કાર્યવાહી કરી. રસ્તાની આસપાસ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.
-
24 Dec 2025 01:28 PM (IST)
મનપાની ચૂંટણીને લઇને ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટી વચ્ચે થયુ ગઠબંધન
18 વર્ષ બાદ ઠાકરે બંધુઓ એક થયા છે. મનપાની ચૂંટણીને લઇને ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટી વચ્ચે ગઠબંધન થયુ. બીએમસી ચૂંટણી માટે રાજ ઠાકરે સાથે જોડાણ કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ‘શિવસેના, યુબીટી અને મનસે એક છે…’.
-
24 Dec 2025 01:25 PM (IST)
મહેસાણાઃ પિતાની ભૂલે લીધો દીકરાનો ભોગ
મહેસાણાઃ પિતાની ભૂલે દીકરાનો ભોગ લીધો. કડીના ઇન્દ્રાડમાં ટ્રક વચ્ચે દબાઈ જતા યુવકનું મોત થયુ. ટ્રક રિવર્સ લેતી વખતે દીવાલ અને સ્ટેન્ડ વચ્ચે યુવક દબાઈ ગયો. પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે ૧૯ વર્ષીય પુત્ર મદદ કરતો હતો. નંદાસણ પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
-
24 Dec 2025 12:37 PM (IST)
સુરત: સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં એક આરોપી ઝડપાયો છે. આરોપીએ પોતાની જ સોસાયટીમાં રહેતી વિદ્યાર્થીનીનું બેંક એકાઉન્ટ IT ક્ષેત્રમાં નોકરી અપાવવાની લાલચ આપી વાપર્યું હતું. આરોપી મ્યુલ એકાઉન્ટો ભાડે લઈને ફ્રોડ આચરતો હતો અને ભાડુ વસૂલતો હતો. ફ્રોડ દ્વારા મેળવેલ નાણાં બૅંકમાં જમા કરાવ્યાં અને બાદમાં પોતાના સાગરીતોને મોકલવામાં આવ્યા. સુરત પોલીસે ફરિયાદ અને પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.
-
24 Dec 2025 11:51 AM (IST)
દાહોદઃ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવક ઘવાયો
દાહોદઃ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવક ઘવાયો છે. ગરબાડા ચોકડી નજીક ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું. યુવકને ગળાના ભાગે 50 જેટલા ટાંકા આવ્યા. આસપાસના લોકોએ યુવકને સારવાર અર્થે ખસેડ્યો. ચાઈનીઝ દોરી વેચનાર સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માગ ઉઠી.
-
24 Dec 2025 11:35 AM (IST)
મોરબીઃ શહેરમાં દબાણો સામે મનપાનો સપાટો
મોરબીઃ શહેરમાં દબાણો સામે મનપાએ સપાટો બોલાવ્યો. પંચાસર રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરાયા. ‘વન વિક વન રોડ’ ઝૂંબેશ અંતર્ગત મનપાએ કાર્યવાહી કરી. રસ્તાની આસપાસ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.
-
24 Dec 2025 11:23 AM (IST)
અમદાવાદઃ થલતેજની સ્નેહાંજલિ સોસાયટીનું ડિમોલિશન
અમદાવાદઃ થલતેજની સ્નેહાંજલિ સોસાયટીનું ડિમોલિશન હાથ ધરાયુ. AMCનાં એસ્ટેટ વિભાગે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. સ્નેહાંજલિ સોસાયટીના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કરી વેચાણ કર્યુ હતું. સ્નેહાંજલિ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડર સામે તાત્કાલિક પગલાં લેવા માગ કરવામાં આવી.
-
24 Dec 2025 10:29 AM (IST)
સુરત : મગદલ્લામાં દરિયામાં બોટ પલટી
સુરત : મગદલ્લામાં દરિયામાં બોટ પલટી. કોલસો ભરેલી બોટ પલટતા અંધાધૂંધી થઇ ગઇ. દુર્ઘટનામાં 6 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. તમામ લોકોએ પાણીમાં કૂદી જીવ બચાવ્યો. આસપાસની બોટનાં ચાલકોએ તાત્કાલિક પહોંચી મદદ કરી. તમામ શ્રમિકોનું અન્ય બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યુ. વિદેશથી આવેલો કોલસો ટ્રાન્સફર કરતા સમયે દુર્ઘટના બની.
-
24 Dec 2025 09:56 AM (IST)
સુરતઃ આઠ વર્ષથી ફરાર આરોપી પોલીસ સકંજામાં
સુરતઃ આઠ વર્ષથી ફરાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે જામનગરથી આરોપીને ઝડપી પાડ્યો. 2017માં સરથાણામાં થયેલી લૂંટના ગુનામાં તે ફરાર હતો. છેલ્લા 8 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી.
-
24 Dec 2025 09:31 AM (IST)
જામનગરઃ રંગમતી નદીના પુલ પર આપઘાતનો પ્રયાસ
જામનગરમાં રંગમતી નદીના પુલ પર આપઘાતના પ્રયાસથી હલચલ મચી ગઇ હતી. પુલ પરથી એક અજાણ્યા વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હોવાનું કહેવાતાં સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાના કારણે પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાહદારીઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં અજાણ્યા વ્યક્તિને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ અને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
-
24 Dec 2025 09:02 AM (IST)
ઇસરોનું મહત્વાકાંક્ષી મિશન બ્લુબર્ડ બ્લોક-2 લોન્ચ
બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. તેનો ધ્યેય વિશિષ્ટ ઉપકરણોની જરૂર વગર મોબાઇલ સ્માર્ટફોન પર સીધી અવકાશ-આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાનો છે. આનો અર્થ એ છે કે યુઝર્સ કોઈપણ સ્થાને તેમના સ્માર્ટફોનથી હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.આ ઉપગ્રહ નવી પેઢીની ટૅક્નોલૉજી પર આધારિત છે.
-
24 Dec 2025 08:58 AM (IST)
રાજકોટમાં ચાલુ ટ્રેને જામનગરના નિવૃત્ત ASI પર હુમલો કરીને રિવોલ્વરની લૂંટ
રાજકોટમાં ચાલતી ટ્રેનમાં લૂંટ અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. જામનગરના નિવૃત્ત ASI ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચાર હિન્દી ભાષી બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી પરવાનાવાળી રિવોલ્વર અને બે મોબાઇલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. નિવૃત્ત ASI જામનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધ્રોલથી પડધરી વચ્ચે ચાલતી ટ્રેનમાં અચાનક બબાલ સર્જાઈ હતી. આરોપીઓએ ફાયર સેફ્ટીના બાટલા વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં RPF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
-
24 Dec 2025 07:37 AM (IST)
US રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ: ભારતમાં યુએસ એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ રહેશે
દેશની રાજધાની દિલ્હીમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ ત્રણ દિવસ માટે બંધ રહેશે. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ મુજબ 24 થી 26 ડિસેમ્બર સુધી નિયમિત સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. કામ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ આદેશ હેઠળ, આ તારીખો પર ફેડરલ સરકારના એક્ઝિક્યુટિવ વિભાગો અને એજન્સીઓ બંધ રાખવામાં આવી છે. આ આદેશ ક્રિસમસને કારણે હોવાનું માનવામાં આવે છે.
-
24 Dec 2025 07:20 AM (IST)
તુર્કીયેમાં એક મોટી વિમાન દુર્ઘટનામાં લશ્કરી વડા સહિત પાંચ લોકોના મોત
તુર્કીમાં એક મોટી વિમાન દુર્ઘટનાથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. દેશના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
-
24 Dec 2025 07:19 AM (IST)
બ્લુબર્ડ બ્લોક-2 મિશન, કોમ્યુનિકેશન સેટેલાઇટ આજે લોન્ચ થશે
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ એક નવા યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ISRO બુધવારે સવારે 8:54 વાગ્યે તેનું રોકેટ, LVM3-M6 લોન્ચ કરશે. આ રોકેટ બ્લુબર્ડ બ્લોક-2 નામના ઉપગ્રહને અવકાશમાં મોકલશે. આ ઐતિહાસિક મિશન આગામી પેઢીના કોમ્યુનિકેશન સેટેલાઇટને તૈનાત કરશે જે વિશ્વભરના સ્માર્ટફોન પર સીધા હાઇ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા પહોંચાડવા માટે રચાયેલ છે.