23 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર દાના ચક્રવાતનો ખતરો, બંગાળની ખાડીમાં ઉદભવેલ ડીપ ડિપ્રેશન ફેરવાશે ચક્રવાત

|

Oct 23, 2024 | 7:28 AM

News Update : આજે 23 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

23 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર દાના ચક્રવાતનો ખતરો, બંગાળની ખાડીમાં ઉદભવેલ ડીપ ડિપ્રેશન ફેરવાશે ચક્રવાત

Follow us on

LIVE NEWS & UPDATES

  • 23 Oct 2024 11:21 AM (IST)

    સુરત: કાપડ માર્કેટમાં હિંદુ નામ ધારણ કરી ઠગાઇ

    સુરત: કાપડ માર્કેટમાં હિંદુ નામ ધારણ કરી ઠગાઇ કરી હોવાનું સામે આવ્યુ છે.  રિઝવાન સૈયદે જગદીશ કુમાવત નામ ધારણ કરી છેતરપિંડી આચરી. 70 લાખનું કાપડ ખરીદી કરી ઠગાઈ આચરી. ઠગાઈ કરવા માટે દુકાનનું નામ મહાવીર ટ્રેડિંગ રાખ્યું હતું. ઠગ ટોળકીની સરોલી અને ગોડાદરામાં દુકાન હોવાનું પણ સામે આવ્યુ છે.

  • 23 Oct 2024 10:17 AM (IST)

    અમદાવાદ: નકલી જજને આજે કોર્ટમાં કરાશે રજૂ

    અમદાવાદ: નકલી જજને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે PI વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપીએ PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આરોપીએ ફરિયાદ કરતાં મેડિકલ માટે કોર્ટે મંજૂરી આપી હતી. સાબરમતી જેલ તરફથી સારવાર સર્ટિફિકેટ રજૂ કરાશે. કારંજ પોલીસ દ્વારા આજે આરોપીના રિમાન્ડની માંગ  કરાશે.


  • 23 Oct 2024 09:15 AM (IST)

    બનાસકાંઠા: થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ

    બનાસકાંઠા: થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ ગયા છે. થરાદના એગ્રો સેન્ટરમાંથી ખાતર ઝડપાયું હતુ. 23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ. DAP ખાતરના નામે નકલી ખાતરનું વેચાણ થતુ હતુ. ખેડૂતની રજૂઆતના આધારે ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી.

  • 23 Oct 2024 09:08 AM (IST)

    દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં વિસ્ફોટ, 4 લોકો ઘાયલ

    દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક ઘરમાં રહસ્યમય રીતે થયેલા વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોની ઓળખ સની (20), અનિતા (40), આકાશ મંડલ (45), લક્ષ્મી મંડલ (45) તરીકે થઈ છે. દરેકને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

  • 23 Oct 2024 08:59 AM (IST)

    ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ભાયનક દાના ચક્રવાતનો ખતરો

    ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર બુધવાર (23 ઓક્ટોબર)ના રોજ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. વિભાગની આગાહી મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ 24 ઓક્ટોબરે ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકાંઠે પહોંચશે, જેના કારણે આ બંને રાજ્યોમાં આગામી ત્રણ દિવસ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડ અને બિહારમાં 24 ઓક્ટોબરની રાત્રે અને 25 ઓક્ટોબરની સવારે પણ વાવાઝોડાની અસર જોવા મળશે.


  • 23 Oct 2024 08:16 AM (IST)

    પ્રિયંકા ગાંધી આજે વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે

    દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના સાંસદ અને લોકસભા નેતા રાહુલ ગાંધી પોતપોતાના નિવાસસ્થાનથી રવાના થયા. તેઓ આજે વાયનાડ જશે. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.

  • 23 Oct 2024 07:33 AM (IST)

    વડોદરા: પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો

    છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી છે. ડગલેને પગલે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે આંતક મચાવ્યો છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધતા પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો LIVE વીડિયો સામે આવ્યો છે. વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો. વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી. જુઓ આ LIVE વીડિયોમાં કેવી રીતે ઠગબાજ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.

  • 23 Oct 2024 07:31 AM (IST)

    સુરત: દિવાળી પહેલા નબીરાઓ બેફામ

    સુરત: દિવાળી પહેલા નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓએ રોકેટ સળગાવી રોડ પર ફેંક્યા હતા. હાથમાં રોકેટ સળગાવી જાહેર રસ્તા પર ફેંક્યા. સળગતા રોકેટ ફેંકી લોકોના જીવ જોખમમાં મૂક્યા. લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો વરિયાવ રિંગ રોડ નજીકનો હોવાનું અનુમાન છે.

બ્રિક્સ સંમેલનનાં આજે PM મોદી ચીની અને ચીનનાં રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે મુલાકાત થશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધી આજે ઉમેદવારી પત્ર ભરશે. રાહુલ ગાંધી સાથે રોડ-શો બાદ નામાંકન ભરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એકપણ બેઠક ન મળતા HAM પ્રમુખ જીતનરામ માંઝી ભાજપથી નારાજ છે. 3 બેઠકો માટે હદકાર હોવાનો દાવો કર્યો છે.  પાક નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. સરકાર સમક્ષ 10 હજાર કરોડના પેકેજ સાથે લીલો દુકાળ જાહેર કરવાની માગ છે.  નકલી જજ મોરિસ ક્રિશ્ચયનની કરતૂતનો પર્દાફાશ થયો છે. કોર્ટમાં પોલીસ પર ગુનો કબૂલવા માર માર્યાનો લગાવ્યો આરોપ છે. આજે રિમાન્ડ પર સુનાવણી હાથ ધરાશે. ડિજિટલ અરેસ્ટનો લાઇવ વીડિયો સામે આવ્યો. પોતાના જ ઘરમાં વડોદરાની શિક્ષિકા કેદ થઈ. નકલી IPS બની ઠગે રૂપિયા પડાવ્યા.