
આજે 22 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Indo – pak બોર્ડર નજીક સમલી બેટ નજીક જોવા મળ્યા હતા અજાણ્યા શખ્સો. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ચોકાવનારા સમાચાર મામલે પોલીસે ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઈસમો સમલી બેટ તરફ જોવા મળ્યાનો મેસેજ થયો હતો વાયરલ. શંકાસ્પદ અજાણ્યા 10 ઇસમો બોર્ડર વિસ્તારમાં જોવા મળ્યા ના થયો હતો મેસેજ વાયરલ. ગઈકાલે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થતા સરહદી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. મેસેજ વાયરલ થતાં વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની SGO અને પોલીસ દોડતી થઈ હતી. પોલીસે હ્યુમન રાઇડર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે. સમલી બેટ નજીક જોવા મળેલા અજાણ્યા ઇસમો મુળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવાપુરાના રહીશો હોવાનું સામે આવ્યું. ગઈકાલથી વાવ થરાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પોલીસ સાથે BSF ના જવાનો હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. પાટણ જિલ્લાના લોકો બેટ વિસ્તારમાં આયુર્વેદિક દવાની શોધમાં આવ્યા હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા બસપોર્ટ પાસે બસ આગળ કૂદીને ઈસમે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બસ પોર્ટ પાછળના વિસ્તારમાં બની ઘટના. મોડાસા-થરાદ બસ આગળ અચાનક ઇસમે ઝંપલાવ્યું. ડિવાઈડર પર બેસી રહી બસ આવતા જ બસ નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના પ્રયાસમાં ઇસમે પગ ગુમાવ્યો. બસ આગળ પડતું મૂક્યાનો સીસીટીવી વીડિયો આવ્યો સામે. સ્થાનિક લોકોએ દોડી આવી સારવાર માટે ઇસમને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પશ્ચિમ રેલવેએ કેટલીક કામગીરીના કારણોસર અમદાવાદ ડિવિઝન પરથી દોડતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 69185/69186 અમદાવાદ-વિરમગામ-અમદાવાદ મેમુ
2. ટ્રેન નંબર 59481/59482 મહેસાણા-ભીલડી-મહેસાણા પેસેન્જર
3. ટ્રેન નંબર 59509/59510 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર
4. ટ્રેન નંબર 59511/59512 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર
5. ટ્રેન નંબર 59475/59476 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર
6. ટ્રેન નંબર 59483/59484 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
તાપીમાં બેસતા વર્ષની સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વ્યારામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વ્યારાના સ્ટેશનરોડ વિસ્તાર, મિશનનાકા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયતની 8 માંથી 5 સીટો અને બે ગ્રામ પંચાયતો બીન હરીફ વિજેતા જાહેર થઈ છે. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા અને બન્ને ગ્રામ પંચાયતોમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે બિન હરીફ વિજેતા થતાં દીવ ભાજપના અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી.
સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લાના ઓલપાડમાં નવા વર્ષનો પ્રથમ દિવસ જ ખેડૂતો માટે ભારે બન્યો છે. ઓલપાડ તાલુકામાં વરસાદી માવઠું થયું છે. કેટલાક ખેડૂતોએ સૂકવેલું ડાંગર પલળી જતા મોઢે આવેલો કોળી છીનવાઈ ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાછોતરા વરસાદને લઈને ખેતરમાં ભેજ હોવાથી ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ડાંગર સુકવ્યું હતું. આ વર્ષે સતત માવઠાના મારથી પૂરતો ઉતારો પણ નથી આવી રહ્યો. સરકાર ઝડપથી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ પણ કેટલાક ખેડૂતોએ કરી છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. જિલ્લાના વલસાડ તાલુકા અને પારડી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચનાક વાતાવરણમાં આવ્યો પલટો. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની કરી હતી આગાહી.
ભરૂચ જિલ્લાના હાંસોટના જુના ઓભા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર સૂકવવા મુકેલ ડાંગર વરસાદમાં પલળી ગયું હતું. ડાંગરને બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. પાછોતરા વરસાદના કારણે ખેતર ના સુકાતા ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવ્યુ હતું.
બેસતા વર્ષના દિવસે કડીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ગાંધી ચોક નજીક સંતરામ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. આગના કારણે 3 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા વર્તાઈ રહી છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે વધુ 2 આરોપીની કરી ધરપકડ. મુખ્ય 2 આરોપીને દિલ્હીથી પકડવામાં આવ્યા. અજય કુમાર ચૌધરી, અરવિંદ ઉપાધ્યાયની કરી ધરપકડ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે અગાઉ 5 આરોપીની કરી હતી ધરપકડ. સાસણ ગીરમાં ડુપ્લીકેટ વેબસાઇટ બનાવી એડવાન્સ બુકિંગ કરવામાં આવતું હતુ બુકિંગ. સર્વરની તપાસમાં વધુ માહિતી સામે આવી. બુકીઓ દ્વારા જંગલ સફારી ટુરિઝમ વેબસાઇટ બુકિંગ દ્વારા દિલ્હીથી આ વેબ સાઇટ ચલાવતા હોવાનું આવ્યું હતું સામે. દેશના અલગ અલગ રાજ્યમાં ડુપ્લીકેટ વેબસાઇટ બુકિંગ કરવામાં આવતું હતું. સાસણ ગીર 12 હજાર જેટલું બુકિંગ કરવામાં આવ્યું છે. દેશના અન્ય રાજ્યમાંથી 8650 વધુ બુકિંગ થયું હતું. વધુ તપાસમાં PDF 10 હજાર વધુ લિંક પણ મળી આવી છે.
કેરળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈ જતા હેલિપેડનો એક ભાગ પ્રમાદમ સ્ટેડિયમમાં હેલિકોપ્ટર ઉતર્યા બાદ ધસી પડ્યો. ઘટનાસ્થળે તૈનાત પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ હેલિકોપ્ટરને તૂટી પડેલા વિસ્તારમાંથી બહાર કાઢ્યું.
નવા વર્ષના પ્રથમ દિવસે દ્વારકાધીશના દર્શન કરી શુભ શરૂઆત કરવા ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. સૌની આસ્થાનું કેન્દ્ર એવા જગતમંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી. સૌ ભક્તોએ પોતાની પરિવારની સમૃદ્ધિ, સુખાકારી અને સફળતાની પ્રાર્થના કરી. ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંદિર પ્રશાસન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું.
વડોદરા: આજવા રોડ વિસ્તારમાં જૂની અદાવત હત્યામાં પરિણમી છે. નારાયણધામ સોસાયટીમાં અગાઉની અદાવતમાં યુવકની હત્યા થઇ. કૌટુંબિક વિવાદને પગલે યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસે બે શકમંદ આરોપીની ધરપકડ કરી. હાલ બન્ને આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઇ છે.
વડોદરા : આજવામાં નવા વર્ષે ખૂની ખેલ ખેલાયો. નારાયણધામ સોસાયટીમાં યુવકની હત્યા કરાઈ. તીક્ષ્ણ હથિયારો વડે આરોપીએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યુ. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી હથિયાર જપ્ત કરાયા.
વર્ષના પ્રથમ દિવસે માતાજીના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શહેરના અઠવાલાઇન્સ નજીક પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ભક્તો માં અંબાના શરણે શીશ ઝુકાવી પરિવારમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્યની જળવાયે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
નૂતન વર્ષના અવસરે રાજકોટ શહેરમાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા છે. જેથી વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટી રહ્યાં છે. ખાસ કરીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ સ્તરે પહોંચાડતા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપના દેશોમાં પણ અન્નકૂટ અર્પણ કરવામાં આવી રહ્યો છે. પરંપરા મુજબ શાકાહારી શાક-સબ્જી, ફરસાણ અને મીઠાઈ જેવી 1 હજાર 500થી વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી છે.મહત્વનું છે કે ભવ્ય અન્નકૂટ ઉત્સવની તૈયારી માટે છેલ્લા એક મહિનાથી 4 હજારથી વધુ સ્વયંસેવકો સતત સેવા બજાવી રહ્યા છે. નૂતન વર્ષના પાવન દિવસે અન્નકૂટ મહોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો છે.
સુરત: ખુલ્લી ગટરમાં કાર ખાબકી. મોટા બોરસરા પાટિયા પાસે બનાવ બન્યો. નજીકમાં પાર્ક કરેલી કાર રિવર્સ લેતા ગટરમાં ખાબકી. JCBની મદદથી ગટરમાંથી કારને બહાર કાઢવામાં આવી.
ગાંધીનગરઃ છત્રાલ ત્રણ રસ્તા પાસે બાળકની ચોરી થઇ છે. એક મહિલા શ્રમિકનું બાળક ચોરી જતા CCTV સામે આવ્યા છે. બાળક ચોરી જતા ફરિયાદ નોંધાઈ. હાલમાં પોલીસ મહિલાની તપાસ કરી રહી છે.
દિલ્લી: દિવાળીના સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. અનેક વિસ્તારોમાં AQI લેવલ 400ને પાર ગયો. પંજાબી બાગ અને વઝીરપુમાં AQI 400ને પાર પહોંચ્યું. હવા પ્રદૂષિત હોવાને કારણે લોકોને શ્વાસ લેવું પણ મુશ્કેલ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આગાહી કરી. આગામી દિવસોમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ રહેવાની શક્યતા છે. 400 કરતા વધુ AQI આરોગ્ય માટે હાનિકારક છે.
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષે ખૂની ખેલ ખેલાયો. પારિવારિક તકરારમાં બનેવીએ સાળાની હત્યા કરી નાંખી.છરીના ઘા ઝીંકીને બનેવીએ સાળાની હત્યા કરી દેતા ચકચાર મચી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાની સંસ્કારીનગરીમાં નબીરાએ નશામાં ધૂત થઈ માનવતા ભુલાવી દીધી, જ્યારે અવધૂત ફાટક નજીક શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી. ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવીઓમાં ઘરસમાર ચાલતી કાર ફરી વળતાં 4 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા નશામાં વાહન ચલાવવાનું ચિંતાજનક ચિત્ર ઊભું થયું છે. અકસ્માત બાદ ફરાર થવાના પ્રયાસમાં લાગેલા કાર ચાલકને લોકોએ પીછો કરીને પકડી લીધો. આવા બેફામ અને બેદરકાર વાહનચાલકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી. નવા વર્ષે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી. ગુજરાતી ખમતીધર માટીના લોકોને શુભેચ્છા આપી.
ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડતાં વિભિન્ન વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદથી પ્રવાસીઓના દિવાળી વેકેશન પર ચિંતાનો માહોલ છવાયો છે. આ અચાનક પડેલા વરસાદથી ડાંગના તૈયાર પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો અને ખેડૂતો બંને માટે આ વાત સાવધાનીનો સંકેત છે.
તમિલનાડુના અનેક વિસ્તારોમાં ચાલુ વરસાદને કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ચેન્નઈ, પુડુચેરી અને કરાઈકલ સહિતના શહેરોમાં ભારે વરસાદ વરસતા શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના કારણે ચેન્નઈ સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ પણ આપવામાં આવી છે.
જામનગરમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક ભયાનક બનાવ સામે આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ 40 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. અંધાશ્રમ આવાસ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. ઉજવણીના આનંદ વચ્ચે ખૂની ખેલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મોરબીના પાવડિયારી રોડ પર એક હ્રદય કંપાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક બેકાબૂ ડમ્પરે પાર્ક કરેલી બે રિક્ષાને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાઓ હવામાં ઉછળી ગઈ અને કચ્ચરઘાણ નીકળી ગયું. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિના કરુણ મોતના અહેવાલ મળ્યા છે.
ફરી એક બેફામ કાર ચાલકે માર્ગ પર જાનકી અસર પહોંચાડી છે. વિંછીયા-બોટાદ રોડ પર એક ભયાનક હિટ એન્ડ રન ઘટનામાં બાઇક ઉપર ઉભેલા ત્રણ લોકોને કાર ચાલકે અડફેટે લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો. દુર્ઘટનામાં વિંછીયાના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિંછીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે
ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો. પંચદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. અડાજલ ત્રિમંદિરમાં પણ દર્શન કરશે. મંત્રી આવાસ ખાતે નાગરિકો સાથે મુલાકાત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાઈટ હાઉસમાં દિવાળી ઉજવી. હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે દિપ પ્રજવલીત કરીને દિવાળી ઉજવી. FBIના ડિરેક્ટર કાશ પટેલ, તુલસી ગાબાર્ડ સહિતના નેતાઓ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટ્રમ્પે વાત કરી હોવાનું ટ્રમ્પે જણાવ્યુ છે.
અમદાવાદ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પરિવાર સાથે તહેવાર ઉજવ્યો. સિંધુ ભવનના ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં પરિવાર સાથે સમય ગાળ્યો. કેન્દ્રીય પ્રધાન બાળકો સાથે અલગ અલગ રમત રમતા જોવા મળ્યા. પરિવાર સાથે ગેમ ઝોનમાં 1 કલાકથી વધુ સમય પસાર કર્યો.
ગંગોત્રી ધામના કપાટ આજે, બુધવારે, સવારે 11:36 વાગ્યે બંધ થશે. કેદારનાથ ધામના દરવાજા આવતીકાલે, 23 ઓક્ટોબરે બંધ થશે. યમુનોત્રી ધામના દરવાજા આવતીકાલે બપોરે 12:30 વાગ્યે બંધ થશે. બદ્રીનાથ ધામના દરવાજા ૨૫ નવેમ્બરે બપોરે 2:56 વાગ્યે બંધ થશે.
Published On - 7:39 am, Wed, 22 October 25