આજે 22 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
IPL 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું, લિયામ લિવિંગસ્ટને બાઉન્ડ્રી ફટકારી ટીમને જીત અપાવી.
RCB કેપ્ટન રજત પાટીદાર આક્રમક 34 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ
વિરાટ કોહલીની દમદાર ફિફ્ટી, જોરદાર બાઉન્ડ્રી મારી ફિફ્ટી પૂરી કરી, 30 બોલમાં ફટકારી આક્રમક અર્ધસદી
RCBને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ 10 રન બનાવી થયો આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ
RCBને પહેલો ઝટકો, ફિલ સોલ્ટ આક્રમક ફિફ્ટી ફટકારી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
ફિલ સોલ્ટની આક્રમક ફિફ્ટી, 26 બોલમાં ફટકારી અર્ધસદી, 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા
પાવરપ્લે બાદ RCB નો સ્કોર 80, સોલ્ટ-વિરાટની આક્રમક બેટિંગ
IPL 2025: કોહલી-સોલ્ટની આક્રમક બેટિંગ, RCB નો સ્કોર 50ને પાર
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 174/8, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા 175 રનનો ટાર્ગેટ
કોલકાતાને આઠમો ઝટકો, હર્ષિત રાણા 5 રન બનાવી થયો આઉટ
કોલકાતાને સાતમો ઝટકો, રઘુવંશી 30 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ
કોલકાતાને છઠ્ઠો ઝટકો, સુયશ શર્માએ આન્દ્રે રસેલને કર્યો ક્લીન બોલ્ડ, રસેલે પહેલા બોલે બાઉન્ડ્રી ફટકારી, બીજા બોલ પર ક્લીન બોલ્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમો ઝટકો, કૃણાલ પંડ્યાએ રિંકુ સિંહને કર્યો ક્લીન બોલ્ડ, કૃણાલ પંડ્યાની ત્રીજી વિકેટ
કોલકાતાને ચોથો ઝટકો, વેંકટેશ અય્યર સસ્તામાં આઉટ, કૃણાલ પંડ્યાએ લીધી વિકેટ, કૃણાલ પંડ્યાએ વેંકટેશ અય્યરને ક્લીન બોલ્ડ કર્યો
કોલકાતાને બે ઓવરમાં બે મોટા ઝટકા, રહાણે અને નારાયણ આઉટ, નારાયણ 6 રન માટે ફિફ્ટી ચૂકી ગયો
10 ઓવર બાદ KKR 107/2, નારાયણ 44 રન બનાવી થયો આઉટ, રસિક સલામ દારે લીધી વિકેટ
કેપ્ટન અજિંક્ય રહાણેની 25 બોલમાં આક્રમક ફિફ્ટી, અજિંક્ય રહાણેએ જોરદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂર્ણ કરી, KKRની મજબૂત બેટિંગ
પાવરપ્લેમાં KKRની પાવરફૂલ બેટિંગ, સ્કોર 50 ને પાર, રહાણે-નારાયણની આક્રમક બેટિંગ, 6 ઓવર બાદ KKRનો સ્કોર 60/1
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાના અનુભવ અને ક્લાસનું પ્રદર્શન કરતા શાનદાર બે સિક્સર ફટકાર્યા હતા.
કોલકાતાને પહેલો ઝટકો, ડી કોક ચાર રન બનાવી થયો આઉટ
IPL 2025 ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે છે. IPL ના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો શરૂઆતની મેચમાં આમને-સામને છે. એકંદરે, KKR અને RCB IPLમાં 35મી વખત આમને-સામને છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય વિવાદનું કારણ બન્યું છે. આ વખતે ગોપાળાનંદ સ્વામીની વાર્તાના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા છે. પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે, દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઇએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે. પુસ્તકમાં વિવાદીત લખાણ સામે આવતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં રોષ ફાટ્યો છે.
બીજી તરફ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. શંકરાચાર્યનો દાવો છે કે પાછલા ચાર પાંચ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સનાતન પર હુમલા કરી રહ્યું છે અને આ સિલસિલો યથાવત છે, તેઓએ સલાહ આપી કે, હિંદુ સંપ્રદાયો અંદરો અંદર જ લડશે તો વિધર્મીઓનો સામનો કેવી રીતે કરીશું.
રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજ્યમાં એક બાદ એક બુટલેગરો સામે કાર્યવાહી થઇ રહી છે…જો કે અહીં તો મહિલા જાહેરમાં જ દારૂ વેચી રહી છે. દેશી દારૂની પોટલીઓ વેચાઇ રહી છે અને તે પણ કોઇ રોકટોક વગર માત્ર દારૂનું વેચાણ જ નથી થઇ રહ્યું. જો કે અહીં તો દારૂડિયાઓ પણ બેફામ થયા છે. દારૂ પી ભાન ભૂલેલો ઈસમનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટના હુડકો ચોકડી નજીકનો છે. હુડકો ચોકડી નજીક ખુલ્લેઆમ થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ. સોશ્યલ મીડિયામાં દારૂડિયા અને દારૂ વેચાણના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. સવાલ એ છે કે શું દારૂબંધીનો ભંગ કરતા આરોપીઓ સામે શું પોલીસ કોઇ કાર્યવાહી કરશે.
ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર તંત્રની કડક કાર્યવાહી યથાવત છે અને રાજ્યભરમાંથી અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં રોજે રોજ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં પોલીસે 150 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે જેમાં સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોના ગુનેગારોનો સમાવેશ થાય છે…જ્યારે કે ઉત્તર ગુજરાતના પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુંડાતત્વોના ગેરકાયદે દબાણો અને કેબીનોને તોડી પડાઈ. સાથે જ ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરાયું અને 2 ગેરકાયદે દબાણોને તોડી પડાયા. તો પોરબંદરમાં પણ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન મોડમાં જોવા મળી. લગભગ 71 જેટલાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરાઈ. 10 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા. તો કુલ 13 લાખથી વધુનો દંડ પણ ફટકારાયો.
નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થિઓને પાઠ્ય પુસ્તકોના ભાવમાં રાહત આપવામાં આવે. આ માગ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે.
ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી. અસામાજીક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરાયુ. 1 ઇસમને તડીપાર કરાયો, 2ના ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. 10 આરોપીઓના વીજ જોડાણ કાપી 1.2 લાખનો દંડ ફટકાર્યો. કુલ 37 લોકો ઉપર પોલીસ કાર્યવાહી કરાઈ.
સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત્ જોવા મળી રહી છે. કુખ્યાત સજ્જુના ભાઈના સામે પણ તવાઈ બોલાવાઈ. આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યુ. આરીફ સામે 22 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જુગાર, રાયોટિંગ મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. સજજુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો.રાંદેર પોલીસ અને SMCની ટીમ દ્વારા ડિમોલિશન કરાયું.
પંચમહાલઃ પ્રાંત અધિકારીને ધમકી આપનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે રીતે લાકડા લઈ જતા લોકોએ પ્રાંત અધિકારીની ગાડીને ઘેરી હતી. પ્રાંત અધિકારી અને સાથેના કર્મચારીઓને મોતની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગાડીને પ્રાંત કચેરીની બદલે અન્ય જગ્યા પર લઈ જતો વીડિયો પણ સામે આવ્યો. પોલીસે આરોપીઓની ધકપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
અમદાવાદઃ શહેર કોટડામાં કુખ્યાત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કપાયું. અયુબ હુસૈન ઉર્ફે પતલી, સોએબ હુસૈન ઉર્ફે કોયલ તેમજ અરબાઝ સલીમ ઘાંચીના ઘરેથી ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું. ટોરેન્ટના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું. આરોપીઓ સામે વીજ ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી.
મહારાષ્ટ્ર: નાસિકમાં ધોળા દિવસે જાહેરમાં જ યુવતીનું અપહરણ કર્યુ. પતિએ જ મિત્રોની મદદથી પત્નીનું અપહરણ કર્યું. અપહરણનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. નારાજ પત્ની ઘર છોડીને જતી રહી હતી. યુવતી તેની માતા સાથે હતી ત્યારે અપહરણ કરાયું. યુવકે સાસુને માર માર્યો અને પત્નીનું અપહરણ કર્યું. પોલીસે યુવતીને મુક્ત કરાવી પતિની ધરપકડ કરી.
વડોદરાઃ SRP ગ્રુપ 9ના સ્ટોરમાં આગ લાગી છે. આગ લાગતા સ્ટોરનો સામાન બળીને ખાખ થઇ છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. SRPની ટીમ પણ આગ પર કાબૂ મેળવવામાં જોતરાઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.
વડોદરાઃ ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આધેડનું મોત થયુ. સયાજીપુરામાં આવેલી વિનાયક રેસિડેન્સીમાં દુર્ઘટના બની. પાંચમા માળે મકાનમાં આગ લાગ્યા બાદ આધેડ ભડથું થયા. હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં આધેતનું મોત થયુ. મૃતક બીમાર હોવાથી છેલ્લા બે માસથી ઘરે જ રહેતા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો.
પંચમહાલ: ટ્રેનમાં ફેરી કરતા ફેરિયાઓની દાદાગીરી સામે આવી છે. સીટ પર બેસવા બાબતે 4 ફેરિયાઓએ મુસાફર પર હુમલો કર્યો. આણંદ-વડોદરા વચ્ચે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનની ઘટના છે. જનરલ કોચમાં બેસવા બાબતે વડાપાઉં વેચનારા અને મુસાફર વચ્ચે માથાકૂટ થઈ. અન્ય ફેરિયાઓએને બોલાવી મુસાફર પર હુમલો કર્યો.
જામનગરઃ રખડતા ઢોરને કારણે યુવકનો જીવ ગયો. રસ્તા વચ્ચે ગાય આવી જતાં અકસ્માત થયો. ગોકુલનગર રડાર રોડ પાસે દુર્ઘટના બની. સ્કૂટરની વચ્ચે ઢોર આવી જતાં યુવક ફંગોળાયો. જામનગર કોળી સમાજના પ્રમુખના પુત્રનું કરુણ મોત થયુ છે.
અમદાવાદનાં કુબેરનગર વિસ્તારમાં 13 વર્ષીય સગીરાએ કાર હંકારી અકસ્માત કર્યો જેમાં સ્કુટર ચાલક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. અકસ્માત બાદ સગીરા અને તેનો પરિવાર ફરાર છે. ટ્રાફિક પોલીસે પણ સમગ્ર મામલે સગીરાના માતા પિતા વિરુદ્ધ એમ. વી એક્ટ 199 મુજબની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત બાદ ગાડી ટ્રાફિક પોલીસ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યાના કેસમા ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી ઝડપ્યો. રાજસ્થાનના જેસલમેરથી હત્યારો મિત્ર ઝડપાયો છે. આરોપીએ મોજ શોખ માટે મિત્રની સોનાની ચેન લૂંટી હતી. મિત્રનું ગળું કાપી હત્યા કરી મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ શરૂ કરી.
Published On - 7:16 am, Sat, 22 March 25