આજે 21 જૂનને રવિવારના રોજ, 12મો વિશ્વ યોગ દિવસ છે. આ સાથે આજે વિશ્વમાં ફાધર્સ ડેની પણ ઉજવણી કરાઈ રહી છે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા સાત વર્ષથી ફરાર કુખ્યાત શાર્પ શૂટરની ધરપકડ કરી. ગુજરાતના અંડરવર્લ્ડના કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટર અને રાધિકા જિમખાના હત્યાકાંડમાં ફરાર આરોપોની ધરપકડ. આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ તસ્લીમ વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલો આરોપી પોતાની ઓળખ અને ઠેકાણા બદલતો રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 7 વર્ષ બાદ રાજસ્થાનમાંથી આરોપીને ઝડપીને ફરી જેલના સળિયા પાછળ ધકેલ્યો.પોલીસથી બચવા આરોપી રાજસ્થાનના એક ગામમાં પરિવાર સાથે રહેતો હતો અને કોઈ પણ જગ્યાએ પોતાનું પૂરું નામનો ઉપયોગ કરતો નહીં..આરોપીએ રાજસ્થાનમાં જમીન દલાલીનો ધંધો પણ શરૂ કરી દીધો હતો.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષ 1982ના રાધિકા જિમખાના હત્યાકાંડ કેસમાં આરોપીને આજીવન કેદની સજા પડી હતી.
પોરબંદરના સોઢાણામાં નદીમાં રેતી ખનનની મંજૂરી સામે ગ્રામજનોનો ભારે રોષ. ખેડૂતોને ખેતરો ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બરડા પંથકના સોઢાણા ગામે સોરઠી નદીમાંથી રેતી કાઢવાની મંજૂરા અપાતા ગ્રામજનો લાલઘૂમ થયા છે. ગામના અનેક ખેડૂતોના ખેતર સોરઠી નદીના કાંઠે આવેલા છે. ત્યારે જો નદીમાંથી રેતી કાઢવામાં આવેતો ખેતીની જમીનો ધોવાઈ જવાનો ખેડૂતોને ભય છે. ખેડૂતોનો આરોપ છે કે તેની મંજૂરી કે સહમતી લીધા વગર રેતી કાઢવા લીઝ આપવામાં આવી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રએ જો લીઝ આપવી જ હોય તો. નદી કાંઠે ત્રણ કિમી સુધી પ્રોટેક્શન વોલ બનાવી આપે. જેથી ચોમાસાંમાં નદીઓ છલકાય તો જમીનો ધોવાણ ન થાય.
ભાવનગરઃ સણોસરા ગામે જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયો છે. હણોલ ગામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિજનો ઘટનાસ્થળે પહોંચ્યા. ખરીદી કરવા આવેલા યુવક પર ઘાત લગાવી હુમલો કરવામાં આવ્યો.
મહેસાણા : કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ. 100થી વધુ પોલીસકર્મીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ડ્રોનની મદદથી બાવળની ઝાડીઓમાંથી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે. કુલ 81 હિસ્ટ્રીશીટર્સ અને મેજીસ્ટેરિયલ કસ્ટડી રિમાન્ડની ચકાસણી હાથ ધરાઈ છે. ટ્રાફિક ઝૂંબેશ હેઠળ 46 વાહનો પર કેસ કરી 11 વાહનો જપ્ત કરાયા છે. હોટલ, ઢાબા અને ગેસ્ટહાઉસના રજિસ્ટરોની પણ તપાસ હાથ ધરાઈ છે.
મહેસાણાઃ દૂષિત પાણીના પ્રકોપથી ખેડૂતો હેરાન થયા છે. રાજપુર ગામમાં બોરવેલમાંથી કેમિકલયુક્ત પાણી નીકળી રહ્યું છે. 28 જેટલા બોરમાંથી લાલ રંગનું દૂષિત પાણી નીકળી રહ્યું છે. દૂષિત પાણીના કારણે લોકો ચામડીના રોગનો ભોગ બન્યાનો દાવો કરાયો છે. કંપનીઓ દૂષિત પાણી છોડતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. રજૂઆત છતાં GPCBએ પગલા ન લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રદૂષણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
અમદાવાદ: SMCએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. નિકોલમાં સ્ટેટ મોનિટરીંગ સેલએ મોટી કાર્યવાહી કરતા મુખ્ય સંચાલક સહિત 9 લોકોની ધરપકડ કરી છે. કુલ 47 આરોપી સામે ગુનો નોંધાયો છે. મોબાઈલ, ટેબલેટ સહિત કુલ રૂ.15.73 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીઓ ક્રિકેટના સટ્ટાની હેરફેર માટે બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા. 354 જેટલાં બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવાનો ખુલાસો થયો છે. NCCRP પોર્ટલ પર બેંક ખાતા સામે સાયબર ફ્રોડની 542 ફરિયાદ નોંધાઈ છે.
SMCએ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
છોટા ઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત નિપજ્યુ છે. જીવંત વીજ વાયર નીચે પડતાં વીજ કરંટથી બાળકનું મોત થયુ. MGVCL કંપનીની વાયર રિપેરિંગ કરવામાં ઘોર બેદરકારી સામે આવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓની નિષ્ક્રિય કામગીરીને કારણે એક પરિવારે સંતાન ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના બાદ પણ વીજ કંપનીના અધિકારીઓ ગામમાં ન પહોંચ્યા. હાલ વીજ વિભાગની બેદરકારી સામે મૃતકના પરિજનો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
ઝોઝ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: પકવાન ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈકસવાર યુવકનું મોત થયુ છે. પકવાન ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી વાહનચાલક વાહન સાથે ફરાર થયો. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. હાલ સીસીટીવી ફૂટેજને આધારે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ : કાવિઠા ગામે તાલિબાની ફરમાનનો વીડિયો વાયરલ થયો છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવનારને પાણી પણ ન આપવાનો આદેશ કરાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે મિટિંગ બોલાવી ફરમાન જાહેર કર્યું છે. રાજકીય અગ્રણી મયુરસિંહ રાજ અને તેના પરિવારનો બહિષ્કાર કરવાનું ફરમાન કરાયુ છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈના કારણે અમારા વિરૂદ્ધ ફરમાન જાહેર કરાયુ હોવાનું મયુરસિંહે જણાવ્યુ. હવે વિવાદ સર્જાતા યતીન પટેલ સંપર્ક વિહોણા થયા છે.
જે લોકોને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની આદત છે તેમને હવે એ ભારે પડી જવાની છે કેમકે ભારતીય રેલવેએ વર્ષો બાદ દંડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ વિના અથવા અનિયમિત મુસાફરી કરતા ઝડપાઈ જશો તો માત્ર ભાડું જ નહીં, પણ મિનીમમ દંડ પણ બમણો ચૂકવવો પડશે.
AV-2
ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ ટિકિટ વગર મુસાફરી અથવા અનિયમિત પ્રવાસના કેસોમાં લઘુત્તમ વધારાનો દંડ હવે 250 રૂપિયાથી વધારીને સીધો 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ ‘જન વિશ્વાસ કાયદો-2026’ હેઠળ કરાયેલા આ ફેરફારો 19 જૂનથી અમલમાં આવી ગયા છે. લાંબા સમયથી દંડની રકમમાં કોઈ ફેરફાર ન થતા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
અરવલ્લી: મોડાસાના વારિગૃહ ખાતેની જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. 9 લાખ લિટર પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. પાણી પુરવઠા વિભાગની જૂની અને જોખમી ટાંકીનો નિકાલ કરાયો છે. 9 લાખ લિટર સામે 15 લાખ લિટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે.
રાજકોટઃ કુવાડવા પોલીસ સ્ટેશનના PI વી.આર.વસાવાને સસ્પેન્ડ કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂ ઝડપાતા PI સામે કાર્યવાહી કરાઈ છે.
જંગલેશ્વરના બુટલેગરનો 70 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છેય દારૂ, ટ્રક સહિત SMCએ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ તાત્કાલિક PI વસાવાને સસ્પેન્ડ કર્યા છે.
તમિલનાડુઃ તિરુવલ્લૂર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમા 7 મહિલાના કરૂણ મોત નિપજ્યા છે. સી ફૂડ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા ગુંગળામણને કારણે 7 મહિનાના મોત થયા જ્યારે 10 લોકોની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનું જીવન દુષ્કર બન્યું છે. જામનગર મહાનગર તો છે પરંતુ આ શહેરના છેવાડાના વિસ્તારો હજુ પણ ગામડાઓથી પણ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જામનગર શહેરના વોર્ડ નં.1ની. બેડી વિસ્તાર અને માધાપર ભુંગા વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. સ્થાનિકો અપૂરતું પાણી મળે છે એટલે જ નહીં પણ જે પાણીનું વિતરણ થાય છે એ પાણી પણ પીવાલાયક ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોનો દાવો છે કે માત્ર 10 મિનિટ પુરતુ પાણી આપવામાં આવે છે. આટલા ઓછા સમયમાં ઘરની જરૂરિયાત પૂર્ણ થાય તેટલો પાણીનો જથ્થો મળતો નથી.
આ તરફ વોર્ડ નંબર 1માં 8 હજાર કરતા વધુ લોકોની વસતી છે. અહીં આસપાસ દરિયો છે. એટલે કે બોરમાં પણ ખારું પાણી લોકોને મળે છે. મહાનગરપાલિકા દ્વારા અહીંના કેટલાક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ટેન્કર ક્યારે આવે અને કેટલા દિવસે આવે તેનું કાઈ નક્કી નથી થતું. એટલે કે શહેરના આવા અનેક વિસ્તારોમાં મનપા પાણીની પાઇપલાઇન પહોંચાડી નથી શકી..અહીંના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. મહિલાઓને બહારથી વેચાતુ પાણી લેવું પડે છે. સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ લોકોને માત્ર આશ્વાસન જ મળ્યું છે.
ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાના પુત્રનું કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે. કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. SMCએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકી તપાસ કરી. જેમાં મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેના સાગરીત જીજ્ઞેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી. દારૂ, કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે દારૂની ખેપ માટે ખોટી નંબર પ્લેટ લગાવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલ લિંકન ઝાલા સહિત કુલ 8 આરોપી સામે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદના પીપળાતા પાસે SMCની ટીમે દરોડા પાડ્યા ત્યારે ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ભાજપ નેતાઓના આ “દારૂ કનેક્શન” અનેક સવાલો ઊઠાવી રહ્યા છે.
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના શીહોદ ગામે તંત્રની ગોકળ ગતિનું કામ સ્થાનિકો અને મુસાફરો માટે માથાનો દુખાવો બન્યું છે. કારણ કે ભારજ નદી પરનો બ્રિજ ત્રણ વર્ષથી તૂટી ગયાના ત્રણ ત્રણ વર્ષ વિત્યા બાદ પણ નવા બ્રિજનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે નદીના પટમાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ જ વરસાદમાં ડાયવર્ઝનને નુકસાન પહોંચતા વાહનચાલકોને અને મુસાફરો 40 કિલોમીટર સુધીનો ચકરાવો લગાવવા મજબૂર થયા છે.
યોગમય રાજ્ય અને દેશ બન્યો. જો કે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું આવા અવનવા યોગે. હિમાલયથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાંથી યોગાભ્યાસની અલગ-અલગ તસવીરો સામે આવી. લદ્દાખમાં 13 હજાર 862 ફૂટની ઊંચાઈ પર જવાનોએ તેમનો દમ બતાવ્યો. ભારત-તિબેટ સરહદ પોલીસની 47મી બટાલિયને પેંગોંગ ત્સો તળાવના કિનારે યોગ કરી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ. આ તરફ વારાણસીમાં બોટ ઉપર લોકોએ યોગાભ્યાસ કરી અનોખી ઉજવણી કરી. અદભૂત દ્રશ્યો પશ્ચિમ બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાંથી પણ સામે આવ્યા. જ્યાં પ્રકૃતિના સાનિધ્યમાં અને ગજરાજની હાજરીમાં યોગ કરવામાં આવ્યા. પાણીના ઊંડાણમાં યોગ કર્યાની અદભૂત તસવીરો સામે આવી છે. ભારતીય નેવીના સબમરીનર્સે પડકારજનક સ્થળે યોગ કરી તેમનું કૌશલ્ય દર્શાવ્યું. તો આ તરફ રાજસ્થાનના અજમેરમાં બાળકોએ પાણીમાં યોગ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અનોખો જ સંદેશ આપ્યો.
અમદાવાદ: NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓના ચેકિંગ દરમિયાન વાલીઓએ હોબાળો કર્યો. હિન્દુ વિદ્યાર્થીઓના હાથમાંથી દોરો, કાનમાંથી બુટ્ટી, ગળામાંથી કંઠી કઢાવતા વિરોધ થયો. હિન્દુ વાલીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવવામાં આવ્યો. અન્ય ધર્મની વિદ્યાર્થિનીને હિજાબ પહેરી પરીક્ષા ખંડમાં જવાની છૂટ અપાયાનો દાવો કરાયો. હિંદુ વાલીઓએ સવાલ કર્યો કે નિયમો તમામ લોકો માટે એક સરખા શા માટે નહીં? હિન્દુ વિદ્યાર્થિની પાસેથી હાથરૂમાલ પણ લઈ લીધાનો વાલીઓનો આક્ષેપ કર્યો. મુસ્લીમ વિદ્યાર્થિનીને પરત બોલાવી હિજાબ પહેરાવ્યાનો દાવો કરાયો. NEETની પરીક્ષામાં બ્રેસલેટ પહેરવા પર મનાઈ ફરમાવાઈ છે. દોરા-ધાગા અંગે કોઈ સ્પષ્ટતા ન હોઈ હિન્દુ વિદ્યાર્થીઓના દોરા કઢાવ્યાનો દાવો કરાયો. આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનોએ હોબાળો કરતા બે લોકોની અટકાયત કરાઈ છે.
NEETની પરીક્ષા દરમિયાન અમદાવાદની આર. જે. ટીબરેવાલ કોલેજમાં હિન્દુ વાલીઓ રોષમાં જોવા મળ્યા. NTAની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ભારે જ્વેલરી પહેરીને જવા પર પ્રતિબંધ છે. જ્યારે ધાર્મિક પહેરવેશ જેમ કે હિજાબ કે કિરપાલ પહેરીને જવા પર NTAએ મંજૂરી આપેલી છે. હિન્દુ વાલીઓનો આક્ષેપ છે કે નિયમ તમામ માટે એક સરખા હોવા જોઈએ. હિન્દુ વિદ્યાર્થીઓના દોરા, કંઠી શા માટે કઢાવાયા ?
અરવલ્લી: મોડાસાના વારિગૃહ ખાતેની જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. 9 લાખ લિટર પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. પાણી પુરવઠા વિભાગની જૂની અને જોખમી ટાંકીનો નિકાલ કરાયો છે. 9 લાખ લિટર સામે 15 લાખ લિટરની પાણીની ટાંકી તૈયાર કરાઈ છે.
દિલ્લીઃ PM મોદીએ NEETના વિદ્યાર્થી માટે પ્રોટોકોલમાં ફેરફાર કર્યો. PM મોદીએ વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપી. PM મોદીનો કાફલો એરપોર્ટ પર 45 મિનિટ સુધી રોકાયો. બપોરે 1:15 કલાકે PMનો કાફલો દિલ્લી એરપોટ પહોંચ્યો હતો. બપોરે 2 કલાકે NEETની પરીક્ષા હોવાથી PMએ નિર્ણય લીધો. NEETની પરીક્ષા શરૂ થયા પછી PM એરપોર્ટથી રવાના થયા. ઉલ્લેખનિય છે કે જો પીએમ મોદીનો કાફલો બપોરે 1:15 કલાકે એરપોર્ટ પહોંચ્યો હતો. ત્યારે જો PMનો કાફલો નીકળ્યો હોત, તો દિલ્લીના અને રસ્તાઓ પર ટ્રાફિક રોકવો પડે. બીજી તરફ તે જ સમયે, હજારો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા કેન્દ્ર તરફ પણ જઈ રહ્યા હતા. તેથી, PMએ પ્રોટોકોલ કરતાં વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપી અને એરપોર્ટ પર રોકાવાનો નિર્ણય લીધો. પીએમ મોદી બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થયા પછી જ તેમના નિવાસસ્થાને જવા રવાના થયા હતા.
અમરેલી જિલ્લામા બહારના રાજ્ય અને જિલ્લાઓમાંથી રોજગારી માટે આવતા મજૂરો અને કારીગરોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવા SPએ “અમરેલી સુરક્ષા કવચ” અભિયાન શરૂ કર્યું ગુનાખોરી અટકાવવા અને ગુનાઓના ઝડપી ડિટેક્શન માટે જિલ્લા પોલીસ હવે ગામે-ગામ અને વાડીએ-વાડીએ પહોંચી મજૂરોની વિગતો એકત્ર કરી રહી છે. અમરેલી જિલ્લામાં ખેતી, ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાં મોટી સંખ્યામાં બહારના રાજ્ય અને જિલ્લાઓમાંથી મજૂરો તથા કારીગરો કામ કરવા આવે છે. ભૂતકાળમાં કેટલાક ગુનાઓમાં આવા લોકોની સંડોવણી સામે આવતા તેમની ઓળખ અને માહિતી ઝડપથી મેળવવામાં મુશ્કેલી પડતી હતી આ સમસ્યાના નિરાકરણ માટે અમરેલી જિલ્લા પોલીસે “અમરેલી સુરક્ષા કવચ” નામની વિશેષ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન દ્વારા મજૂરોના મૂળ વતન, પરિવાર, ઓળખપત્રો, બેંક વિગતો, વાહનો અને અન્ય જરૂરી માહિતીનું ડિજિટલ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.અમરેલી જિલ્લા પોલીસની ટીમો ગામો, વાડીઓ, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં જઈ મજૂરોની માહિતી એકત્ર કરી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ ગુનો બને તો તેની તપાસ વધુ અસરકારક રીતે થઈ શકે.
છોટાઉદેપુર : આધેડ પર રીંછનો જીવલેણ હુમલો કર્યો. વસંતગઢ ગામે બની રીંછના હુમલાની ઘટના બની. હુમલામાં આધેડને છાતી અને ગળાના ભાગે ઇજા પહોંચી.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. રીંછના હુમલાની ઘટના સુખી ડેમ વિસ્તારમાં અવારનવાર બને છે.
અમદાવાદમાં, RE-NEET ની પરીક્ષામાં આર જે ટીબ્રેવાલ કોલેજમાં હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલા દોરા, કાનની બાલી પહેરીને ના જવા દેતા હોબાળો મચ્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિઝાબ પહેરી પ્રવેશ આપતા વાલીઓ અકળાયા હતા. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની લાગણી સાથે વાલીઓનો હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કરી રહેલ વાલીઓને પોલીસે દૂર કર્યા. NTA ની ગાઈડલાઈન મુજબ બ્રેસલેટ પહેરી જવા પ્રતિબંધ છે. હિજાબ-કિરપાલ પહેરી જવા NTA એ મંજૂરી આપેલી છે. પરંતુ ગળામાં ધારણ કરેલ કંઠી કે દોરા બાબતે કોઈ સ્પષ્ટતા નથી.
અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ ઉપર સિંહ દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ સિંહનું પણ શંકાસ્પદ રીતે મોત થયું છે. જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી નજીક ઘટના બનતા વનવિભાગ દોડ્યુ હતુ. બાઈક ચાલક પર દોડ્યો હતો. વિશાલભાઈ બારૈયાને નખ માર્યા પરંતુ તેમને સામાન્ય ઇજા થઈ હતી. સારવાર માટે ખસેડયા સ્થિતિ થોડીવાર ગંભીર બની જવા પામી હતી. રીક્ષા પાછળ દોડ્યો હુમલાનો પ્રયાસ કર્યો રિક્ષા પલ્ટી મારી છતા કોઈને ઇજા નહીં. વનવિભાગ ઘટના સ્થળે પહોચી રોડ થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. વનવિભાગના ડોક્ટર ટીમ દ્વારા સિંહને પકડવા તૈયારી કરાઇ તે પહેલા સિંહનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. સિંહને બે થી ત્રણ વખત આચકી આવ્યા બાદ વનવિભાગની નજર સામે જ રેસ્ક્યુ પહેલા સિંહ નું મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગને આશંકા છે. સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડાયો ડોક્ટર ટીમ દ્વારા મૃતક સિંહના સેમ્પલ લેવાશે.
વડોદરાના શિનોર તાલુકાના બાવરિયા ગામ પાસે કાર અકસ્માત સર્જાયો છે. પોઇચા નીલકંઠ ધામ જતા પરિવારને અકસ્માત નડ્યો છે. સુરતથી દર્શનાર્થે જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો. કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં સુરતના નાનજીભાઈ ગલાણીનું મોત થયું છે. અકસ્માતમાં પરિવારના છ સભ્યો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. શિનોર પોલીસ અને 108 ટીમ સ્થળે પહોંચી. ઘાયલોને મોટા ફોફળિયા હોસ્પિટલ ખસેડાયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાયો.
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા અને નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લાનાં અનેક સ્થળોએ ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બારડોલી નગરના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધીરોડ, ધામરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદ શરૂ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ઇટાળવા, જલાલપોરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવસારીમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
રાજકોટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુંવરજી બાવળીયાએ ચોમાસુ ખેચાતા ખેડૂતોની ચિંતા અંગે જણાવ્યું કે, મુખ્ય પ્રધાને ગત કેબિનેટમાં સૌની યોજનાનું પાણી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ હાલમાં નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં આગામી 1 કે, 2 દિવસમાં પાણી પહોંચશે.
રાજકોટના રૈયા રોડ પર પુરપાટ ઝડપે આવેલી કારે વાહનોને લીધા અડફેટે. રૈયા રોડ પર પૂરપાટ ઝડપે આવેલી કારએ એક સ્કૂટર સહિત બે વાહનોને મારી ટક્કર. સ્કૂટર ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવરા અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. પૂરપાટ ઝડપે ધસી આવેલ વર્ના કરે બે થી ત્રણ વાહન ચાલકોને હડફેટે લઈ ભાગવા જતાં સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે સ્પીડબેકર ઠેકાડ્યું લોકોના ટોળા ઉમટી પડ્યા. કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી.
રાજકોટમાં ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. મસાલામાં ભેળસેળ ની શંકાએ 1.90 કરોડનો જથ્થો સીઝ કરાયો છે. બે દિવસ પહેલા પણ જામવાડી જીઆઇડીસીમાં આવેલ સત્યમ મસાલાની ફેક્ટરીમાં ફૂડની ટિમેં દરોડા કર્યા હતા. મિસરી સ્પાઈસીસ નામની કંપનીમાંથી 79,900 કિલો મસાલો અને લોટ જપ્ત કર્યો હતો. મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા હતા. મોટા પ્રમાણમાં લાયસન્સ વગરના મસાલાનું વેચાણ થતું હતું. મસાલામાં ધાણાનો પાવડર, ચોખાનો લોટ, મરચાનો પાવડર, મકાઈનો લોટ, હળદળ અને પામતેલનો જથ્થો સીઝ કરાયો છે.
ગુજરાતમાં શનિવાર 20 જૂનના રોજ સવારના છ વાગ્યાથી 21 જૂન રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં, 6 જિલ્લાના 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ અમરેલીમાં 41 મિ.મી. નોંધાયો છે.
અમદાવાદનો એસ જી હાઈવે વધુ એકવાર બન્યો જીવલેણ. પકવાન ઓવરબ્રિજ પર અકસ્માતમાં 1નું મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસ દ્વારા બ્રિજ પર ડાઈવર્ઝન આપી કામગીરી કરાઈ છે.
તથ્ય જેવી ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા કરાઈ વ્યવસ્થા. શબવાહિની દ્વારા હાલ મૃત શરીરને હટાવવાની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ 8 હોટલને સીલ કરવામાં આવી છે. સીલ કરાયેલ હોટલમાં હોટેલ નીલકંઠ મોટેરા, ચાંદખેડા, હોટેલ ફિલિપ્સ મોટેરા, ચાંદખેડા, હોટેલ સનસ્ટાર ઇન શિવ શક્તિ નગર બસ સ્ટેન્ડની સામે, ચાંદખેડા, કહાની પ્રોગ્રેસિવ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ સ્નેહ પ્લાઝા, ચાંદખેડા. હોટલ આરામ ઓર્કિડપાલડી મ્યુઝિયમ સામે, પાલડી, હોટલ આરકે રીજન્સી, એવરોન હોસ્પિટલની બાજુમાં નારણપુરા. હોટલ ગ્રીન ફોરચ્યુન, સરદાર પટેલ કોલોની નારણપુરા, હોટલ પેસિફીક એમ્પાયર, સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદનો સમાવેશ થાય છે.
જામનગરમા કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખંભાળીયા હાઇવે પર આવેલ ટી-પોસ્ટની સામે અવાવરું જગ્યા પાસે આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વાડી વિસ્તારના લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. જામનગર ફાયર વિભાગ દ્વારા મહિલાની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી. હાલ સમગ્ર મામલે જામનગર શહેર પોલીસ દ્વારા મહિલાની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. મહિલા કુવામા કેવી રીતે પડી અને આ બનાવનું કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમધમાટ શરુ.
પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરાના વાવડી વિસ્તારમાં આવેલ ઝુડિયો શોરૂમની બહાર આ ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Published On - 7:23 am, Sun, 21 June 26