વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અઝોલે પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે તમામ વિપક્ષી પક્ષો પાસેથી સહકારની વિનંતી કરશે. બજેટ સત્ર સોમવારથી શરૂ થશે અને આવતા મહિનાની 12 તારીખ સુધી ચાલશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણેના પ્રવાસે છે. તૃણમૂલ દ્વારા આવતીકાલે કોલકાતાના ધર્મતલામાં રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ પણ ભાગ લેશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ.
દેવભૂમિદ્વારકા:ભાણવડ તાલુકાના વાનાવડ ગામ પાસે આવેલા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ઉપરવાસમાં પાણીની આવક સતત ચાલુ રહેતા મીણસાર ડેમ 80% ભરાયો છે.
ઉપરવાસમાં પાણીની આવક સતત ચાલુ હોવાને કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા..
રાજકોટ, સિવિલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો, ગોંડલનાં અનિડા ગામેથી આવેલ 7 માસનું બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 1 મહિના અગાઉ મધ્યપ્રદેશથી આવ્યું હોવાની વિગતો સામે આવી.., આ પહેલા પણ રાજકોટ સિવિલમાં ચાંદીપુરા વાઇરસના 5 શંકાસ્પદ કેસ નોંધાય ચૂક્યા છે,જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે,હાલ બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, બાળકની સ્થિતિ સ્થિર છે
કચ્છના ગાંધીધામ સ્થિત ગળપાદર જેલમાં સ્થાનિક પોલીસ ના દરોડા સામે આવેલ જલસા અને ગેરરીતિઓ બદલ 5 અધિકારીઓ કર્મચારીઓ ને તત્કાલ સસ્પેન્ડ કરતા જેલના વડા, જેલર અને હવાલદાર સહિત ના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ : બગોદરા નજીક આવેલ ખાનગી કંપની નજીકથી શંકાસ્પદ સંજોગોમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, આઈનોક્સ વિન્ડ કંપની નજીકથી મળી આવ્યો મૃતદેહ, આઈનોક્સ વિન્ડ કંપનીમાં ફિનિશિંગ વિભાગના કર્મચારીનો મૃતદેહ મળ્યો
કેટલાક સમયથી કંપનીમાં કરતો હતો કામ, બે દિવસથી ગુમ હોવાથી પરિવારે કરી હતી બગોદરા પોલીસને જાણ કરી હતી.
મહારાષ્ટ્ર – પાલઘરમાં સેફાયર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાર્માસ્યુટિકલ કંપનીએ તમામ કામદારોને બહાર કાઢ્યા, સ્થળ પર હાજર ફાયર બ્રિગેડ.
જિલ્લામાં વધુ બે કેસો નોંધવાની સાથે જ સમગ્ર રાજ્યમાં સર્વાધિક 11 કેસનો આંકડો જિલ્લાનો નોંધાયો, 11 પૈકી ચાર બાળકોનાં સારવાર દરમ્યાન અલગ-અલગ હોસ્પિટલમાં થયા મૃત્યુ, જ્યારે અન્ય ૬ બાળકો હાલ સારવાર હેઠળ,જિલ્લામાં નોંધાયેલા કુલ કેસ પૈકી એક બાળક સારવાર બાદ થયું રિકવર , જિલ્લાના ચાર તાલુકાઓ હાલ ચાંદીપૂરા વાયરસની ચપેટમાં, સૌથી વધુ ગોધરા તાલુકામાં નોંધાયા ચાર કેસ.શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસ મળી આવેલા તમામ વિસ્તારોમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ રહી છે તિરાડો પૂરવાની કામગીરી અને દવા છંટકાવની કામગીરી
પુણે ખાતેની લેબમાં મોકલાયેલા બે બાળકોના સેમ્પલ પૈકી એક બાળકનું સેમ્પલ પોઝિટિવ જ્યારે અન્ય સેમ્પલ આવ્યું નેગેટિવ
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ બાળકીનું સારવાર દરમિયાન મોત , લુણાવાડા તાલુકામાં બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જોવા મળતા વડોદરા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું નિપજ્યું મોત, મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ વાળા 4 કેસ સામે આવ્યા જેમાં બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત
સુરતમાં ચાંદિપુરાનો શંકાસ્પદ પ્રથમ કેસ નોંધાયો છે, 11 વર્ષય બાળકીમાં ચાંદિપુરાના લક્ષણો દેખાયાં છે. હાલ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ના PIC વોર્ડ માં દાખલ કરાઈ છે. સચિન વિસ્તારમાં રહેતી બાળકીને તાવ બાદ ઉલ્ટી ફરીયાદ હતા, બાદમાં શરીરના અંગો જકડાવા લાગ્યા, બાદમાં બાળકીને પહેલા ખાનગી અને બાદમાં સિવિલ રેફર કરાઈ.
ગીર સોમનાથ નો સૌથી મોટો મનાતો હિરણ ડેમ 2 પૂરી સપાટીએ 90 ટકા જેટલો ભરાતા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ હિરણ ડેમ સાઈડની મુલાકાત લીધી. અને જિલ્લાના પાંચે પાંચ તમામ ડેમો પાણીથી ભરાઈ જતા પ્રજાજનોને શુભકામના પાઠવી
કેરળમાં પ્રથમ NIPAH થી મૃત્યુ નોંધાયું છે. નિપાહ વાયરસથી સંક્રમિત 14 વર્ષીય છોકરાનું કેરળમાં મૃત્યુ થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે બાળ દર્દી નિપાહથી મૃત્યુ પામ્યો છે તે વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લઈ રહ્યો હતો. જેનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં ગુજરાતના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ ગીર સોમનાથના પાટણ વેરાવળ ખાતે ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, માળિયા મિયાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુરમાં પણ દોઢ ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદ, ઉપલેટામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.
ગઈકાલથી વરસાદે વિરામ લીધો હોવા છતા હજુ પણ દ્વારકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ખાસ કરીને દ્વારકાના મીઠાપુર ગામના અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે. ઉદ્યોગનગર, ધરાનગર, આંબેડકર સોસાયટી, બક્ષીપંચ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી હજુ પણ ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાયેલા રહ્યા હોવાથી વિવિધ સોસાયટીમાંથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા કેદીઓ ઝડપાયા છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારેએ ગળપાદરા જેલમાં દરોડા પાડ્યા હતા. દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા છે. સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા મળ્યા વિગતો પણ મળી રહી છે. એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો હતો.
ઈન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. MT ઝીલ નામના જહાજમાં બેભાન દર્દીને હેલિકોપ્ટરથી બચાવાયો હતો. રેસ્ક્યુ બાસ્કેટની મદદથી દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.
આણંદની અમૂલ ડેરી કેમ્પસમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમૂલ ડેરી કેમ્પસમાં ધામાં નાખ્યાં છે. અમૂલ ડેરીમાં લેબર કોન્ટ્રાકટર પેઢીમાં જીએસટીની મોટાપાયે કરચોરી થઈ રહી હોવાની શંકાએ જીએસટી વિભાગે દરોડા પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. અમૂલમાં શાંતિલાલ પટેલ નામની પેઢી જરૂરીયાત મુજબના લેબર પુરા પાડી રહી છે.
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજખોરોનો ત્રાસ ભોગવી રહેલા પીડિત લોકોને મૂડી પરત કરવામાં આવશે. સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યાં છે. પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી. સુરત પોલીસે પીડિત લોકોને તેમની 1 કરોડ થી વધુની મૂડી પરત કરશે.
ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવતા IASની રણજીત તવંરના પત્નીની સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે સિનિયર IAS અધિકારી રણજીત તવંરના પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રી દવાની વધુ અસર થતા સિવિલના ICU વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યા આજે તેણીનું મોત થયું છે.
હવામાન વિભાગે, આગામી ત્રણ કલાક માટે નાઉકસ્ટ જાહેર કરી કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બપોરના 1 વાગ્યા સુધીમાં ઠંડરસ્ટ્રોમ એકટવીટી સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાદ, દમણ, દદરા નગર હેવેલ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી કરોડોનું ચરસ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ પોલીસને મળી આવ્યું છે. દ્વારકાના દરિયા કિનારેથી 23.63 કિલો મળી આવ્યું 11.84 કરોડ ના ચરસના 21 પેકેટ મળી આવેલ છે.
ગુજરાતમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પીએના નામે લાખ્ખોની છેતરપિંડી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેની સામે આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે, આવા નામનો કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં ક્યારેય આવ્યો નથી.
2022માં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ભરતી સમયે, લોકોને ઋષિકેશ પટેલના પીએ હોવાનું અને નોકરી અપાવવાનું કહીને નોકરીવાચ્છુ ઉમેદવારો પાસેથી લાખ્ખો ઉધરાવી લીધા હતા. જાગૃત સામાજીક સંસ્થાએ કેટલાક મીડિયાનું ધ્યાન દોરતા, આ સમાચાર વહેતા થયા હતા. જે અંગેના સમાચારથી અવગત થતા, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા થકી સ્પષ્ટતા કરી છે કે, આવા નામના કોઈ પણ વ્યક્તિ કાર્યાલયમાં પણ નથી કે સંપર્કમાં પણ નથી. આ અંગે કડક પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
સુરતના ઉમરપાડા પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી, 35 વર્ષીય અંજનાબેન ગામીતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. માંડવી ખાતે પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું છે કે, અંજનાબેન ગામીતને સંતાન પ્રાપ્તિ ન થતાં આત્મહત્યાનું પગલું ભર્યુ છે. માંડવી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરવાસ અને પોરબંદરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે, પોરબંદરના ફોદાળા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમ એક ફુટની સપાટીએથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના પગલે ફોદાળા જળાશયની હેઠવાસમાં આવેલા 13 ગામને એલર્ટ કરાયા છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
#WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના છ વાગ્યા સુધીના વિતેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 168 મી.મી. એટલે કે સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 38.28 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં 51.10 ટકા વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 57.10 ટકા વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાતમાં 23.68 ટકા અને મધ્ય ગુજરાતમાં 23.09 ટકા વરસાદ નોંધાયો છે, જે સૌથી ઓછો વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં 40.50 ટકા વરસાદ વરસ્યો છે.
સરકારે સંસદના બજેટ સત્ર પહેલા આજે એટલે કે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે તમામ વિપક્ષી પક્ષો પાસેથી સહકારની વિનંતી કરશે. બજેટ સત્ર સોમવારથી શરૂ થશે અને આવતા મહિનાની 12 તારીખ સુધી ચાલશે. મંગળવારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.
Published On - 7:25 am, Sun, 21 July 24