
લેબનોનમાં ઇઝરાયલના ‘ગેઝેટ એટેક’ બાદ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહે ચોંકાવનારૂ નિવેદન આપ્યુ. કહ્યું, લેબનોનમાં નરસંહાર યુદ્ધની ઘોષણા જેવું છે. આજે PM મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. ‘PM વિશ્વકર્મા’ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. વિકાસ કાર્યો અને સ્ટાર્ટ-અપ યોજનાઓ લોન્ચ કરશે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137.70 મીટરને પાર પહોંચ્યો છે. નર્મદા ડેમ છલોછલ થવાથી માત્ર 0.98 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 74 હજાર ક્યુસેક પાણી આવક થઇ રહી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી યોજાશે. બપોરે 1 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે. ભાદરવી પૂનમના મેળા બાદ વર્ષમાં એકવાર યોજાય છે પ્રક્ષાલન વિધિ. AMCના અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો. વટવામાં તૈયાર પડેલા 514 આવાસો વપરાયા વિના જ તોડી પડાશે. સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા નિર્ણય લેવાયો.
દિલ્હીના મુખ્ય પ્રધાન-નિયુક્ત આતિશી આવતીકાલ શનિવારે સાંજે લગભગ 4:30 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવત પણ શપથ લેશે.
ભરૂચ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અંગત અદાવતે યુવાન પર ચપ્પુ વડે કર્યો હતો હુમલો. સારવાર દરમ્યાન યુવાનનું નિપજ્યું હતું મોત. ભરૂચની પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ કોર્ટે, કોર્પોરેટર હિમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે.
ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી કોર્ટમાં થયેલ અલગ અલગ 3 અરજી નામંજુર કરવામાં આવી છે. મોરબીના પીડિત પરિવારો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં કલમ 302 નો ઉમેરો કરવા, ઓરેવા કંપનીને આરોપી બનાવવા તેમજ કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તે અંગેની કલમ ઉમેરવા માટે અરજી કરવામાં આવી હતી. તમામ અરજીઓ મોરબી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આગામી 1 તારીખે આ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તેવું સિનિયર સરકારી વકીલનું કહેવું છે.
ગુજરાતના પ્રધાન મુકેશ પટેલ ગુસ્સાથી થયા લાલપીળા થયા છે. સુરતના ઓલપાડ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રની જ્યારે મુકેશ પટેલે મુલાકાત લીધી તે સમયે આરોગ્ય કેન્દ્રમાં માત્ર પાંચ જ કર્મચારીઓ હાજર હતા. આરોગ્ય કેન્દ્ર પર કુલ 22 કર્મચારીઓને બદલે માત્ર પાંચ જ કર્મચારીઓ હાજર હતા, આથી ગુજરાતના રાજ્યકક્ષાના વન પ્રધાન મુકેશ પટેલ ગુસ્સે ભરાયા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. સિનિયર સીટીઝન સાથે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 80 લાખની ઠગાઈના કેસમાં તપાસ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલને મળેલ પુરાવાઓને આધારે સુરતમાં તપાસ તપાસ કરવામાં આવી છે. સુરતના સરથાણામાં બે સ્થળોએ તપાસ કરાઈ છે. અન્યોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી. સુરતમાં કરેલ ઓપરેશન દરમ્યાન સેંકડોની સંખ્યામાં સીમકાર્ડ, ચેક બુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવતી ટોળકીના સાગરીતોએ સાયબર ક્રાઇમના દરોડાની કાર્યવાહો દરમ્યાન વકીલ મારફતે વિક્ષેપ પાડવાની કોશિશ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વકીલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે.
સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં સિંગણપોર પોલીસે નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ નાખતા હતા. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા કરીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચીમન પટેલના બનાવટી સહી સિક્કાનો દૂર ઉપયોગ કરાયો હતો. સિંગણપોર પોલીસે આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરવામાં આવી. લેપટોપ અને કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ ,આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુભદ્રા યોજના અંતર્ગત મહિલાઓને વર્ષે 10,000 રોકડા સરકાર ચૂકવવાની છે.
અમદાવાદના ફતેહવાડીના ગુમ થયેલા બન્ને બાળકોનો મૃતદેહ મળી આવ્યા છે. ગઈકાલ સવારથી બંને બાળકો ગુમ થયા હતા. ફાયર બ્રિગેડની મદદથી અફઝલ નામના 7 વર્ષીય એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. નારીમનપુરા નજીકથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળ્યો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના રાંદેર રોડ વિસ્તારમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટનો બનાવ બન્યો છે. ભર બપોરે રાંદેર રોડ પર લૂંટનો બનાવ બનચા ચોમેર ચકચાર મચી જવા પામી છે. જમીનના પૈસાની ચૂકવણી માટે આવેલ શખ્સ લૂંટાયો હતો. ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ ચલાવી લૂંટ. આરોપીઓ વેસુ નજીકથી ઝડપાઈ ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યો છે.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે, 20 અને 23 સપ્ટેમ્બરના રોજ દોડનારી ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
તા 20.09.2024 ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-નગદાના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-નગદા થઈને દોડશે.
તા. 23.09.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-રતલામના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-રતલામ થઈને દોડશે.
ભરુચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓએ, વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ત્રણ માસના બાકી પગારની માંગ સાથે ટ્રોમા સેન્ટર બહાર વિરોધ કર્યો હતો. 80 કર્મચારીઓ ત્રણ માસથી પગારથી વંચિત હોઈ મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી છૂટા કરી દેવાની ધમકી મળતી હોવાનો આરોપ લગાવ્યો છે. સફાઈ કર્મચારીઓએ પગાર ના આપવામાં આવે તો હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
જૂનાગઢના માણાવદરમાં કારમાં અચાનક આગ લાગી હતી. કાર જૂનાગઢ તરફ જઈ રહી હતી તે સમયે આગ લાગી હતી. સમયસૂચકતા વાપરીને કાર ચાલક, કારમાંથી બહાર આવી ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ આગને કારણે કારને ભારે નુકસાન થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને રુપિયા રૂ. 292 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે કુલ રૂ. 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગએ આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે.
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈએ હેક કરી છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. જ્યારે ચેનલ ખોલવામાં આવે છે, ત્યારે તેના પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો છે. અમેરિકન કંપની ‘રિપલ લેબ્સ’ ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવી રહી છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. વિડિયો ખોલતાં કંઈ દેખાતું ન હતું.
ગાંધીનગરઃ કોર્ટમાં હત્યાના આરોપીઓ હથિયારો સાથે આવ્યા છે. આરોપીઓ દ્વારા હથિયારોને વોશરૂમમાં છુપાવવામાં આવ્યા હતા. કોર્ટના અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવવામાં આવી છે. સેકટર 7 પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડયા છે. હાલ આરોપી સેકટર 7 પોલીસના કબ્જામાં છે. આરોપીઓ ગાંધીનગર કોર્ટમાં ત્રીજી વખત હુમલો કરવા હથિયાર સાથે આવ્યા છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર: વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં જ સંસ્કૃતિ ભુલાઈ છે. મેળાનો મોતના કૂવાના સ્ટેજ પરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભોજપુરી મહિલા ડાન્સરો અશ્લીલ ડાન્સ કરતી નજરે પડી રહી છે. હિન્દી ફિલ્મોના ગીતો પર મહિલાઓના બિભત્સ ડાન્સે અનેક સવાલ ઉઠાવ્યા છે.
સુરતઃ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશદ્વારે કામદારોને અસામાજિક તત્વોને અટકાવ્યા છે. આગળ વર્ષોની જેમ જ ફરી ઇન્ડસ્ટ્રીઝમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા છે. પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષથી હજુ પકડાયા નથી. આ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છે.
વેપારીઓ દ્વારા ગૃહ મંત્રીને ટેલિફોનિક રજુઆત કરવામાં આવી છે.
સુરત: વાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા છે. ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લાગેલી જોવા મળી. સ્થાનિકોએ કારમાંથી બિયર ઝડપી પાડયા.
પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. સ્થાનિકોને જોઇને બંને લોકો ત્યાંથી ભાગી ગયા.
રાજકોટ: આયાત ડ્યુટીમાં વધારો થતા તેલના ભાવમાં ભડકો થયો છે. કપાસિયા અને પામ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર, મકાઈ, સરસવ તેલના ભાવ પણ 50 રૂપિયા વધ્યા છે. ચાલુ સપ્તાહમાં જ ભાવમાં 225થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને બે હજાર 130 રૂપિયા થયા, પામ તેલના ડબ્બાનો ભાવ વધીને એક હજાર 935 રૂપિયા થયા છે.
નવસારી: નસીલપોર પાસે કાર સાથે દીપડો અથડાયો. અકસ્માત બાદ દીપડો ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત હાલતમાં ભાગવા જતા દીપડાએ યુવતી પર હુમલો કર્યો. યુવતીએ સમય સુચકતા વાપરતા યુવતીને સામાન્ય ઈજા પહોંચી છે. દીપડો હુમલો કરી ખેતરમાં નાસી છૂટ્યો હતો. RFO સહિત વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહના શિખર પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સવારે મંગળા આરતી થઈ રહી હતી ત્યારે આગ લાગી હતી. આ ઘટના બાદ શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. તેઓ અહીં અને ત્યાં દોડવા લાગ્યા. પરંતુ પોલીસકર્મીઓ અને સર્વિસમેનોએ વીજળી બંધ કરીને આગને કાબુમાં લીધી હતી.
વડોદરા: શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે. ભાજપનાં તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના સભ્યોનો વિરોધ છે. તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી. ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસનાં 3 અને 1 અપક્ષ સાથે મળી દરખાસ્ત કરી છે. તાલુકા પંચાયત પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાનો આરોપ છે. ભાજપનાં 4 તાલુકા પંચાયત સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો.
અમદાવાદ મહાનગર પાલિકાએ પહેલા પોતે 15 વર્ષ પહેલા મકાનો બનાવ્યા હતા. જો કે કોઇને આપ્યા નથી. ફાળવણી થઇ નથી અને હવે 15 વર્ષ બાદ આ મકાનોને તોડવામાં આવશે. અમદાવાદના વટવામાં તૈયાર કરાયેલા EWS આવાસ વપરાયા વિના જ તોડી પડાશે. 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. જર્જરીત થયેલા તમામ આવાસ વપરાશ થયા વિના જ તોડાશે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published On - 7:36 am, Fri, 20 September 24